ગુજકોમાસોલના બિન હરિફ ચૂટણીમાં કોને થયો ફાયદો
ગુજકોમાસોલના ચેરમેન તરીકે દિલિપ સંધાણી અને વાઇસ ચેરમેન તરીકે બિપિન પટેલ(ગોતા) બિન હરિફ ચૂંટાયા છે, તેઓ ફરી વખત ચેરમેન બન્યા છે,
તેમણે ભાજપનો કેન્દ્રિય નેતૃત્વનો આભાર માન્યો છે, તેઓ વડા પ્રધાન નેરન્દ્રમોદીના વિશ્વાસુ ગણાય છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ બિપિન પટેલની નિમણુંક કરાઇ છે,
મહત્વપુર્ણ વાત એ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દિલિપ ભાઇ સંઘાણી અમરેલી વિધાનસભા બેઠક માટે મજબુત દાવેદાર માનવામાં આવે છે, જ્યારે ગુજરાત સહકાર સેલના કન્વીનર બિપિન પટેલ ઘાટલોડિયા અને
દસક્રાઇ વિધાનસભા બેઠક માટે દાવેદાર માનવામાં આવે છે,તેઓ અત્યારે એડીસી બેંક ડીરેક્ટર તરીકે સેવા આપે છે, આ ઉપરાંત તેઓ અમદાવાદ એપીએમસીમાં વાઇસ ચેરમેન તરીકે રહી ચુક્યા છે,
ચેરમેન અને વાઇસચેરમેન તરીકે ચૂંટાતા જયેશ રાદડિયા, જેઠા ભરવાડ, મહેશ અમીચંદ પટેલ સહિતના સહકારી આગેવાનોએ અભિંનંદન પાઠવ્યા હતા, ત્યારે નોધનિય છે કે ગુજકોમાસોલ ઉપર સહકારી આગેવાન નટુ ભાઇ પિંતામ્બર દાસ પટેલનો વર્ષો સુધી પ્રભુત્વ રહ્યુ હતું, જેને તોડવામાં પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને તેમની ટીમની મોટી ભુમિકા હતી ,ત્યારે છેલ્લા ત્રણ વરસથી ગુજકોમાસોલ ઉપર ભાજપનું પ્રભુત્વ જોવા મળે છે,