અમદાવાદ

દાણીલિમડા બેઠક જીતવા ચંદ્રકાંત પાટીલને કોણે આપી સલાહ-પત્ર થયુ વાયરલ

Published

on

દાણીલિમડા બેઠક જીતવા ચંદ્રકાંત પાટીલને કોણે આપી સલાહ-પત્ર થયુ વાયરલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ સામાજીક સંગઠનો સક્રીય થઇ ગયા છે, પોતાની જાતીને પોતાના સમાજને વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ પ્રતિનધિત્વ મળે તે માટે ખાસ અભિયાન પણ શરુ કરી દેવાયા છે, જ્ઞાતિવાઇસ સમ્મેલનનોની પણ શરુઆત થઇ ગઇ છે, સાથે સાથે પત્રિકા યુધ્ધ પણ શરુ થયુ છે, અમદાવાદમાં ભાજપના આગેવાનોને દાણી લિમડા સીટ જીતવા માટે કયા કાર્યકર્તાઓ અને આગેવાનોને જવાબદારી સોપવી જોઇએ તેને લઇને પત્રિકાઓ ફરતી થઇ છે.ગુજરાતમાં વસ્તી દૃષ્ટિએ સાત ટકા એસસી છે, જેમાં વણકર અને રોહિત સમાજની મહત્તમ વસ્તી જોવા મળે છે, ત્યારે બન્ને સમાજ વચ્ચે તેમના સમાજના વધુના વધુ આગેવાનોને મહત્તમ પ્રતિનિધિત્વ મળે તે માટે પત્રિકા યુધ્ધ શરુ થયુ છે,

ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે

મહાદેવ ભક્ત પીએમ નરેન્દ્રમોદીને અનોખી સોનાની રાખડી મોકલતા મુસ્લિમ બહેનો

ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલને ઉદ્દેશીને એક શુભચિન્તકના નામે પત્ર મોકલાયો છે, જે વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ પણે ઉલ્લખ કરાયો છે રોહિત સમાજ સાથે ભાજપમાં અન્યાય થાય છે, પુરતુ પ્રતિનિધિત્વ મળતુ નથી, મહત્વના તમામ પદો વણકર સમાજના ફાળે જાય છે, આ પત્ર માં એવુ પણ ઉલ્લેખ કરાયો છે  કે અમદાવાદમાં દાણીલિમડા વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે છે, વર્ષ 2012 અને 2017 એમ બે વખત કોંગ્રેસના ધારાસભ્ય આ બેઠક પરથી ચૂંટાઇને આવ્યા છે, ત્યારે કોંગ્રેસનું ગઢ બની ગયેલ દાણી લિમડા બેઠક ભાજપ માટે જીતવાનો મોટો પડકાર છે, ત્યારે આ બેઠક કબ્જે કરવા માટે ભાજપમાં રહેલા એસસી કોમ્યુનિટીના વણકર સમાજના નેતાઓને ખાસ જવાબદારી સોપવી જોઇએ,, જેથી આ બેઠક જીતવામાં સરળતા રહે,

Advertisement

કડી વિધાનસભા બેઠક પર કોને મળશે ચાન્સ ?

સુત્રોની વાત સાચી માનીએ તો ભાજપમાં ચર્ચા છે કે આ બેઠક જીતવી હોય તો સમગ્ર ગુજરાતના એસસી કોમ્યુનિટીમાં આદરભર્યુ આસ્થાનુ ધરાવતા ઝાઝરકાં મંદિરના મહંત અને પુર્વ સાસંદ શંભુનાથજી ટુંડિયાને દાણીલિમડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવી જોઇએ,આ સિવાય પુર્વ મંત્રી રમણલાલ વોરા જે સમગ્ર એસસી કોમ્યુનિટીમાં સર્વમાન્ય નેતા છે, તેમના માટે પણ વિચાર કરી શકાય,, આ ઉપરાંત તમામ સમાજમાં અને ગુજરાતી ફિલ્મમાં લોકપ્રિય કલાકાર અને ગુજરાતની જનતાના હૃદયમાં રાજકરનાર હિતુ ભાઇ કનોડિયા અંગે વિચાર કરી શકાય,, આ ત્રણ નેતાઓમાં તાકાત છે કે ચંદ્રકાંત પાટીલના સ્વપ્નને પુરુ કરવા માટે તે ચાલક બળ પુરુ પાડી શકે છે,

શક્તિશાળી નેતા ના કથિત અંગત સચિવ ને ક્યાં કારણોસર દૂર કરાયા તે રાજકીય ક્ષેત્રે ચર્ચા નો વિષય

આમ તો આ પાનાના પત્રમાં 30થી વધુ ભાજપના નેતાઓના નામ છે જે તમામ વણકરના સમાજ છે,,વર્ષ 2012માં ગિરીશભાઇ પરમારે શૈલેષ પરમારને સારી ફાઇટ આપી હતી, જ્યારે 2017માં જીતુ વાધેલા સામેની લડાઇ શૈલેષ પરમાટ માટે એક તરફી સાબિત થઇ હતી ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના ગઢને તોડી પાડવું હોય તો વણકર સમાજમાંથી મોટા માથાને મૈદાનમાં ઉતારવા જોઇએ

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version