ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ લપસ્યા તો કોણે વ્યક્ત કરી ચિન્તા
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ આમ તો દિગ્ગજ નેતા માનવામાં આવે છે,ગુજરાતમાં તેમને સુપર સીએમ તરીકે પણ ઓળખવામાં આવે છે વડા પ્રધાન નરેન્દ્રમોદીના નજીક માનવામાં આવે છે, જ્યારે બુધવારે ગુરુપુર્ણિમા હતો, ચંદ્રકાંત પાટીલ ગુરૂ પૂર્ણિમા નિમિતે નવસારીમાં આવેલા સ્વામી નારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જ્યારે તેઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે વરસાદી માહોલમાં પગથીયા ઊતરતી વખતે તેઓ લપસી પડ્યા હતા.
સ્થાનિક લોકોનું કહેવુ હતુ કે મંદિરના દાદરા ઉતરતા તેઓ લપસ્યા હતા, સમાન્ય વરસાદ થવાના કારણે સીડી ઉપર પાણી હતું. પાણીના કારણે તેમનુ પગલ લપસ્યો હતો, પણ તેમની આસપાસના લોકોએ તેમને પકડે તે પહેલા તેઓ પડી ગયા હતા, આમ તો તેમને કઇ વાગ્યુ ન હતું, તેઓ હેમ ખેમ ચાલતા નિકળ્યા હતા, પણ આ ઘટનાથી તેમના સમર્થકો દોડા દોડી થઇ ગઇ હતી, કેટલાકે તો ચિન્તા પણ વ્યક્ત કરી હતી,
ભાજપના નેતાએ કહ્યુ કે કોઇ ભારતિય જનતા પાર્ટી જીંદાબાદનો નારો નહી લગાવે અને શરુ થઇ બબાલ
મહિલા સાથે અશ્લિલ વિડીયો વાયરલ થયા બાદ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ક્યા નેતાનુ લીધુ રાજીનામું !