અમદાવાદ
પીએમ નરેન્દ્રમોદીને બ્રહ્મા, અમિત શાહને વિષ્ણુ, ભુપેન્દ્ર પટેલને મહેશ તો આનંદીબેન પટેલને કોણે ગણાવ્યા દુર્ગા- ક્યાં લાગ્યા હોર્ડીગ્સ
પીએમ નરેન્દ્રમોદીને બ્રહ્મા, અમિત શાહને વિષ્ણુ, ભુપેન્દ્ર પટેલને મહેશ તો આનંદીબેન પટેલને કોણે ગણાવ્યા દુર્ગા-હોર્ડીગ્સ ક્યાં લાગ્યા
સમગ્ર ગુજરાતમાં રિડેવલમપેન્ટ પોલીસીનું અમલ કરવામાં આવી રહ્યો છે, જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનો રહીશોને આપવામાં આવતા હોય છે, ત્યારે અસારવામાં કેબીનેટ પ્રધાન પ્રદીપ પરમારના વિસ્તારના પતરાવાલી ચાલી સ્લમ ક્વાટર્સમાં રિડેવલપમેન્ટને લઇને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, સ્થાનિક રહીશોએ વડા પ્રધાન નરેન્દ્રમોદી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યારે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલને દુર્ગાનો અવતાર ગણાવ્યા છે, જ્યારે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરનાર બિલ્ડર અને કોર્પોરેશનના ત્રાસથી બચાવવાની માંગ કરતા હોર્ડિંગ્સ લગાવ્યા છે, સ્થાનિકોની માંગ છે કે તેમને ચોમાસુ હોવાથી તેમને ઘર છોડવા માટે ફરજ ના પડાય, કારણ કે તેનાથી તેમના બાળકોનુ શિક્ષણ બગડશે, અને ચોમાસામાં બીજુ ઘર શોધવુ મુશ્કેલ છે,, સ્થાનિકોને આમાં ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે,
ચમનપુરામાં રિવડેવપમેન્ટ પ્રોજેક્ટ વિવાદમાં આવી ગયુ છે,સ્થાનિકોનું કહેવુ છે કે વર્ષ 2016માં સરકાર દ્વારા જાહેર કરાયેલ રિડેવલપમેન્ટ પોલીસીનો અમલ કરવામાં આવે,, બિલ્ડર અને કોર્પોરેશન વચ્ચે થયેલ એમઓયુની તમામ વિગતો જાહેર કરવામાં આવે,,
ટેક્ષ બિલના મુજબ ક્ષેત્રફળમાં પોલીસી મુજબ 40 ટકાનો વધારો આપવામાં આવે, હાલના મોધવારી દર મુજબ ભાડુ 6500ના બદલે 10000 આપો,
વર્ષે 10 ટકાનો વધારો આપો,રિડેવલપમેન્ટ 2016ની પોલીસી મુજબ ત્રિપક્ષીય કરાર કરો,
10 ફુટની ગેલેરી સાથે સામ સામે દરવાજા ન ખુલે તેવુ બાંધકામ આપો,
જીડીસીઆર મુજબ 10 ટકા કોમન પ્લોટ આપો,,
વેચાણ પ્રિમિયમ મુજબ મકાનોની ફાળવણી કરો, રહીશો પર પોલીસની દમન બંધ કરો,
અમદાવાદના નામાંકીંત બિલ્ડર એ શ્રીધર, તેઓ વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા આચાર્ય ધર્મેન્દ્ર જી મહારાજના ખાસ માનવામાં આવે છે,સરકારમાં પણ તેમનો પડ્યો બોલ ઝિલાય છે, સરકારના માનીતા બિલ્ડર તરીકે તેઓ પ્રખ્યાત છે, સુત્રોનુ કહેવુ છે કે સરકાર જેમના વોટથી જીતે છે તે ગરીબોના અભિપ્રાયના બદલે એ શ્રીધર જેવા માલેતુજાર બિલ્ડરોના માર્ગદર્શન મુજબ આ પોલીસી બની છે તેમ સ્થાનિકોનો આરોપ છે, ભ્રષ્ટ બિલ્ડર તરીકે એ શ્રિધર પછી બીજો નામ કેતન પરિખનો છે, અને વંદેમાતરમ ગ્રુપના
યોગેશ ભાવસારનુ નામ પણ સ્થાનિકોએ હોર્ડીગ્સમાં લખ્યા છે,
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગરીબોના બેલી દિપક બાબરિયા ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક 108ની જેમ ઘટના સ્થળે પહોચ્યા, અધિકારીઓથી વાત કરી અને સુપ્રિમ કોર્ટનો એ ઓર્ડર યાદ કરાવ્યો જેમાં વરસાદ દરમિયાન કોઇને બેઘર કરવા નહી, અને જો તોડવુ જ હોય તો તેવા આદેશોની કોપીની માંગ કરી હતી,અધિકારીઓ પાસે આવી કોઇ કોપી ન હોવાથી હાલ તો ડીમોલિશન અટકાવી દેવાયો હતો, સાથે આમ આદમી પાર્ટીના પોલીસમાંથી નેતા બનેલા જે જે મેવાડા પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા, અને પોલીસ અઘિકારીઓ અને કર્મચારીઓને સુચના આપી હતી કે કોઇ ગરીબ જોડે બળ જબરીથી ઘર ખાલી ના કરાવશો,, હાલ તો ડીમોલિશન રોકાતા મામલો શાંત પડ્યો છે,
ભાજપના કયા ધારાસભ્યે કલેક્ટરને આપ્યુ અલ્ટીમેટમ- કામ કરો નહી તો હુ સીએમ પાસે જઇશ