દલિત અસ્મિતા સમ્મેલનથી કોને લાગ્યો ડર !
દેત્રોજમાં દલિતો ઉપર થયેલા હુમલાના વિરોધમાં 19મીએ દલિત અસ્મિતા સમ્મેલન યોજવાની જાહેરાત કેટલીક દલિત સંસ્થાઓએ કરી છે,તો બીજી બાજુ ભારતિય જનતા પાર્ટીએ
આ કાર્યક્રમ ન યોજાય તેના માટે મહેનત શરુ કરી છે, સુત્રોની માનીએ તો જે જે રીતે રાજ્યમાં દલિતો ઉપર અત્યારના ઘટનાઓ બની રહ્યા છે,તેનાથી દલિત સમાજ સત્તાપક્ષથી નારાજ છે
ત્યારે આ નારાજગી દુર કરવા માટે હાલ ભાજપ એડિચોટીનુ જોર લગાવી રહ્યુ છે,
ભાજપના કયા નેતાએ કહ્યુ હથિયાર લાવો,તારુ ઘર શોધીને તને જાનથી મારી નાખીશ !
વરધોડા અત્યાચાર લડત સમિતીએ 19 જુને અમદાવાદ જિલ્લાના ડાંગરવામાં દલિત અસ્મિતા મહા સમ્મેલનનુ આયોજન કર્યુ છે, જેમાં ભરત પરમાર,શાંતા બેન શેનમા, કિરીટ ભાઇ રાઠોડ, જગદીશ ભાઇ પરમાર
કનુભાઇ સુમેસરા,જેવા અનુસુચિત જાતીના ગુજરાતના આગેવાનો ઉપસ્થિત રહેશે, આ સમ્મેલન દરમિયાન ત્રણ ઠરાવ પસાર કરવામાં આવશે,
ગુજરાતના મુખ્યમંત્રી દલિતો ઉપરના અત્યાચાર રોકવા માટે એક મહિનાની અંદર માસ્ટર પ્લાન જાહેર કરે,રાજ્ય સરકાર આ પ્લાન જાહેર કરવામા નિષ્ફળ નિવડશે તો ગુજરાતમાં
આભડછેટ અશ્વમેધ યાત્રાનુ આયોજન કરવામા આવશે.ઘોડા ઉપર વિરાજમાન દલિત બાળકોની આ યાત્રા રાજ્યના એવા તમામ ગામોમાં જશે જે ગામોમાં દલિતો ઉપર અત્યાર થયા છે, એ જોવા માટે ડોક્ટર ભીમરાવ આમ્બેડર રચિત ભારતના બંધારણ અને એમાં નાગરિકોને આપેલ સમાનતાના અધિકારોને કોણ પડકારે છે
જે પણ જગ્યાએ પાટોત્સવ હોય, સમુહભોજન ,, જ્યાં દલિતો માટે ભેદ ભાવ જનક વ્યવસ્થા હશે ત્યાં તેનો બહિષ્કાર કરાશે,
દલિતો ઉપર આવા અત્યાચાર કરનાર લોકોને ગુજરાત સરકાર અતિ પછાત જાહેર કરે,,અને તેમના માટે આર્થિક, શૈક્ષણિક, માનસિક વિકાસ માટેની ખાસ યોજના બનાવે છે
દીકરી ના આત્મહત્યા કેસ માં બીજેપી ના નેતા સહીત ટ્રસ્ટીઓ ની તપાસ કરો ઈસુદાન ગઢવી
વરધોડા અત્યાચાર લડત સમિતીના સમ્મેલનની જાહેરાત બાદ ગુજરાત ભાજપ અનુસુચિત જાતિ મોર્ચના હોદ્દેદારો સમાજીક સમરસતા મંચ અને સંધના પ્રચારક પણ ડાંગરવા મુકાવે ડેમેજ કંટ્રોલ માટે પહોચ્યા હતા,
જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી(એસસી) વિક્રમ ચૌહાણ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર,ધિરજ રાઠોડ, સામાજીક સમરસતા મંચના સંયોજક વિજય ઝાલા, સમાજીક સમરસતા મંચ ગતિવિધીના પ્રાંત પ્રચારક યોગેશ પારેખ સહિતના આગેવાનો ડાંગરવા પહોચ્યા હતા,,અને ગામમાં શાંતિ મય વાતારવણ બને જાતિ જાતિ વચ્ચેનો સંધર્ષ ઘટે તે માટે અલગ અલગ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી, ચર્ચા વિમર્શ કર્યા હતા, અને ગામમાં ભવિષ્યમા આ પ્રકારની ઘટનાઓ ન બને
તે માટે જવાબદાર લોકો સામે પગલા લેવા બાબતે રાજ્ય સરકારમાં પણ રજુઆત કરાશે તેવી ખાતરી આપી હતી,
હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !
આગામી સમયમાં રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રોહિત સમાજને રાજકીય રીતે થઇ રહેલા અન્યાયને લઇને ગાંધીનગરમાં મહાસમ્મેલન યોજવામાં આવશે, અત્યારે ભાજપમાં મનિષા વકીલ,આત્મારામ પરમાર, અને કરસન સોલંકી
જ્યારે જીગ્નેશ મેવાણી અપક્ષ ધારાસભ્ય છે,આગામી વિધાનસભાની ચૂંટણીમાં રોહિત સમાજને વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે મહાસમ્મેલન યોજી શક્તિ પ્રદર્શન કરાશે,, અત્યારે 13માંથી 4 ધારાસભ્યો રોહિત સમાજના છે,
સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે સફળ થવું તે માટે ચિલ્ડ્રન યુનિવર્સીટી આપશે માર્ગદર્શન
રેશ્મા પટેલે હવે ભરત સિહ સોલંકી અને અમિત ચાવડા માટે શુ કહ્યુ !