Uncategorized
ઝવેરી એસ્ટેટના ગેરકાયદે બાંધકામ બચાવવામાં એસ્ટેટ વિભાગમાં કોને છે રસ !
ગેર કાયદે બાંધકામ બચાવવામાં એસ્ટેટ વિભાગમાં કોને છે રસ
અમદાવાદ શહેરમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટી નિક્ળ્યો છે, ટાઉન પ્લાનિંગના નિયમોની ઐસી કી તૈસી કરી એસ્ટેટ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની કૃપા દૃષ્ટિથી બેરોકટોક ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે,ત્યારે કઠવાડા ઝવેરી એસ્ટેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી વગર કોઇ પણ જાતના પ્લાનની મંજુરી વગર બેરોકટોક બાંધકામ થઇ રહ્યુ છે, મહત્વની વાત એ છે કે અમદાવાદ મહાનગર પાલિકાના પુર્વ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ ગેરકાયદે બાંધકામ કરનાર મુકેશ માલવિયાને સપ્ટેમ્બર માસમાં બાધકામ રોકી દેવા માટે નોટિસ આપી હતી,જો કે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અપાયેલ નોટિસ ને પણ ઘોળીને પી જઇ મુકેશ માલવિયા દ્વારા બાધકામ ચાલુ રાખવામા આવ્યું છે,ત્રણ મહિના કરતા વધુ સમય થયો હોવા છતાં પણ તેમને ટાઉન પ્લાનિંગના કાયદાઓ કે અધિકારીઓનો પણ ડર નથી,,કે પછી ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકારણીઓની તેમના પર કૃપા દૃષ્ટિ છે,ત્યારે આ પ્રકારે ગેરકાયદે બાંધકામ કરનાર અને થવા દેવા અધિકારીઓ સામે વિજીલન્સ દ્વારા તપાસ હાથ ધરવામા આવે તો જવાબદાર અધિકારી અને બાંધકામ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે,