અગ્નીપથ યોજનામાં મુુસ્લિમ યુવકોને જોડાવવાની કોણ કરી રહ્યુ છે અપીલ !
હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !
એક તરફ દેશના અનેક રાજ્યોમાં મોદી સરકારના અગ્નિપથ યોજનાનો હિંસક વિરોધ થઇ રહ્યો છે,તોફાનો શરુ થઇ ગયા છે, તો અમદાવાદના કેટલાક મુસ્લિમ વોટ્સએપ ગ્રુપમા
અગ્નીપથ યોજનાના વખાણ કરીને મુસ્લિમ યુવકો ચાર વરસ માટે સેનામાં જોડાય તેવા સંદેશાઓ વહેતા કરવામાં આવી રહ્યા છે, મહત્વની વાત એ છે કે આવા હિન્દીમાં લખેલા
મેસેજ ફોરવોર્ડ પણ ખુબ કરાઇ રહ્યા છે,
રાષ્ટ્રપતિની ચૂંટણી-ઉમેદવારીથી નિમણૂક સુધીની પ્રક્રિયાને જાણો
કેન્દ્ર સરકારે સેનામાં જોડાઇને યુવાનો દેશ સેવા કરી શકે તે માટે અગ્નીપથ યોજના અમલમાં મુકી છે, જેમાં જોડાનાર યુવકોને અગ્નિવીરની ઉપાધી અપાશે, તેઓ ચાર વરસ માટે જોડાશે,તેમને નિશ્ચિત સમય માટે બાધેલો પગાર અપાશે,,
તેમને સેનાની તમામ સુવિધા અપાશે જે સમાન્ય સૈનિક અપાય છે, પણ તેમને ન તો પેન્શન અપાશે, ન તો ગ્રેજ્યુઇટી, ઉલ્ટી ચાર વરસમા તેમને રિટાયર્ડ કરી દેવાશે, જેનો ઉત્તર ભારતમાં યુવાનો ભારે વિરોધ કરી રહ્યા છે,
કેન્દ્ર સરકારે આ યોજના હેઠળની ભ્રમણાઓ દુર કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે, પણ જે રીતે તોફાનો ફાટી નિકળ્યા છે,,તેને કાબુ કરવો બિહાર યુપી જેવા રાજ્યો માટે મુશ્કેલ સાબિત થઇ રહ્યુ છે
તેવામાં હવે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના વિવિધ વોટ્સએપ ગ્રુપોમાં મુસ્લિમ યુવાનોને ઉદ્દેશીને ખાસ મેસેજ ફરજો થયો છે,,
જેમાં લખાલેયુ છે કે
ए मेरे मुस्लिम भाइयों आर्मी का हिस्सा बनो ठुकराओ मत मज़बूत और सुरक्षित बनो
पहला साल- 21,000×12= 2,52,000
दूसरा साल- 23,100×12= 2,77,200
तीसरा साल- 25,580×12= 3,06,960
चौथा साल- 28,000×12= 3,36,000
कुल मिला कर 11 लाख 72 हज़ार 160 रुपए, चार सालों में मिलेंगे उसके बाद, रिटायरमेंट पर 11 लाख 71 हज़ार।
बाबू, जॉब आर्मी की है, रहना खाना, इलाज वगैरह सब फ़्री है, मतलब जो उम्र नुक्कड़ों पर चाय सिगरेट में निकल जाती है, उन 4 सालों में 23 लाख 43 हज़ार 160 रुपये कमाने का सुनहरा अवसर है।
आप 17 से 23 साल की उम्र के लड़के अग्निपथ योजना के तहत भारतीय सेना को जॉइन ज़रूर कीजिए। समझिए मोदी जी सरकारी पैसों से 4 साल आपको आर्मी की ट्रेनिंग देंगे, साथ मे इतने सारे पैसे भी, जॉब वैसे भी नहीं है, बारवीं या गरेड्यूशन करने के बाद सीधे अग्निपथ के रास्ते पर चले जाइए, यही आपका भविष्य है और हमारा भी।
उसके बाद 24-25 की उम्र में रिटायरमेंट के बाद, इन पैसों से कोई बिजनेस शुरू कर लीजिएगा, या नहीं तो इंडियन आर्मी की ट्रेनिंग के साथ गल्फ़ तो है ही, आर्मी का अनुशासन आपके बहुत काम आएगा। लाइफ जैसी अभी चल रही है, उससे बेहतर तय है। तो आप अग्निपथ योजना के विरोध का हिस्सा मत बनिए बल्कि ये समझिए कि, आप के लिए बल्क में, आर्मी तक नहीं पहुँचने का जो आरक्षण था अब वो ख़त्म हो चुका है।
अपना मुस्तक़बिल सुरक्षित कीजिए और सोचिए 24 के उम्र में 0 से आर्मी ट्रेनिंग के साथ कुल मिला कर 11 लाख रूपये सैलरी के रूप में मिलने वाला पूरा पैसा अगर आप ख़त्म भी कर देते हैं तो रिटायरमेंट के वक़्त मिलने वाला 11 लाख 71 हज़ार रुपिया कम नहीं है।।
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
આમ આ મેસેજ અનેક ગ્રુપોમાં ફોરવર્ડ કરવામા આવી રહ્યા છે, મહત્વની વાત એ છે સમાન્ય રીતે વડા પ્રધાન નરેન્દ્રમોદીની યોજનાઓને મુસ્લિમ વિરોધી ગણવામા આવે છે, પણ આ મેસેજમાં વડા પ્રધાનની આ યોજનાના ભરપેટ વખાણ કરવામાં આવ્યા છે સાથે યુુવાનોને ખોટા રસ્તે જવા, રખડવામાં ટાઇમ પસાર કરવાના બદલે અગ્નિવીર તરીકે જોડાવાની સલાહ આપવામા આવી છે, સાથે આ યોજનામાં જોડાઇને પોતાનુ ભવિષ્યને સુરક્ષિત કરો,, સાથે આ યોજનાના વિરોધનો હિસ્સો ના બનો તેવી
અપિલ પણ કરાઇ છે, આ મેસેજ વિવિધ ગ્રુપોમાં ફોરવર્ડ કરાઇ રહ્યાછે, ફોરવર્ડ કરનારાઓને પુછીએ તો તેઓ કહે છે કે તમને બીજેથી આવેલુ છે, પણ જે રીતે આ યોજનામાં મુસ્લિમ યુવકોને જોડાવાની સલાહ આપવામા આવી છે, તે જરરુથી
ભારત સરકાર એટલે કે મોદી સરકાર માટે રાહતના સમાચાર છે,