નિર્લિપ્ત રાયને હટાવવામાં કોને છે રસ !
સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના અસલાલી પોલીસ સ્ટેશનની હદ રુ 19 લાખનો દારુ પકડી પાડ્યો છે,,
જેમાં એક એક આરોપીની ધરપકડ કરાઇ છે,જ્યારે ચાર અન્ય ફરાર છે,, ત્યારે સવાલ અસલાલી પોલીસની કામગીરી સામે થાય છે,કે શુ તેઓ
સ્થાનિક બુટલેગરોને પકડી શકવામાં અસક્ષમ છે કે પછી તેમની આ બુટલેટરો સાથે સાંઠ ગાંઠ છે,,
ids=”3568,3567″]
રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલના એસ પી તરીકે નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો છે,ત્યારથી ગુજરાતમાં દારુ જુગારનો વ્યવસાય કરતા અસામાજીક
તત્વોમાં ડર પેસી ગયો છે, સાથે જે પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ આવા બુટલેગરો સાથે વ્યવસાયિક સંબધો છે તેમના માટે તેઓ સિંધમ સાબિત
થઇ રહ્યા છે, સુત્રોની માનીએ તો નિર્લિપ્ત રાયને બદલવા માટે બુટલેગરો, ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ રાજનેતાઓ સાથે સાંઠ ગાંઠ કરીને સરકાર પર
દબાણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જો કે ઇમાનદાર અને પ્રમાણિક મુખ્ય પ્રધાન પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી આ પ્રકારના દબાણો
સામે વશ થતા નથી, ન તો નિર્લિપ્ત રાય વશ થઇ રહ્યા છે,, પરિણામે રાજ્યમાં કોઇ પણ ખુણે નશાના કારોબારીઓ સામે તેઓએ લાલ આંખ કરી છે
જેના કારણે જિલ્લા સ્તરથી લઇને ગ્રામ્ય સ્તર અને શહેરી વિસ્તારના પીઆઇ પણ નિર્લિપ્ત રાય અને તેમની ટીમથી ફફડી રહ્યા છે,,તેઓ સુરત,
બરોડા ,અમદાવાદ સહિત વિસ્તારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારુ અને જુગારના અડ્ડાઓ ઉપર રેઇડ પાડવામાં આવી રહી છે, તેના જ
ભાગ રુપે અમદાવાદ જિલ્લાના અસસાલી પોલીસ હદમાં પણ દારુ વેચાતો હોવાની એસએમસીની ટીમને માહિતી મળી હતી,,અને તેઓએ
દારુ સહિત 40 લાખનો મુદ્દામાલ ઝડપી પડ્યો છે
અસલાલી પોલીસ સામે ઉઠતા સવાલો
અસલાલી પોલીસની હદમાં થી વિદેશી દારુની માહિતી જો ગાંધીનગરમાં બેસતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતી હોય તો
અસલાલી પોલીસને કેમ નથી મળતી,,
શુ અસલાલી પોલીસને દારુની માહિતી નથી મળતી, અથવા લોકલ લોકો માહિતી આપે છે તો કાર્યવાહી કરવામાં ક્યાં તકલીફ છે
શુ સ્થાનિક લોકોને સ્થાનિક પોલીસ ઉપર ભરોસો નથી કે તેઓ ગાંધીનગર માહિતી આપવા જવુ પડે
સ્ટેટ મોનિટરીંગ સેલ અંતરયામી તો નથી કે તેને ઓફિસમાં બેઠા બેઠા અસલાલીમાં દારુ વેચાતા હોવાની ખબર પડી જાય છે
શુ અસલાલી પોલીસ નિયમિત પેટ્રોલિંગ કરતી નથી, કે માત્ર પેટ્રોલિંગના નામે ડીંડક કરે છે
ગાંધીનગરમાં બેસતી એસએમસી ટીમને અસલાલીમાં દારુ વેચાતો દેખાય છે તો અસલાલી પોલીસને આ દારુ કેમ નથી દેખાતું તે અહીની પોલીસ
પ્રજ્ઞાચક્ષુ છે,,કે તેઓ કોઇના લાભાર્થી છે,
દારુ બંધીનો કડકાઇથી અમલ કરાવવાની પોલીસ સ્ટેશનમાં પીઆઇની જવાબદારી છે,, તો આવા સંજોગોમા પીઆઇ સામે કેવા પગલા ભરાશે
ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ છે તો દારુ આવે છે કેવી રીતે
ગુજરાતમાં દારુ ઉપર પ્રતિબંધ છે, દારુબંધીનો કડકાઇ થી ભુપેન્દ્ર પટેલની સરકાર અમલ કરાવી રહી છે,, દારુ બનાવવાની કોઇ ફેક્ટ્રીને ગુજરાત
સરકારે કોઇ મંજુરી આપી નથી,તો સ્પષ્ટ છે કે દારુ અન્ય રાજ્યોમાંથી ગુજરાતી સરહદો ઓળંગીને રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં
વાહનોના માધ્યથી પહોચે છે,, ત્યારે સરહદી જિલ્લાઓના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી છે કે આવા કેફી દ્રવ્યો
ગુજરાતમાં ધુસાડતા વાહનો અને અપરાધીઓને અટકાવવામા આવે,, પણ જે રીતે આ વાહનો સરળતાથી લાખો બોટલો લઇને ગુજરાતમા દાખલ
થઇ જાય છે એટલુ જ નહી ગુજરાતના યુવા ધન સુધી પહોચીને તેમને બર્બાદ કરે છે,,ત્યારે સવાલ ઉઠે છે તેના માટે જવાબદાર કોણ,,તો જવાબ
તમારી સામે જ છે, જ્યાંથી દારુ આવે ત્યાંથી લઇને જ્યાં ઉતરે અને જ્યાં વેચાય ત્યા સુધીના નેક્સસની તપાસ થવી જોઇએ અને તે માટે
જવાબદાર અધિકારીઓ સામે બુટલેગરની જેમ કેસ કરીને કાર્યવાહી કરવી જોઇએ