congress
વિરોધપક્ષનો નેતા કોણ બની શકે?

વિરોધપક્ષનો નેતા કોણ બની શકે?
ગુજરાત વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો 156 બેઠકો બેઠકો ઐતિહાસિક વિજય થયો છે ત્યારે બીજી તરફ ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધી યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો માત્ર 17 બેઠકો સાથે કંગાળ દેખાવ જોવા મળ્યો છે.મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષ નેતાનું પદ કોને મળશે તેને લઇ ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે..
આ વખતે પૂર્વ વિપક્ષ ના નેતા 10 વર્ષના વનવાસ બાદ અર્જુન મોઢવાડીયા પોરબંદર બેઠક પર ચૂંટણી જીતીને આવ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભામાં ઉપનેતા તરીકે ફરજ બજાવતા શૈલેષ પરમાર પણ ફરી વાર દાણીલીમડા બેઠક પર થી ચૂંટાયા છે સાથે સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી દક્ષિણ ગુજરાત છોડીને પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે પિતાની જેમ ઉત્તર ગુજરાત માં કોંગ્રેસના ગઢ ખેડબ્રહ્મા બેઠક પર થી ચૂંટણી લડ્યા હતા ને તેઓએ મૂળ કોંગ્રેસી એવા ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલને હરાવી ને વિધાનસભા પહોંચ્યા છે,.જયારે કોંગ્રેસમાં યુવાનોના આદર્શ ગણાતા જીગ્નેશ મેવાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વડગામથી ફરીવાર ચૂંટાયા છે.ત્યારે અર્જુન મોઢવાડીયા ,શૈલેષ પરમાર ,તુષાર ચૌધરી અને જીગ્નેશ મેવાણી જેવા ચૂંટાયેલા ધારાસભ્યો માંથી વિપક્ષ ના નેતાની પસન્દગી કરશે
ભાજપ સામે પડીને અપક્ષ ચૂંટણી લડીને જીતેલા ત્રણેય એમ એલ એલ ભાજપમાં જોડાશે. સૂત્ર