અમદાવાદ
ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !
ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !
રેશ્મા પટેલે હવે ભરત સિહ સોલંકી અને અમિત ચાવડા માટે શુ કહ્યુ !
ગુજરાત વિધાનસભાની ચૂટણીના આડે હવે છ મહિના જ બાકી છે, ત્યારે ભાજપે રાજ્યની તમામ વિધાનસભા બેઠકો જીતવા માટે ચુનંદા સેનાપતિઓને મૈદાનમા ઉતાર્યા છે, રાજ્યના ઉત્તર ઝોનના જિલ્લાઓ માટે
59 જેટલા મહારથીઓને બેઠક જીતાડવાની જવાબદારી સોપી છે, આ મહારથીઓને વિવિધ બેઠકો માટેના પ્રભારી તરીકેની જવાબદારી સોપાઈ છે, ત્યારે ચર્ચા છે કે જે સેનાપતિઓ હવે પોતે ચૂંટણીમાં જંગ લડવાની
તૈયાર જોર શોરથી કરી રહ્યા હતા ભાજપે તેમની તૈયારી ઉપર પાણી ફેરવી દીધુ છે ,,કારણ કે આ સેનાપતિઓને હવે બીજાને જીતાડવાની જવાબદારી સોપી દેવાઇ છે,જેની વિધિવત જાહેરાત કરી દેવાઇ છે,,
હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !
ભારતિય જનતા પાર્ટીએ ગુજરાતના ઉત્તર ઝોન એટલે મહેસાણા, બનાસકાંઠાં,સાબરકાંઠા અમદાવાદ કચ્છ, પાટણ ગાંધીનગર અને અરવલ્લીની 59 વિધાનસભા બેઠકો ઉપર જીત સુનિશ્ચિત કરવા માટે પ્રભારીઓના નામની
જાહેરાત કરી દેવાઇ છે, આ પ્રભારીઓના નામોની વાત કરીએ તો અનેક એવા નેતાઓ છે જેઓ વિધાનસભા લડવાની તૈયારીઓ કરી રહ્યા હતા, ટિકીટો માટે લોંબીંગ પણ શરુ કર્યુ હતુ, વિસ્તારમાં જન સંપર્ક શરુ કર્યો હતો,
સાથે સમાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ છુટા હાથે લોકોને ભરપુર મદદ કરી રહ્યા હતા,
અગ્નીપથ યોજનામાં મુુસ્લિમ યુવકોને જોડાવવાની કોણ કરી રહ્યુ છે અપીલ !
પ્રભારી એટલે નાનો ચાણક્ય !
આ પ્રભારીઓની વાત કરીએ તો, પ્રદેશ અને બેઠક વચ્ચે સેતુ સમાન કામ કરશે, માઇનસ બુથોને પ્લસ કરવાની રણનીતિ બનાવશે, પ્રચારથી માંડી જનસપર્કના રુટો ગોઠવાશે,, પ્રભારીના માર્ગ દર્શન મુજબ જીત માટે રણનીતિ કરાશે,,
પ્રભારી એટલે જે તે બેઠક માટેનો નાનો ચાણક્ય, જેના આખ અને કાન થી પ્રદેશ નેતાગિરી જોસે અને સાભળશે, જરુર પ્રમાણે રણનિતી બનાવશે,
આ સેનાપતિઓના નામોની વાત કરીએ તો
માંડવી વિધાનસભા બેઠક માટે પુર્વ ધારાસભ્ય વસંત ભાઇ પુરોહિતને જવાબદારી સોપાઇ છે, જેઓ ધાનેરા વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે
સંજય દેસાઇને ભુજ બેઠકની જવાબદારી સોપાઇ,,તેઓ ડીસા અને ધાનેરા વિધાનસભા માટે દાવેદાર મનાય છે,
મગન ભાઇ માળી અંજાર બેઠકની જવાબદારી સોપાઇ છે તેઓ ડીસા બેઠક માટે દાવેદાર મનાય છે
આશિષ દવેને વાવ વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ,, તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે
થરાદ વિધાનસભા બેઠકની જવાબદારી પુર્વ ધારાસભ્ય પંકજ મહેતાને જવાબદારી સોપાઇ છે, તેઓ કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે
રાજુલ દેસાઇને પાલનપુર વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ ડીસા બેઠક માટે દાવેદાર મનાય છે
મહેન્દ્ર સિહ રાણાને કાકંરેજ વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ ગાંધીનગર ઉત્તર માટે દાવેદાર મનાય છે
હરેશ ચૌધરીને ચાણસ્મા વિધાનસભાની જવાબદારી સોપાઇ છે, તેઓ પાલનપુર વિધાનસભા બેઠક દાવેદાર મનાય છે
રમેશ દેસાઇ વિસનગર વિધાનસભાની બેઠકની જવાબદારી સોપાઇ છે તેઓ અમરાઇવાડી વિધાનસભા માટે દાવેદાર મનાય છે
મહેસાણાની જવાબદારી સ્નેહલ પેટલને સોપાઇ છે ,તેઓ પાટણ બેઠક માટે દાવેદાર માનવામાં આવે છે
હિતેન્દ્ર પટેલને વિજાપુર બેઠકની જવાબદારી સોપાઇ છે તેઓ ગાંધીનગર દક્ષિણ માટે દાવેદાર મનાય છે
કલોલ વિધાનસભા બેઠકની યુવા નેતા રુત્વીજ પેટલને જવાબદારી સોપાઇ છે, તેઓ વિરમગામ અને ઘાટલોડિયા બેઠક પર દાવેદાર મનાય છે
વિરમગામ વિધાનસભા બેઠકની પ્રિતેશ મહેતાને જવાબદારી સોપાઇ છે,,તેઓ એલિસબ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે,
ઘાટલોડિયા વિધાનસભા બેઠકની ડો અનિલ પટેલને જવાબદારી સોપાઇ છે, તેઓ ઘાટલોડિયા ઉપરાંત નારાણપુરા,દરિયાપુર, એલિસ બ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદાર માનવામા આવે છે
વેજલપુર વિધાનસભા બેઠક માટે પુર્વ ડેપ્યુટી મેયર બિપિન સિક્કાને જવાબદારી સોપાઇ છે, તેઓ નરોડા વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે
વટવા વિધાનસભા બેઠકની જવાબદારી દિનેશ મકવાણાને સોપાઇ છે, તેઓ અસારવા અને દાણીલિમડા બેઠક માટે દાવેદાર મનાય છે,
મધુબને પટેલને એલિસ બ્રિજ બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ નિકોલ બેઠક માટે દાવેદાર મનાય છે
કમલેશ પટેલને નિકોલ વિધાનસભાની જવાબદારી સોપાઇ છે, તેઓ અમરાઇવાડી અને મણિનગર વિધાનસભા માટે દાવેદાર મનાય છે
કૃષ્ણવદન બ્રહ્મભટ્ટને નરોડા વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ દરિયાપુર શાહપુર બેઠક માટે દાવેદાર મનાય છે
ઠક્કરનગરની જવાબદારી નયન બ્રહ્મભટ્ટને સોપાઇ છે, તેઓ મણિનગર અને અમરાઇવાડી માટે દાવેદાર મનાય છે
બાપુનગરની જવાબદારી ડો વિષ્ણુપટેલને સોપાઇ છે,,તેઓ અમરાઇવાડી વિધાનસભા માટે દાવેદાર મનાય છે
જમાલપુર ખાડીયાની જવાબદારી પ્રવિણ પંડ્યાને સોપાઇ છે તેઓ કડી વિધાનસભા માટે દાવેદાર મનાય છે
એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલને મણિનગર વિધાનસભાની જવાબદારી સોપાઇ છે, તેઓ નરોડા બેઠક માટે દાવેદાર મનાય છે
પુર્વ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પ્રવિણપટેલને દાણિલિમડાની જવાબદારી સોપાઇ છે, તેઓ માણસા, અમરાઇવાડી અને દરિયાપુર વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે,
બિપિન પેટલને સાબરમતીની જવાબદારી સોપાઇ છે તેઓ ઠક્કર નગર અને માણસા વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે,
ગાંધીનગરના પુર્વ ડેપ્યુટી મેયર નાઝા ભાઇ ઘાંઘરને ધોળકાની જવાબદારી સોપાઇ છે,,તેઓ ગાંધીનગર દક્ષિણ માટે દાવેદાર મનાય છે,
મહત્વની વાત એ છે કે ભાજપમાં જવાબદારીનુ વિશેષ મહત્વ રહ્યુ છે, અને ભાજપનો કાર્યકર્તા પોતાને મળેલ જવાબદારી તન મન ધન થી નિભાવતો રહ્યો છે, ભાજપનો કાર્યકર્તા પાર્ટી ફર્સ્ટમા માને છે,
વ્યક્તિગત હિત કરતા પાર્ટી અને સમાજનો હિત સર્વોપરિ માને છે,
અહી ગુજરાત ભાજપે ચૂંટણીના આટા પાટા જાણકાર કાર્યકર્તાઓ સાથે ઘરોબો ધરાવનાર બાજી પલટી નાખનાર, કાર્યકર્તાઓની નશ પારખનારા, કાર્યકર્તાઓની નારાજગી દુર કરનારા, ડેમેજ કંટ્રોલર,,આવા
ચૂનંદા સૈનિકોને વિધાનસભા બેઠકોની પ્રભારી જવાબદારી સોપાઇ છે, ત્યારે ભાજપનો કાર્યકર્તા પોતાનો વ્યક્તિગત સ્વપ્ન બાજુમા રાખી પાર્ટીને જીતાડવા મહેનત કરશે,ત્યારે નોધનિય છે કે જ્યારે તેમને
પ્રભારી તરીકે મોટી જવાબદારી મળી હોય ત્યારે તેમને ટિકીટ મળશે કે કેમ તે એક મોટો યક્ષ પ્રશ્ન છે, મતલબ સાફ કે આ નેતાઓ પોતાના માટે મૈદાનમાં ઉતરે તે પહેલા જ મૈદાનમાંથી આઉટ થઇ ગયા છે,
સુત્રોની માનીએ તો આ પ્રભારી નિમવામાં પણ કેટલાક નેતાઓએ લાગવગ લગાવી છે, એટલે પોતાના વિસ્તારમાં આ પ્રભારીઓ પહોચી જે તે નેતા વિશે માહોલ ઉભો કરીને ટિકીટ માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરી શકે
અને વિરોધીઓને ઠેકાણે પાડવાનુ કામ કરે,,