કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર કોણે લગાવ્યો બળાત્કારનો આરોપ
રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્ય કક્ષાના પ્રધાન ગજેન્દ્ર સિહ ચૌહાણ બાદ રાજ્ય સરકારના ગ્રામિણ વિકાસ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ સામે ખેડા જિલ્લા ભાજપની મહિલા નેતાના પતિએ પોતાની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનુ આરોપ લગાવ્યુ છે, આ ફરિયાદ લેખિતમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી, આર એસ એસના વડા મોહન ભાગવતને તો મોકલી આપી છે સાથે તેઓએ જિલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ કરી છે કે કેબીનેટ પ્રધાન અર્જુન સિહ સામે બળાત્કારનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે,,તેવો પત્ર વાયરલ થયો છે,
ખેડા જિલ્લાના હળદરવાસના રેહવાસી હિતેષ શંકર લાલ પટેલે વડાપ્રધાન નરેન્દ્રમોદીને પત્ર લખ્યો છે જેમાં તેઓએ ફરિયાદ કરી છે કે વર્ષ 2015માં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુન સિહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ હતા એ દરમિયાન હિતેશ ભાઇના પત્ની તેમના સંપર્કમા આવ્યા હતા, એ સમય દરમિયાન પ્રમુખ અર્જુન સિહે તેમને ભાજપમાં હોદ્દો આપવાની લાલચ આપી શારીરિક શોષણ કરવાનુ શરુ કરી દીધું, તેમના બદકામમાં સરળતા રહે તે માટે તેમણે આ બેનને તાલુકા પંચાયતની ટીકીટ આપી અને તેમને સભ્ય બનાવ્યા, ત્યાર બાદ અલગ અલગ પ્રકારની મિટીંગોના નામે શારીરિક શોષણ કરતા રહ્યા,, હદ તો ત્યારે થઇ ગઇ, તેઓ તો આ બેનને ભોગવતા,, પણ સાથે સાથે વગદાર લોકો પાસે મોકલતા અને તેઓ પણ વૈશાલી પટેલનું શારીરિક શોષણ કરતા, આવુ વર્ષ 2016થી 2021 સુધી પાચ વરસ સુધી હિતેષ ભાઇની પત્નીનો શારીરિક શોષણ થતુ રહ્યુ,
આ વાત બહાર આવતા હુ અને મારા બાળકો હતપ્રદ થઇ ગયા, મારી પત્નીએ પણ કહ્યુ કે અર્જુન સિહે મારુ બહુ શોષણ કર્યુ છે,, અને બીજા પાસે મોકલીને મારુ શારીરિક શોષણ કરાવ્યુ છે, હુ હવે આ બધાથી કંટાળી ગઇ છું, વધુમાં અર્જુન સિહે મારીને ધમકી આપી છે કે આ વાત બહાર જશે તો તારા ફેમિલીને પુરુ કરાવી દઇશ, અને તારા ઘરવાડાને ઘંધો બંધ કરાવી રસ્તા પર લાવી દઇશ, મારી પત્ની ડરના માર્યા ઘર છોડીને ચાલી ગઇ છે, સાથે હિતેષ પટેલે માંગ કરી છે કે અર્જુન સિહ ચૌહાણ સામે બળાત્કારની કલમ લગાવવામાં આવે, સાથે જિલ્લા પોલીસમા અનેક વખત ફરિયાદ કરી છે, પણ પોલીસ ફરિયાદ લેતી નથી,
આ ફરિયાદને મહિલા આયોગ દિલ્હી,, ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયા, આરએસએસના વડા મોહન ભાગવત, પ્રાતં પ્રચારક ચિંતન ઉપાધ્યાય, કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, અને ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાનને પણ પત્ર લખીને ન્યાયની માંગ કરી છે,
પત્રની સત્યતા ચકાસવા માટે અને ગંભીર પ્રકારના આરોપોને લઇને કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો, પણ તેઓઓએ ફોન રિસીવ કર્યો ન હતો,