ગાંધીનગર
ભાજપ ના રાજમાં કોણે ગુજરાત ના બેરોજગાર યુવાનો કર્યું અપમાન ?
ભાજપ ના રાજમાં કોણે ગુજરાત ના બેરોજગાર યુવાનો કર્યું અપમાન ?
રાજય સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ યુવક વિકાસ બોર્ડ માં ચેરમેન તરીકે કૌશલ દવે ની નિમણુંક કરાઈ છે.જયારે 33 જિલ્લા માં 15 કોર્ડીનેટર ની નિમણુંક કરી દેવામાં આવી છે જેનો કોંગ્રેસ ના ધારાસભ્ય ઋત્વિક મકવાણા એ વિરોધ કર્યો છે આ રાજ્યના બેરોજગાર યુવાનો નું અપમાન છે..માત્ર ને માત્ર ભાજપ ના જ કાર્યકરો ને નિમણુંક આપવી તે ગુજરાત ના યુવાધન માટે અન્યાય સમાન છે ત્યારે આની રાજય સરકાર દ્વારા તાકીદે તપાસ કરી ને તમામ નિમણુંકો રદ કરવામાં આવે આ બાબતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખ્યો છે..
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ સરકારે યુવાનો ને આર્કષવા માટે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ માં તાલુકા જિલ્લા કક્ષા એ કોર્ડીનેટર ની નિમણુંક કરી દેવામાં આવી છે સૂત્રો ની વાત માનીએ તો ભાજપ ના કાર્યકરો માં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે.અરવલ્લી જિલ્લા ભાજપ ના પ્રમુખ રાજેન્દ્ર પટેલ ની કથિત ઓડિયો કલીપ વાયરલ થયા બાદ કોંગ્રેસ ના એમ એલ એ ઋત્વિક મકવાણા એ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખી ને રજુઆત કરી છે કે રાજય સરકાર દ્વારા ભાજપ ના કાર્યકર્તાઓ ની સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ની કરાયેલી નિમણુંકો સંપૂર્ણ ગેરકાયદેસર છે જે કોઈપણ રીતે યોગ્ય નથી આંગણવાડી કાર્યકર્તાઓ ,આશા વર્કર અને મધ્યાહન ભોજન ના કર્મચારીઓને પગાર ભથ્થામાં વધારો કરવાને બદલે રાજય સરકારે કોઈપણ જાત ની જાહેરાત આપ્યા વગર લાયકાત વગર ના કાર્યકરો ની સીધેસીધી ભરતી કરી દીધી છે ત્યારે આની રાજય સરકાર દ્વારા તપાસ કરવમાં આવે..અને સરકારે કરેલ નિમણુંકો રદ કરવામાં આવે