અમદાવાદ
કલોલમાં કયા બળીયાને મેદાનમાં ઉતારશે ભાજપ !
કલોલમાં કયા બળીયાને મેદાનમાં ઉતારશે ભાજપ !
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે,,ત્યારે ભાજપ અને ચંદ્રકાંત પાટીલ માટે પડકાર બન્યા છે,,ત્યારે એવી તમામ સીટો
ઉપર ભાજપ ગંભીર છે, જ્યાં છેલ્લા 2 કે ત્રણ વખતથી તેઓ હારી રહ્યા છે, કે પછી ભુતકાળમાં આ સીટો જીતી છે, તે પૈકી કલોલ બેઠક છે,,
જેમાં ભાજપ જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી રહી છે,,આ બેઠક જીતવા માટે ખુદ કેન્દ્રિય ગૃહમંત્રી પોતે મૈદાનમાં ઉતર્યા છે,,
પણ ઉમેદવારોની પસંદગી કલોલમાં મહત્વની બની રહેશે,
કલોલ વિધાનસભાનો ઇતિહાસ
વર્ષ 1962માં કોંગ્રેસના શંકર જી ઠાકોરે સ્વતંત્ર પક્ષના છનગ લાલ પટેલને હરાવ્યા હતા
વર્ષ 1967માં કોંગ્રેસના એ બી ઠાકોર સ્વતંત્ર પક્ષના સી કે પટેલને હરાવ્યા હતા
વર્ષ 1972માં કોંગ્રેસના અર્જુન સિહ રાઠોડે ભારતિય જનસંધના ભરત ભાઇ પટેલને હરાવ્યા હતા
વર્ષ 1975માં નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનના પટેલ ચિમનભાઇ પટેલે કોગ્રેસના શંકરભાઇ પટેલને હરાવ્યા હતા
વર્ષ 1980માં ઇન્દિરા કોંગ્રેસના ઠાકોર શંકર જીએ બીજેપીના કાંતિલાલ પટેલને હરાવ્યા હતા
વર્ષ 1985માં કોગ્રેસના ઠાકોર શંકર જીએ ભાજપના પટેલ વિઠ્ઠલ ભાઇને હરાવ્યા હતા
વર્ષ 1990માં ભાજપના વિઠ્ઠલ ભાઇપટેલે કોગ્રેસના ચૌધરી લક્ષ્મણ સિહને હરાવ્યા હતા
વર્ષ 1995માં ભાજપના વિઠ્ઠલભાઇ પટેલે કોગ્રેસના ચૌધરી જીવન ભાઇને હરાવ્ય હતા
વર્ષ 1998માં કોગ્રેસના સુરેશ કુમાર પટેલે ભાજપના પટેલ વિઠ્ઠલ ભાઇને હરાવ્યા હતા
વર્ષ 2002માં ભાજપના ડો અતુલ પટેલે કોગ્રેસના પટેલ સુરેશ કુમારને હરાવ્યા હતા
વર્ષ 2007માં કોંગ્રેસના સુરેશ કુમાર પટેલે ભાજપના નવિનચંદ્રને હરાવ્યા હતા
વર્ષ 2012માં કોંગ્રેસના બળદેવજી ઠાકોર ભાજપના ડો અતુલભાઇ પટેલને હરાવ્યા હતા,
વર્ષ 2017માં કોંગ્રેસના બળદેવજી ઠાકોરે ભાજપના ડો અતુલ ભાઇ પટેલને હરાવ્યા હતા,
પાલનપુરમાં ભાજપના જુનાજોગીઓ અને નવા કાર્યકર્તાઓ વચ્ચે જામશે જંગ !
કલોલ બેઠક ઉપરથી દસ વખત કોંગ્રેસના વિવિધ નેતાઓ જીત્યા છે,,
કલોલ બેઠક ઉપર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહ્યુ છે, ઠાકોર સમાજના શંકર જી ઠાકોર વર્ષ 1962, વર્ષ 1980 અને વર્ષ 1985માં વિજય થયા હતા
જે તેમનો રેકોર્ડ અકબંધ છે, બીજા નંબરે ભાજપના વિઠ્ઠલ ભાઇ પટેલ વર્ષ 1990 અને 1995માં જીત્યા હતા, સુરેશ પટેલ 1998 અને 2007માં જીત્યા હતા
પછી બળદેવજી ઠાકોર કડી બેઠક અનામત થતા કલોલ બેઠક ઉપર 2012 અને 2017માં તેઓ જીત્યા હતા, તેમની પાસે શંકર જી ઠાકોરની
બરોબરી કરી હેટ્રીક સર્જવાની તક છે,
આ બેઠક ઉપર સાત વખત ઠાકોર આગેવાન તો છ વખત પાટીદાર આગેવાન જીત્યા છે,
ભાજપે અત્યાર સુધી પાટીદાર આગેવાનોને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ઠાકોર, ચૌધરી અને પટેલને ટિકીટ આપી છે, કોગ્રંસનો ઠાકોર અને
પટેલને ટિકીટ આપવાનો દાવ સફળ રહ્યો છે,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
ભાજપનો કરી શકે છે ખાસ ઓપરેશન
ત્યારે સુત્રોની માનીએ તો કોંગ્રેસના બળદેવજી ઠાકોર કલોલમાં હેટ્રીક ન સર્જે તે માટે તેમના જ સાથી અને કલોલના પુર્વ ધારાસભ્ય અને હાલ માણસાના
ધારાસભ્ય સુરેશ પટેલને ભાજપમાં ખેચવાની કવાયત શરુ કરાઇ છે,, સુરેશ પટેલના અમેરિકામા પણ સંબંધ હોવાથી ત્યાંથી ભાજપમાં
જવા માટે સમજાવવાનું શરુ કરાયુ હોવાનુ સુત્રો કહી રહ્યા છે,
જો ભાજપ સુરેશ પટેલને પોતાના તરફ ખેચવામાં સફળ થશે તો તેમને કલોલમાં બળદેવજીની સામે બાથ ભીડવા માટે મેદાનમાં ઉતારી શકે છે,
અને માણસામાં પુર્વ ધારાસભ્ય અમિત ચૌધરીને ભાજપ મૈદાનમા ઉતારશે,
ભાજપ ત્રણ ટર્મથી કલોલમાં છે અસફળ
રામ જન્મ ભુમિ આંદોલન બાદ કલોલ બેઠક પર પ્રથમ વખત 1990માં ભાજપ તરફથી ઉદ્યોગપતિ વિઠ્ઠલ ભાઇ પટેલ (ગણેશ થ્રેસરવાળા)
ચૂંટણી જીત્યા વર્ષ 1995માં પણ તેઓ ફરી જીત્યા,, જો કે ગુજરાતમાં કેશુભાઇ પટેલના નેતૃત્વમાં સરકાર પણ બની,, જેની સાથે ભાજપમાં
સત્તાને લઇને હુંસા તુંસી શરુ થઇ,, ગુજરાત ભાજપના પુર્વ અધ્યક્ષ શંકર સિહ વાધેલાના નેતૃત્વમાં 46 ધારાસભ્યો સાથે ખજુરાહો કાંડ થયું
અને કોંગ્રેસ અને સયુક્ત મોર્ચાના આશિર્વાદ સાથે શંકર સિહ વાધેલાએ કેશુભાઇ પટેલની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી સરકાર ઉથલાવી
દીધી,,જેની સાથે ભાજપની પ્રથમ સરકારનું પતન થયું, કોગ્રેસના ટેકાથી શંકર સિહ વાધેલા ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા,, જો કે તેમની ટનાટન
સરકાર પણ લાંબુ ન ચાલી,, કોંગ્રેસે તેમના સ્થાને તેમના સાથી દિલિપ પરિખને મુખ્ય પ્રધાન તરીકે સ્વીકાર્યા જો કે થોડાક સમયમાં જ તેઓએ ગુજરાત
વિધાનસભાનો વિસર્જન દાવ ખેલ્યો, જો કે દિલિપ પરિખ અને શંકર સિહ વાધેલાનો જુગાર નિષ્ફળ ગયો, વર્ષ 1998માં ગુજરાત વિધાનસભાની ચૂટણી
આવી, અને ભાજપના વિઠ્ઠલ પટેલ કોંગ્રેસના સુરેશ પટેલ સામે ચૂટણી હારી ગયા, પણ સરકાર ભાજપની બની,,
વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ રાજ્યમાં હિન્દુત્વની લહેર વચ્ચે ચૂંટણી યોજાતા ભાજપને 128 બેઠકો મળી,કલોલ બેઠક ઉપરથી મહેસાણાના પુર્વ
સાંસદ એ કે પટેલના ભાઇ ડો અતુલ પટેલ કોંગ્રેસના સુરેશ પટેલને હરાવીને વિધાનસભા પહોચ્યા,
વર્ષ 2007માં ડો અતુલ પટેલને ટીકીટ ન મળી,, તેમના સ્થાને નવીનચંદ્ર પટેલને ભાજપે ટીકીટ આપી, પણ તેઓ કોંગ્રેસના સુરેશ પટેલ સામે હારી ગયા
વર્ષ 2012 અને 2017માં અતુલ પટેલને ભાજપે ટિકીટ આપી તેઓ બન્ને વખત ચૂટણી હારી ગયા,,2017માં અતુલ પટેલને જીતાડવા માટે ખુદ વડા પ્રધાન
નરેન્દ્રમોદીએ કલોલમાં જાહેર સભા કરી,પણ કલોલની જનતાએ બળદેવજી પર ભરોસો મુક્યો,,અને ડો અતુલ પટેલ હારી ગયા,,
કલોલમાં ભાજપમાં આ રહ્યા ઉમેદવારો
નવીન પટેલ-હારેલા ઉમેદવાર 2007
ડો અતુલ પટેલ- હારેલા ઉમેદવાર 2012-2017
અનિલ પટેલ-જિલ્લાપંચાયત સંભ્ય
રાજુ ભાઇ પટેલ- મહામંત્રી જિલ્લા ભાજપ ગાંધીનગર
રામાજી ઠાકોર-પુર્વ પ્રમુખ ગાધીનગર જિલ્લા પંચાયત(મુળ કોંગ્રેસી)
ગોવિંદ પટેલ-પ્રભારી પાટણ જિલ્લો ભાજપ
જયદીપ બારોટ-જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ,
રમેશજી ઠાકોર- જિલ્લા ભાજપ મહામંત્રી ગાંધીનગર
મનુજી ઠાકોર- મહામંત્રી કલોલ તાલુકો ભાજપ
જે કે પટેલ – ભાજપ પ્રમુખ શહેર
લક્ષ્મણ ભાઇ ઠાકોર- કોષાધ્યક્ષ-ગાંધીનગર જિલ્લો ભાજપ
જયેશભાઇ પટેલ, કારોબારી ચેરમેન,પુર્વ ચેરમેન કલોલ નગરપાલિકા
રાયચંદ જી ઠાકોર,, સિનિયર આગેવાન
કલોલ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ
આમ તો બેઠક ઉપર ભાજપ છેલ્લા ત્રણ ટર્મથી હારતું આવ્યુ છે,,સાથે સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કલોલ વિધાનસભાનો સમાવેશ થાય છે
જેનુ પ્રતિનિધીત્વ કેન્દ્રિય ગૃહ અમિત શાહ કરે છે,ત્યારે આ બેઠક જીતવા માટે અત્યારે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના પ્રભારી
હર્ષદ પટેલ અને સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલને વિશેષ જવાબદારી સોપાઇ છે, જેથી કલોલ બેઠક જીતી શકાય, ભાજપ માટે કલોલની બેઠક
કોંગ્રેસના કબ્જામાં હોવુએ સોનાની થાળીમાં લોઢાંની મેખ સમાન છે,, તેવી લાગણી પણ ભાજપના વરિષ્ઠ નેતાઓમાં છે, આના માટે
સ્વયં અમિત શાહ મહેનત કરી રહ્યા છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂટણીમાં કલોલમાં જીતી શકે તેવા ઉમેદવારની પસંદગી કરાશે,
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
સમાચાર માટે 9909941674 અને 9909941647 ઉપર સંપર્ક કરવા વિનંતી