ગાંધીનગર
ભાજપમાં કુર્બાની આપશે કોણ !
ભાજપમાં કુર્બાની આપણે કોણ !
ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર પુર્ણ થઇ ગયો છે, સાથે ચૂટણી વહેલી આવી શકે છે તેવી અટકળો પણ ચાલી રહી છે, સુત્રોની માનીએ તો ભાજપ
ટિકીટ આપવા માટે નિશ્ચિત માપદંડો પણ બનાવ્યા છે, જેના આધારે 60થી વધુ સિનિયર નેતાઓની ટિકીટ કપાઇ શકે છે, ત્યારે
અનેક ધારાસભ્યોનો સ્પષ્ટ મંતવ્ય છે કે નવા લોકોને તક આપવા માટે સિનિયરોને ત્યાંગ આપવુ પડશે, નહી તો ભાજપની હાલત પણ કોગ્રેસ જેવી
જઇ જશે, જેના માટે અનેક ધારાસભ્યો તૈયાર હોવાની વાત કબુલી રહ્યા છે,
ગુજરાત ભાજપ અત્યારે બદલાવની પ્રક્રીયમાંથી પસાર થઇ રહ્યુ છે, પરિણામે પુર્વ સીએમ વિજય ભાઇ રુપાણી સહિત તેમના પ્રધાન મંડળનુ રાજીનામુ લઇ લેવામાં આવ્યુ,, અને
નવા પ્રધાન મંડળને જવાબદારી સોપી દેવાઇ,, આ કરીને ભાજપ હાઇકામન્ડે સીધી રીતે સંકેતો આપ્યા કે હવે સિનયર નેતાઓની જગ્યાએ નવા ચહેરાને તક આપવા માંગે છે
હવે 2022માં ઇલેક્શનને લઇને ભાજપ તૈયારીઓમાં વ્યસ્ત છે, છતાં સવાલ અહી એ જ છે કે ટિકીટોની વહેચણીમાં કયા માપદંડો અપનાવાશે,
આમ તો ભાજપે સીધી રીતે કઇ નથી કહ્યુ,, પણ સુત્રો કહે છે કે 4 ટર્મ ધરાવતા ધારાસભ્યોને ટિકીટ નહી મળે,, 65 વર્ષથી ઉપરના ઉમર ધરાવતા નેતાઓને ટિકીટ નહી મળે
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓને ટિકીટ નહી મળે,, જો આ વાત સાચી હોય તો ગુજરાતના 60થી વધુ ધારાસભ્યો સહિત એવા 10 હજારથી વધુ નેતાઓ કે જેઓ સ્થાનિક સ્વરાજની
ચુટણી જીતીને ભાજપને મજબુત બનાવી રહ્યા છે,,તે પૈકી પણ કોઇને તક નહી મળે, જેમાં મેયર, સ્ટેન્ડિગ ચેરમેન જીલ્લા પંચાયતનાપ્રમુખ જેવા નેતાઓની બાદબાકી થઇ જશે
સાથે ભાજપ નવી નેતાગિરીને તક આપવા માંગે છે,ત્યારે સવાલ એ છે કે નવી નેતાગિરીને સ્વિકારવા જુની નેતા ગિરી તૈયાર છે,,તો પંચાત ટીવીએ અનેક વરિષ્ઠ ધારાસભ્યો સાથે વાત ચિત,,તેઓ માને છે કે નવી પેઢીને લાવવી હશે તો જુની પેઢીને પાર્ટીના હિત માટે ત્યાગ આપવાની તૈયારી રાખવી પડશે, ત્યારે સવાલ એ છે કે કુર્બાની દેગા કૌન.
ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ
વેજલપુરના ધારાસભ્ય નવાને આવકારવા તૈયાર
વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણે જણાવ્યુ છે કે ભાજપે તમને ઘણુ આપ્યુ છે,
તેઓ ભાજપમાં 1978થી સક્રીય છે, તેઓ અમદાવાદ જિલ્લા પંચાયતમાં સભ્યથી લઇને વેજલપુર નગર પાલિકા પ્રમુખ અને પછી બે ટર્મ ધારાસભ્ય રહ્યા,, પ્રજાના અનેક સેવાકિય કાર્યો કરવાનો તક પ્રાપ્ત થયો,
ત્યારે 2022માં ટિકીટ આપવી કે નહી તે પાર્ટીનો વિષય છે, પણ હુ સ્પષ્ટ માનુ છુ કે નવી પેઢીને તૈયાર કરવી હોય તો જુનાને જવુ જ પડે-
વેજલપુરની વાત કરીએ
અમિત ઠાકર
જાગૃતિ બેન પંડ્યા
મીનાક્ષી બેનપટેલ
રાજુ ઠાકોર
દિલિપ બગડીયા
દેવાંગ દાણી જેવા નેતાઓ દાવેદારી નોધાવે છે,,જો પાર્ટી હાઇકમાન્ડ પોતાના માપદંડો નક્કી કરે તો અનેક લાભાર્થિઓ અયોગ્ય સાબિત થઇ શકે છે,
https://fb.watch/c6F7lFrldN/
મણીનગરના ધારાસભ્યને કાર્યકર્તા શ્રેષ્ઠ હોવાનુ કહે છે,
બીજી તરફ મણીનગર વિધાનસભાની વાત કરીએ 2002,2007 અને 2012માં અહીથી તત્કાલિન સીએમ ઇલેક્શન લડી ચુક્યા છે,તેમના પછી સુરેશ પટેલ તેમના અનુગામી બન્યા હતા,
સુરેશ પટેલ પણ સ્પષ્ટ માને છે કે ટિકીટ આપવી કે નહી તે પાર્ટી હાઇકમાન્ડ નક્કી કરેશે તેઓ પણ માને છે કે પાર્ટીમાં કાર્યકર્તાનો પદ સર્વોચ્ચ પદ છે,,તે આજીવન હોય છે,
યુવાઓને તક મળવી જોઇએ,
મણિનગરમાં સુરેશ પટેલ સિવાય , ધારિણી શુક્લા,જયમિની દવે , કમલેશ પટેલ, મહેન્દ્રપટેલ, મહેશ કસવાલા, હસિતવારો, ધર્મેન્દ્ર શાહ,, દક્ષેશ મહેતા ,આનંદ ડાગા, જેવા નેતાઓ દાવેદારો માનવામાં આવે છે
ઠક્કરબાપા નગરના ધારાસભ્ય પાર્ટીની નોરીપીટ થિયરી
ઠક્કરબાપાનગર વિધાનસભાની વાત કરીએ તો અહી વલ્લભ ભાઇ કાકડિયા 2007થી ધારાસભ્ય છે, તેઓએ 77 વરસના છે, સરકારમાં પ્રધાન રહી ચુક્યા છે,
ભારતિય જનતા પાર્ટી માને છે કે નાનામાં નાના કાર્યકર્તાઓને ચાન્સ મળવો જોઇએ,ત્રણ ટર્મ થઇ છે,ભાજપ જે પણ નિતિ બનાવશે તેનો યોગ્ય અમલ થવી જોઇએ
યુવા નેતાઓને તક મળવી જોઇએ, મનેપાર્ટીએ સામેથી ટિકીટ આપી હતી, મને કોઇ અપેક્ષા નથી, ભાજપ જેને પણ તક આપશે તેને અમે બમણી લીડથી જીતાડવા મહેનત કરીશુ
ઠક્કર નગરમાં પુર્વ કૃષિપ્રધાન અને ઇફ્કોના ચેરમેન દિલિપ સંધાણી, પુર્વ ગૃહરાજ્ય પ્રધાન ગોરધન ઝડફીયા, શહેર ભાજપ મહામંત્રી પરેશ લાખાણી, પુર્વ હેલ્થ કમિટી ચેરમેન ડો સુરેશ પટેલ
કોઠીયા હોસ્પિટલના ટ્રસ્ટી દિલિપ કોઠીયા, પ્રદેશ ભાજપના સહ પ્રવક્તા મહેશ કસવાલા, પુર્વ કોર્પોરેટર શંભુ ભાઇ વાટલિયા, પુર્વ કોર્પોરેટર બિપિન પટેલ, કોર્પોરેટર ભાવિક પટેલ,
કોર્પોરેટર ભરત કાકડીયા, ઇલેશ પાન્સુરિયા, રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઇને દાવેદાર માનવામાં આવે છે,
હવે તમને જણાવી દઇકે આ વખતે જે ધારાસભ્ય જાતે કુબાર્ની નહી આપે તેમની કુર્બાની લઇ લેવામાં આવશે,
તો કેટલાકની પાસે પક્ષ દ્વારા સ્વૈચ્છિક જાહેરાત કરાવવાની સુચના આપશે, કેટલાક ને ફરજિયાત પણે ફરજ પડાશે,
જે નેતાઓ પાર્ટીની સુચનાઓ પ્રમાણે કામ કરશે તેમની સ્વેચ્છિક નિવૃતિ કરાશે, અને ભવિષ્યમાં તેમને પ્રદેશ સ્તર અને રાષ્ટ્રિય સ્તરે ઉપયોગ કરવાની રણનિતિ છે,
જ્યારે જે નેતાઓ પાર્ટીની સુચના પ્રમાણે નહી વર્તે તેમની ફરજિયાત ટિકીટ કપાશે સાથે તેમને નિવૃતિ આપી દેવામાં આવશે,
અમદાવાદમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે 270 કરોડનો ચેક આપતી કેન્દ્ર સરકાર
છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !
સ્વૈચ્છિક જાહેરાત કોણ કોણ કરી શકે છે
ભુપેન્દ્ર સિહ ચુડાસ્મા
,,વિજય રુપાણી
, કૌશિક પટેલ,
, આર સી ફળદુ,
નિમા બેન આચાર્ય,
આત્મા રામ પરમાર,
બાબુ જમના પટેલ,
શંભુજી ઠાકોર,
વી ડી ઝાલાવાડિયા,
. જયદ્રથસિંહ પરમાર
, વલ્લભ કાકડિયા
, કિશોર ચૌહાણ,
. કનુ દેસાઈ
કિરીટસિંહ રાણા,
સૌરભ પટેલ,
રમણલાલ પાટકર
,. જિતુ સુખડિયા,
. બચુ ખાબડ
, કાંતિ બલર,
પીયૂષ દેસાઇ
, કેશુ નાકરાણી
,. વી ડી ઝાલાવાડિયા
કાંતિ બલર,.
અરવિંદ પટેલ,
મોહન ઢોડિયા
. ધનજી પટેલ
રાકેશ શાહ
. કરસન સોલંકી
. અભેસિંહ તડવી
ભાજપ આ નેતાની ફરજિયાત નિવૃતિ કરાવી શકે છે,
મધુ શ્રીવાસ્તવ
શૈલૈષ મહેતા
જિતુ ચૌધરી
. કુંવરજી બાવળિયા
પુરુષોત્તમ સોલંકી
. ગણપત વસાવા
ઇશ્વરસિંહ પટેલ
કિરીટસિંહ રાણા
રાઘવજી પટેલ
ગજેન્દ્રસિંહ પરમાર
પંકજ દેસાઇ
જેઠા ભરવાડ
આર. સી. પટેલ
બાબુ બોખીરિયા
વાસણ આહીર
વિભાવરી દવે
કિશોર કાનાણી
. અરુણસિંહ રાણા
ગોવિંદ પટેલ
નીતિન પટેલ
સુરેશ પટેલ
. વિવેક પટેલ
સી કે રાઉલજી
. પુરુષોત્તમ સાબરિયા
. દિલીપ ઠાકોર
યોગેશ પટેલ
કેસરીસિંહ સોલંકી
બલરામ થાવાણી
સુમન ચૌહાણ
. વિજય પટેલ
ગોવિંદ પરમાર
નર્મદા યોજના ની કલ્પના સરદારની હતી નેહરુની નહોતી -નીતિન પટેલ
બી એલ સંતોષની છે ગુજરાત ઉપર નજર
ભાજપના રાષ્ટ્રિય મહામંત્રી બી એલ સંતોષ હાલ ગુજરાત ઉપર નજર રાખી રહ્યાછે, તેમની સુચના પ્રમાણે કેટલાક નેતાઓના વ્યક્તિગત સંપર્ક કરાયા છે, અને સ્વૈચ્છિક ઇલેક્શન ન લડવાની જાહેરાત કરવાની સુચના આપી દેવાઇ છે,
ભાજપના આંતરિક સુત્રોની માનીએ તો કેટલાક હાલના ધારાસભ્યોએ પોતે સ્વેચ્છિક નિવૃતિ લેવાની તૈયારી દર્શાવી છે, પણ તેઓ પોતાના પરિવારમાંથી ટિકીટ માંગી રહ્યા છે, ત્યારે પક્ષમાંથી તેમને હાલ કોઇ ખાતરી
નથી અપાઇ, પણ મેરીટ પ્રમાણે ટિકીટ આપવાની વાત કહી દેવાઇ છે,
રાકેશ પંજાબી
April 1, 2022 at 9:51 pm
નીતિનભાઈ પટેલ જલ્દી ગુજરાત નું રાજકારણ નહીં છોડે કોઈ પણ પક્ષ જોડે સમજુતી કરી બીજેપી માં જેમની ટીકીટ કપાસે તેમ ને જોડે લે અને અન્ય પક્ષ માં જોડાશે તેવું લાગે છે
Pingback: અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર ! - Panchat TV
Pingback: ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીનો કેસ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પરત મોકલ્યો - Panchat TV
Pingback: ભાજપનાં ડોક્ટર વ્યારામાં કરશે કોગ્રેસનું ઓપરેશન ! - Panchat TV
Pingback: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ર૦૦ દિવસ ક્રાંતિકારી નિર્ણયોથી જનતા કેટલી ખુશ ! - Panchat TV