ઇન્ડિયા

પીએમ નરેન્દ્રમોદીને કોણે પુછ્યો સવાલ, ગુજરાત ફાઇલ્સ નામની ફિલ્મ બનાવુ તો તમે અટકાવશો નહી નેં,,

Published

on

પીએમ નરેન્દ્રમોદીને કોણે પુછ્યો સવાલ, ગુજરાત ફાઇલ્સ નામની ફિલ્મ બનાવુ તો તમે અટકાવશો નહી નેં,,

વિનોદ કાપડીએ શુ લખ્યુ છે
કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઇને દેશમાં ચર્ચાઓ જોરથી ચર્ચા ચાલી રહી છે, તેવામાં ફિલ્મ મેકર વિનોદ કાપડીએ ગુજરાત ફાઇલ્સ ફિલ્મ બનાવવા માટે પીએમ નરેન્દ્રમોદીને સવાલ કરી દીધો છે,,
વિનોદ કાપડીએ સોશલ મિડીયા ઉપર બે પોસ્ટ લખી છે, જેમાં તેઓએ પીએમ નેરન્દ્રમોદીને સવાલ કર્યો છે કેક ‘ગુજરાત ફાઇલ્સ’ નામથી હું તથ્યના આધારે, આર્ટના આધારે ફિલ્મ બનાવવા માટે તૈયાર છું
અને તેમાં તમારી ભૂમિકાનો પણ સત્યતાથી વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવશે. શું આજે તમે દેશની સામે મને વિશ્વાસ અપાવશો કે ફિલ્મ રિલીઝ નહીં અટકે, નરેન્દ્ર મોદીજી?

પીએમ મોદીએ કાશ્મીર ફાઇલ્સના કર્યા હતા વખાણ
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને એક તરફ વખાણ મળી રહ્યા છે તો બીજી તરફ તેનો બદાબાયેલી આવાજમાં વિરોધ પણ થઇ રહ્યો છે,ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે,
તેવામાં વડા પ્રધાન નરેન્દ્રમોદીએ વખાણ કરીને આવી ફિલ્મ બનતી રહેવી જોઇએ તેવો મંતવ્ય વ્યક્ત કર્યો હતો, પીએમએ કહ્યુ હતુ કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના ઝંડા લઇને ફરતા લોકો આ ફિલ્મ જોઇને અંદરથી ડરી ગયા છે,
આવી ફિલ્મ બનતી રહેવી જોઇએ,આનાથી સત્ય ઉજાગર થાય છે, ફિલ્મમાં જે બતાવવામાં આવ્યુ છે તે સત્ય છુપાવવાનો પ્રયાસ કરાયો હતો,.

 

ગુજરાતી ફિલ્મ મેકરે કાશ્મીર ફાઇલ્સને કઇક આવી રીતે કર્યો સપોર્ટ
ગુજરાતી ફિલ્મ મેકર હર્ષલ પુરોહિતે પોતાની ફિલ્મ ગુજરાતી ફિલ્મ પ્રેકરણ જે આવતા વિકમાં રિલિઝ થવાની હતી તેને પોસ્ટપોન કર્યુ છે, જેને લઇને વિવેક રંજન અંગ્નિહોત્રીએ આભાર પણ વ્યક્ત કર્યુ છે,
સાથે હર્ષલ પુરોહિતે લખ્યુ છે કે તેઓ ધ કાશ્મીર ફાઇલને સમર્થન કરી રહ્યા છે, જેથી પોતાની ફિલ્મની ડેટ પાછળ ઠેલી છે,

Advertisement

ગુજરાત ફાઇલ્સ શુ છે
પત્રકાર રાણા અયુબે આ પુસ્તક લખી છે,તેમના મુજબ ગુજરાતમાં રમખાણો થયા બાદ તેઓ અંડર કવર રિપોર્ટર બન્યા હતા,જેમાં તેઓએ મૈથિલી ત્યાગી બનીને ગુજરાતમાં અલગ અલગ લોકોને મળ્યા હતા,
સાથે ગુજરાતમાં રમખાણો માટે કોણ જવાબદાર હતુ, કેવી રીતે નિશ્ચિત કોમના લોકોનો નરસંહાર થયુ જેમાં તત્કાલિન પ્રશાસનની ભુમિકા, પોલીસ અધિકારીઓની ભુમિકા, નેતાઓની ભુમિકા શુ રહી હતી તે તમામ બાબતોનો
ઉલ્લેખ કરાયો હતો, અયુબ રાણા ત્યારે તહેલકા ડોટ કોમ માટે કામ કરતા,,

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version