જમાલપુર ખાડીયા વિધાનસભામાં ભાજપના હાર માટે જવાબદાર કોણ !
જમાલપુર ખાડીયા વિધાનસભામાં આમ તો ભાજપ અને બીજા શબ્દોમાં કહીએ કે અશોક ભટ્ટ પરિવારનો કબ્જો રહ્યો,
ખાસ કરીને 1975થી વર્ષ 2017 સુધી અજેય રહ્યો,, પણ 2012માં ગુજરાત વિધાનસભામાં થયેલા સિમાંકને
ભટ્ટ પરિવારના કિલ્લાને ધ્વસ્ત કરી દીધો,, સાથે 1972 બાદ કોગ્રેસ સીધા અહી 45 વરસ પછી 2017માં જીતી છે,,
ખાડિયા વિધાનસભાનો ઇતિહાસ
ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી 1962માં થઇ,
જેમાં પ્રજા સમાજવાદી પક્ષ(પીએસપી)ના બ્રહ્મકુમાર ભટ્ટે કોગ્રેસના કૃષ્નલાલ દેસાઇને હરાવ્યા હતા
1967માં પીએસપીના બ્રહ્મકુમાર ભટ્ટ કોગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા,અને તેમની સામે એમ જી શાસ્ત્રી
પીએસપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા, અને ખાડિયાની જનતાએ પક્ષ પલ્ટાને ફગાવ્યા,
વર્ષ 1972માં ખાડીયામાં કોગ્રેસના ઉમેદવાર અજીત પટેલે એસઓપીના ઉમેદવાર જયેન્દ્ર પંડિતને હરાવ્યા ,
વર્ષ 1975માં ભારતિય જનસંધના અશોકભટ્ટે કોગ્રેસના ઉમેદવાર દિક્ષિત કિશોરચંદ્રને હરાવ્યા,,
વર્ષ 1980માં ભાજપની સ્થાપના થઇ ગઇ હતી,અને અશોકભટ્ટ ભાજપમાંથી ચૂંટણી લડ્યા તેમણે ઇન્દિરા કોગ્રેસના વાસુદેવ ભટ્ટને હરાવ્યા
1985માં અશોકભટ્ટે કોગ્રેસના અશોક ભગતને હરાવ્યા
1990માં અશોકભટ્ટે કોગ્રેસના વાસુદેવ ભટ્ટને હરાવ્યા
1995માં અશોક ભટ્ટે કોગ્રેસના રમેશ ચંદ્ર શાહ(પત્રકાર)ને હરાવ્યા
1998માં અશોક ભટ્ટે કોગ્રેસના કોકિલા બેન શાહને હરાવ્યા
2002માં અશોકભટ્ટે કોંગ્રેસના જગત શુકલને હરાવ્યા
2007માં અશોકભટ્ટે કોગ્રેસના પુર્વ ગૃહમંત્રીના પુત્ર ચેતન પ્રબોધ રાવલને હરાવ્યા
2011માં અશોકભટ્ટનુ નિધન થતા તેમના પુત્ર ખાડિયાના કોર્પોરેટર ભુષણ ભટ્ટ ચૂંટણી લડ્યા અને તેમણે કોગ્રેસના જગત શુકલને હરાવ્યા હતા,
2012માં ગુજરાત વિધાનસભાની નવા સિમાંકન મુજબ ચૂંટણી થઇ,, 2012માં ભુષણ ભટ્ટ ખાડિયા જમાલપુર વિધાનસભા અસ્તિત્વમાં આવી
ભાજપ માટે આ સીટ જાળવી રાખવી મોટો પડકાર હતો, ત્યારે ભાજપ તરફથી ભુષણ ભટ્ટને ટિકીટ અપાઇ
પણ કોગ્રેસના જમાલપુરના ધારાસભ્ય સાબિર કાબલીવાલાને ટિકીટ ન અપાઇ તેમના બદલે સમિરખાનને ટિકીટ આપી દેવાઇ,,જેથી સાબિર કાબલીવાલા નારાજ થયા હતા,
સુત્રોની માનીએ તો પુર્વ મુખ્યપ્રધાન શંકર સિહ વાધેલા વર્ષ 2007માં તેમના વેવાઇ બળવંત સિહ રાજપુત સિધ્ધપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના જયનારાયણ
વ્યાસ સામે હારી ગયા હતા, વર્ષ 2012માં ગુજરાત કોગ્રેસ માઇનોરીટી સેલના પ્રમુખ વજીરખાન પઠાણ સિધ્ધપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા
જે શંકરસિહ વાધેલાના વેવાઇ બળવંત સિહ રાજપુત માટે ટિકીટ માટે મુશ્કેલી સાબિત થાય તેમ હતું, વજીર ખાન એ અહેમદ પટેલના વિશ્વાસું હતા,,
આવી સ્થિતિમાં શંકર સિહ વાધેલાએ વજીર ખાનને તેમના પુત્ર માટે કોગ્રેસ માટે સેફ ગણાતી જમાલપુર બેઠકની ઓફર કરી,, જે વજિર ખાને માન્ય રાખતા
સરખેજના કોર્પોરેટર સમીરખાન પઠાણ ખાડીયા જમાલપુર બેઠકથી ચૂંટણી લડ્યા ,, પણ ત્યારે નારાજ થયેલા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય સાબિર કાબલીવાલાએ
કોંગ્રેસમાં થી બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું,જે કોગ્રેસ માટે સેટ બેક સાબિત થયું, કારણ કે માઇનોરિટીના મતોમાં વિભાજન થતાં ભાજપના ભુષણ અશોકભટ્ટનો વિજય થયો
2017માં ભાજપના ભુષણ ભટ્ટની સામે કોગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાની જીત થઇ,, આમ 45 વર્ષે ખાડિયા જમાલપુરમા કોગ્રેસના પંજાની જીત થઇ હતી, જ્યારે ભટ્ટ પરિવારની હાર થઇ હતી,
ખાડીયાના ઉમેદવાર કેટલા !
ભુષણ અશોક ભટ્ટ
જૈવલ ભુષણ ભટ્ટ
મયુર દવે
ડો,હેમંત ભટ્ટ
ચેતન્ય શંભુ મહારાજ,
ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ
ખાડિયા- જમાલપુર બેઠકમાં ભાજપ માટે કપરા ચઢાણ હોવાથી અહી ઉમેદવારોની સંખ્યા ઓછી છે, છતાં છેલ્લી ઘણીએ વધારાના નામોની ચર્ચા સંભવ છે,
આમ પણ ઉમેદવારોને લઇને અંતિમ નિર્ણય ભાજપ હાઇકમાન્ડને કરવાનો હોય છે,