delhi
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ કોણ બની શકે છે..
ગુજરાતની સ્થાપના થયા બાદ અત્યાર સુધી યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ રેકોર્ડ ભાજપે તોડી નાખ્યા છે.પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે વિજય થયો છે.જેની સાથે જ ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે.જેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રભાવિત થયા છે..તેઓએ દિલ્હીમાં સાંસદો સાથે યોજાયેલી બેઠકમાં ચંદ્રકાન્ત પાટિલના ભરપૂર વખાણ કર્યા હતા તેઓએ તમામ સાંસદોને ઉભા થઈને અભિનંદન આપવાનું કહ્યું હતું એટલુંજ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તમામ સાંસદોને નવસારીના સાંસદ ચંદ્રકાન્ત પાટીલ પાસેથી પેઈજ કમિટીનું કામ કેવી રીતે કરવું તે માટે સલાહ આપી હતી.ત્યારે નોંધનીય બાબત તો એ છે કે આગામી સમયમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની મુદત પુરી થનાર છે ત્યારે તેમના સ્થાને ચંદ્રકાન્ત પાટીલને રાષ્ટ્રીય પ્રમુખ નિમણુંક કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપાવેલ જીત માટે મોટું ઇનામ આપી શકે છેજેનો સીધો લાભ મહારાષ્ટ્રની રાજનીતિમાં લાભ મળી શકે છે…ત્યારે નોંધનીય છે કે ગુજરાતમાંથી અમિત શાહને રાષ્ટ્રીય લેવલે પ્રમુખ બનવાની તક મળી હતીઅને આજે તેઓ દેશના ગૃહ પ્રધાન તરીકે સેવાઓ આપી રહ્યા છે.