ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવામાં સૌરાષ્ટ્રમાં ભાજપને થશે મોટો ફાયદો !
આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે કોગ્રેસના નેતા ઇન્દ્રનિલરાજ્યગુરુ પોતાના અન્ય બે સહયોગિયો સાથે જોડાઇ ગયા,,
ત્યારે રાજનિતિક નિષ્ણાંતો તેનો અનેક મતલબ કાઢી રહ્યા છે,ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવાથી
કોંગ્રેસને મોટુ નુકશાન થશે, પણ તેની સામે આમ આદમી પાર્ટીને રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે નવી નેતાગિરી મળશે
નિષ્ણાંતો માને છે કે રાજકોટની કમ સે કમ ચાર સીટો ઉપર કોગ્રેસના બદલે હવે આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધશે
https://twitter.com/isudan_gadhvi/status/1514542092248256517?s=20&t=NBDVCX4SkBSEFVEg6BPzUA
ઇન્દ્રનિલ રાજ્યગુરુ, વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇ જેવા નેતાઓએ કોગ્રેસનો હાથ છોડીને આપનો ઝાડુ પકડી લીધો છે,
પહેલા તેઓ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીમાં મુલાકાત કરી,, પછી તેઓ અમદાવાદ આવીને
આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઇ ગયા,
इंद्रनिल राजगुरु जी एवं वसरामभाई सागठिया जी का मैं आम आदमी पार्टी में स्वागत करता हूँ। हम सबको मिलकर गुजरात के लोगों की हर उम्मीद को पूरा करना है। pic.twitter.com/JX8TNTfEjF
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 14, 2022
આપમાં ઇન્દ્રનિલ રાજ્યગુરુનો જોડાવવાનો મતલબ શુ છે
રાજકોટના સ્થાનિક રાજકીય પંડીતો કહે છે કે ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જોડાવાથી કોંગ્રેસને રાજકોટના શહેરી વિસ્તારમાં
નુકશાન થશે,, અને આપને ફાયદો થશે, પણ ભાજપને કોઇ મોટુ નુકશાન નહી થાય,,રાજકોટ શહેરની ચાર સીટ
-રાજકોટ પૂર્વ ,
-રાજકોટ પશ્ચિમ
-રાજકોટ દક્ષિણ
-રાજકોટ ગ્રામીણ એસસી
અત્યારે ભાજપ પાસે છે,, ત્યારે આ ચાર સીટ ઉપર ઓછા વત્તા પ્રમાણમાં ઇન્દ્રનિલ રાજ્યગુરુની અસર જોવા મળે છે, રાજકીય વ્યક્તિત્વની સાથે
સાથે બ્રહ્મ સમાજમાં પ્રભુત્વ ધરાવે છે,
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
ઇન્દ્રનિલ રાજ્યગુરુને વારસમાં મળી છે રાજનિતી !
ઇન્દ્રનિલ રાજ્યગુરુને વારસામાં રાજનિતી મળી છે, તેમના પિતા સંજય રાજ્યગુરુ રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ રહી ચુક્યા છે
2017માં તેઓ તત્કાલિન સીએમ વિજય રુપાણી સામે ઇલેક્શન લડી ચુક્યા છે, હવે વિજય રુપાણી સામે તેઓ હારી ચુક્યા છે
તેમની ચર્ચા એટલા માટે પણ થઇ હતી કે તેઓએ પોતાની સંપત્તિ 141 કરોડની સંપત્તિ હોવાનું ચૂંટણીમાં ઉમેદવાર તરીકે
સોંગંધનામામાં જાહેર કર્યુ હતું,
કોંગ્રેસને કોઇ ફેર નહી પડે-કોગ્રેસ નેતા
કોંગ્રેસના સિનિયર નેતાઓએ જણાવ્યુ છે કે ઇન્દ્રનિલ રાજ્યગુરુના જવાથી પક્ષને કોઇ ફેર નહી પડે, જ્યારથી તેઓ ચૂંટણી હારી
ગયા છે ત્યારથી તેઓ નિષ્ક્રિય થઇ ગયા હતા, તેઓ કોઇ કાર્યક્રમમાં પણ હાજરી પણ આપતા નહતા, તેમની સાથે તેમના
ટેકેદારો પણ ગયા નથી ,, જે લોકો કોંગ્રેસની વિચારધારામાં માને છે તેઓ પક્ષની સાથે છે,
ભાજપ વધુ મજબતુ થશે, ભાજપ
જ્યારે આ મુદ્દે ભાજપના નેતાઓ માને છે કે ઇન્દ્રનિલ રાજ્યગુરુના આપમાં જવાથી કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં મોટુ નુકશાન થશે
અને હવે સૌરાષ્ટ્રમાં ત્રિપાંખીયો જંગ થશે તો ભાજપને મોટો ફાયદો થશે જેમ ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીમાં
આપની એન્ટ્રી થતા ભાજપને પ્રથમ બહુમતિ સાથે સત્તા મળી હતી,,
વડોદરાના દસ હજાર બાળકો તંત્રના પાપે ભુખ્યા રહે છે- કોગ્રેસનો આરોપ
આપમાં જોડાયા પછી રાજ્યગુરુએ કેજરીવાલ માટે શુ કહ્યુ
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. એવું દિલ્હી અને પંજાબમાં જીત મેળવી પુરવાર કર્યું છે. પંજાબમાં જીત બાદ ગણતરીના દિવસોમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો એક મેસેજ કરો એવું અભિયાન શરૂ કર્યું છે, જે ગુજરાતમાં દેખાતું નથી. હું એવું માનું છું કે અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં, AAP માટે લડે છે. આમ આદમીનો પક્ષ અને સરકાર બને એનાથી પ્રભાવિત થયો હતો.
ઇન્દ્રનિલ રાજ્યગુરુએ કહ્યુ કે જાહેર જીવન હંમેશાં લોકો માટે રહ્યું હતું. હું કોંગ્રેસમાં હતો, ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દૃષ્ટિએ લાંછન છે. હંમેશાં લોકો માટે મારે મારો સમય આપવો છે. લોકો માટે સમય આપવો હોય તો ભાજપ કરતાં કોંગ્રેસ સારો પક્ષ છે અને આજે આમ આદમી પાર્ટી સારી લાગે છે, એટલે AAPમાં જોડાયો છું. આગામી દિવસો આમ આદમી પાર્ટીના છે. પ્રાઇવેટ હોસ્પિટલને ડોકટરો મળે તો સરકારી હોસ્પિટલમાં ડોકટરો કેમ ન મળે. આજે હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને કહું છું કે જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય તથા નીડર ઊભા રહેવાનો માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ AAPમાં જોડાય એવું ઈચ્છું છું.
ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !
નરેશ પટેલ સમજુ છે- ઇન્દ્રનિલ
ભાજપ ગુજરાતને ગમતું નથી. કોંગ્રેસ દમ દેખાડતું નથી. આપ સૌને ગમે છે. મને વિચાર આવ્યો એટલે હું જોડાયો છું. આજકાલ રાજકીય સ્થિતિ છે કે સોદા થયા એવું કહેવાય છે. હું સોદાનો માણસ નથી. ત્યાં મારી પ્રતિષ્ઠા નહોતી એવું નહોતું. અગત્યની વાત એ છે કે ભાજપની સરકાર ન જોઈએ, એ કોંગ્રેસમાં છે નહીં એટલે AAPમાં જોડાયા છીએ. હું પાર્ટી જે નક્કી કરે એમ ચૂંટણી લડીશ. હું લડવા કરતાં પાર્ટીને ઉપયોગી થાઉં, પરંતુ અગત્યતા ચૂંટણી લડવાની નહીં. કોંગ્રેસમાં મારો વ્યક્તિગત વાંધો ન હતો. કોંગ્રેસમાં આયોજનની ક્ષમતા છે. નરેશ પટેલ મારા મિત્ર છે. કોંગ્રેસમાં જોડાવાના છે એ મને ખબર નથી. નરેશ પટેલ હોય ત્યાં મારું કદ વધે, પણ ઘટે નહિ. કોઈપણ સમાજની સારું ઈચ્છતી વ્યક્તિ જોડાતી હોય અને તેમને લાગે તો જોડાય જાય.
ગુજરાત રાજ્ય સયુક્ત કર્મચારી મોર્ચો હવે સરકારને માંગણીઓને લઇને ઘેરશે
આમ આદમીની સત્તાને વાર નથી- રાજ્યગુરુ
આજે હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય અને નીડર ઊભા રહેવાનો માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ આમ આદમીમાં જોડાય એવું ઈચ્છું છું. બહુ વાર લાગશે એવું માનનારા લોકોને કહેવા માગીશ કે આમ આદમીની સત્તાને વાર નથી. સરકાર 2022માં AAPની બનશે. સૌના સહિયારા પ્રયાસથી થોડા જોરના ઝટકા મારવાના છે. ભ્રષ્ટાચારનો ભરડો લઈ ચૂકેલા ભાજપને 2022માં જ દૂર કરીએ એવી ગુજરાતની જનતાને મારી અપીલ છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આજે આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર છે. આજે અરવિંદ કેજરીવાલના નેતૃત્વથી પ્રભાવિત થઈ કોંગ્રેસના ત્રણ નેતા AAPમાં જોડાઈ રહ્યા છે. કાલે કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને કોમલબેન AAPમાં જોડાયાં છે. જેને કામ કરવું હોય, લોકસેવા કરવી હોય તેમના માટે માત્ર AAP વિકલ્પ છે.