ગાંધીનગર
રાજકીય પાર્ટી બનાવી હવાલા કરતા નેતાને બચાવવામાં કોને છે રસ
રાજકીય પાર્ટી બનાવી હવાલા કરતા નેતાને બચાવવામાં કોને છે રસ
કહેવાય છે કે નેતાઓ અને પોલીસની સાંઠગાંઠથી જ ભ્રષ્ટાચાર અને ગુનેગરોને પ્રોત્સાહન મળે છે, ત્યારે અમદાવાદમાં એક રાજકીય પાર્ટીના નેતા જે પાર્ટી કમ હવાલાનું કામ વધુ કરે છે,,મહત્વની વાત એ છે કે તેમના આ કાળા ધોળા કામમાં ગુજરાતના સિનિયર પોલીસ અધિકારી સીધી રીતે ભાગીદારી રાખે છે,, એટલુ જ નહી આ અધિકરીના પત્ની તમામ શોખ રાજકીય નેતા પુર્ણ કરે છે, આ નેતાઓ અધિકારીના પત્ની માટે ખાસ ગીતોના આલ્બમ પણ કરોડોના ખર્ચે બનાવડાવ્યા છે, અને સુત્રોની માાનીએ તો આ નેતા પાસેથી દર મહિને પ્રોટેક્સન ચાર્જ પણ વસુલે છે, જેના કારણે આ નેતા બળાત્કારના આરોપી હોવા છતા તેમને પોલીસ દ્વારા છાવરવામાં આવે છે,
સમગ્ર દેશમાં મુખ્ય રજકીય પક્ષો સહિત 2700થી વધુ રાજકીય પક્ષો નોધાયાલે છે, જેમાં કેટલાક નિયમિત ઇન્કમટેક્ષ રિટર્ન ભરે છે,,તો કેટલાક પ્રાદેશિક અને નાના રજકીય પક્ષો રિટર્ન ભરવાનુ ટાળે છે, મોટા પાયે આમના દ્વારા લોકો પાસેથી દાન ઉઘરાવવામાં આવે છે સુત્રોની માનીએ તો ગુજરાતમાં નાના રાજકીય પક્ષો દ્વારા કાળા નાણાં ને સફેદ કરવાનો ષડયંત્ર ચાલતુ હોવાનો ઇડીને શંકા હતી જેના આધારે ઇડીએ સમગ્ર ગુજરાતમાં રેઇડ પણ પાડી હતી, ગુજરાતમા આવી 73 જેટલી રાજકીય પક્ષોએ પોતાના રિટર્ન ભર્યા નથી,, અથવા ભર્યા છે તેમાં ભુલો છે, તે પૈકી એક રાજકીય પાર્ટીના નેતા ઉપર 400 કરોડથી વધુના નાણાં ઉધરાવીને બ્લેકનો વ્હાઇટ કરાયા હોવાની ચર્ચા છે, જેના માટે એક સિનિયર પોલીસ અધિકારીએ તેમને પ્રોટેક્શન આપતા હોવાની ચર્ચા છે, મહત્વની વાત એ છે કે આ અધિકારીના પત્ની ગાવાન શૌખીન છે,, જેના માટે આ રાજકીય પાર્ટીના પ્રમુખે અનેક આલ્બમ પણ તૈયાર કરાવ્યા છે , જેના પાછળ બેથી ત્રણ કરોડનો ખર્ચો પણ થયો હોવાનો અંદાજ છે, પત્નીના શોખની સાથે સાથે તેમના પરિવારના પ્રવાસ, અભ્યાસ ઘર ખર્ચ, શોપીંગની વ્યવસ્થા આ યુવા કરતા હોય છે,તે સિવાય દર મહિને અડઘા કરોડની નિશ્ચિત એમાઉન્ટ પણ સેવા રુપે અધિકારીને પ્રસાદ પહોચાડે છે, બદલામાં આ અધિકારી આ યુવા નેતાને કાયદાકીય ગુંચથી બચાવતા હોય છે, તેમને માર્ગ દર્શન આપે છે અને રસ્તા પણ બતાવે છે,, જ્યાં જરુર હોય ત્યાં પોતાના અધિકારનો ઉપયોગ કરીને આ નેતાને મદદ કરે છે
ઉલ્લેખનિય છે કે આ યુવા નેતા ઉપર એક યુવતીએ બળાત્કારનો આરોપ પણ લગાવ્યો છે, અને વૈભવી ગાડીઓ અને હેલિકોપ્ટર સાથે ફોટા પડાવવાના શોખિન આ નેતા હાલ આ અધિકરીની મદદથી કાયદાના ચુંગાલથી બેરોટકોટક ફરી રહ્યા છે, અને પોતાના રાજકીય પાર્ટીનો ઉપયોગ હવાલા કાંડ માટે કરી રહ્યા છે ,ગુજરાતમાં આ રાજકીય પાર્ટીનો કોઇ વજુદ નથી, માત્ર ને માત્ર કાળા નાણાં ને ધોળા કરવાનો તેમનો મુખ્ય વ્યવસાય છે,
એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા