અમદાવાદ
ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ભાજપ કયા સિનિયર નેતાઓને સોપી શકે છે ગુજરાત બહાર મોટી જવાબદારી !
ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ભાજપે કયા સિનિયર નેતાઓને ગુજરાતથી દુર મોકલ્યા,દક્ષિણ ભારતના રાજ્યોની જવાબદારી ગણતરી પુર્વકની છે કે પછી રણનીતિ
ભારતિય જનતા પાર્ટીની કારોબારી હૈદરાબાદમાં એટલા માટે મળી કે હવે પાર્ટીએ દક્ષિણ ભારતમાં પોતાની પ્રચાર પ્રસાર કરવાનુ છે, અને ત્યાં પણ ચૂંટણી જીતવાની છે, બે દિવસિય કારોબારી પુર્ણ થઇ ગઇ, ત્યારે હવે સુત્રો કહી રહ્યા છે કે ગુજરાત ભાજપના સિનિયર નેતાઓને હવે દક્ષિણ ભારતની જવાબદારી સોપાવામાં આવી છે, જેમાં અનેક નેતાઓને તો તેલંગાણામાં વિધાનસભાની જવાબાદારી પણ સોપી દેવાઇ છે, ત્યારે ભાજપમાં ચર્ચા છે કે ગુજરાતમાં એક તરફ 2022ના અંતમાં ચૂટણી છે તો ભાજપના સિનિયર નેતાઓને અત્યારથી જ દક્ષિણ ભારતના રાજ્યોની જવાબદારી કેમ સોપી દેવાઇ,, શુ તેમને ગુજરાતથી દુર રાખવાનો પ્રયત્ન છે કે ખાસ રણનીતિ
ભાજપના કયા નેતાએ કહ્યુ પ્રભારીઓ ચિન્તા છોડો કામ કરો મળી શકે છે ટિકીટ !
ભારતિય જનતા પાર્ટીની મહત્વપુર્ણ કારોબારી બેઠક હૈદરાબાદમાં યોજાઇ,, હૈદરાબાદમાં કારોબારી યોજવા પાછળનું મુખ્ય કારણ એ છેકે હવે પાર્ટીએ દક્ષિણના રાજ્યો ઉપર કબ્જો કરવાનો છે, જેની શરુઆત તંલેંગાણાંથી થશે તેવી રીતે રણનીતિ બનાવાઇ છે, ત્યારે પુર્વ મુખ્ય પ્રધાન વિજય ભાઇ રુપાણી, અને ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત 11 સિનિયર નેતાઓ આ બેઠકમાં હાજરી આપવા પહોચ્યા હતા, જેમાં મનસુખ માંડવીયા, પુરુષોત્તમ રુપાલા, રમિલાબેન બારા વિગેર પણ પહોચ્યા હતા, મહત્વપુર્ણ બાબત એ છે કે તેલંગાણામાં વિધાનસભા જીતવા માટે હવે ગુજરાતના નેતાઓને વિધાનસભા પ્રમાણે જવાબદારી સોપાઇ છે,
ગુજરાતના પુર્વ સીએમ વિજય રુપાણી ફેસબુક ઉપર 1 જુને વિવિધ ફોટો પોસ્ટ કર્યો છે,જેમાં તેઓએ રાષ્ટ્રિય કારોબારીના ફોટા તો પોસ્ટ કર્યા છે ,,સાથે તેલંગાણા રાજ્યના જડચર્લા વિધાનસભાના વિવિધ પદાધિકારીઓ સાથે બેઠકના પણ ફોટા મુક્યા છે, જેમાં તેઓએ હિન્દીમાં લખ્યુ છે કે
તે સિવાય ગુજરાતના આ નેતાઓ તેલંગાણા જઇને ગુજરાતમાં કેવી રીતે સંગઠન ચાલે છે,શુ રણનિતી હોય છે, અને સરકાર અને સંગઠન સાથે કઇ રીતે તાલમેલ છે તેની માહીતી આપશે, તે સિવાય ગુજરાત સરકારની યોજનાઓ અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે પણ માહીતી આપશે, આમ એક તરફ ગુજરાતમાં 2022માં ચૂટણી છે,,તેવામાં આવા સિનિયર નેતાઓને ગુજરાત બહાર મોકલીને શુ ભાજપ આવા નેતાઓને ગુજરાતથી દુર રાખવા માંગે છે ,,જેથી તેમના પુરોગામીઓને ગુજરાતમાં કોઇ મુશ્કેલી ન થાય તેવી ચર્ચા પણ ભાજપમાં શરુ થઇ ગઇ છે,
ગુજરાત કોંગ્રેસને નેતાઓ કેમ છોડીને જઇ રહ્યા છે આ નેતાએ કર્યો ખુલાસો
એક વાત તો હવે સ્પષ્ટ થઇ ગયુ છે કે જે નેતાઓને તેલંગાણાની જવાબદારી સોપાશે એટલે કે દક્ષિણ ભારતના રાજ્યોની જવાબદારી સોપાશે તેઓ ગુજરાતની રાજનીતિમાં નહી રહી શકે,, એટલે કે ગુજરાતથી દુર તેમને અન્ય રાજ્યોમાં પોતાની રાજનિતિક સુઝ, સંગઠન ચલાવવાનો અનુભવનો લાભ અન્ય રાજયોના સંગઠનને મજબુત કરવામા આપવો પડશે, ત્યારે વારં વાર સવાલ એ થાય છે શુ આ નેતાઓની જરુર ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં નથી
કે પછી જાણી જોઇને તેમને ગુજરાતથી દુર રાખવાનો છે જેથી તેમનો પ્રભાવ ગુજરાતની રાજનીતિમાં ન રહે,, તેઓ પોતાના સમર્થકોને ટીકીટ ન આપવી શકે,, તેમની સંગઠનથી લઇને સરકારમાં અથવા પોતાના માટે પણ
ક્યાંક લોબિંગ ન કરી શકે, ત્યારે આ તમામ વાતો માત્ર ચર્ચા અને સંભાવનાઓ છે, ત્યારે સવાલો પણ પુછાઇ રહ્યા છે કે આવા સિનિયર નેતાઓને ગુજરાતથી બહાર મોકલવા માટે કોને રસ પડી શકે છે, અથવા કોણ આવા નેતાઓનો એક્કો ગુજરાતમાંથી કાઢવા માંગે છે,, જ્યારે આવા નેતાઓના સમર્થકો જરુર કહે છે કે જો આ નેતાઓને ગુજરાતથી દુર કરાશે તો નિશ્ચિત પાર્ટીને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં નુકશાન થઇ થઇ છે, છતાં પાર્ટીએ રાષ્ટ્રિય કક્ષાએ હવે નિર્ણય લઇ લીધો છે, ત્યારે જોવાનુ એ છે કે ગુજરાત ભાજપના વધુ કેટલા નેતાઓને ગુજરાત બહાર મોકલવાની રણનીતિ છે, જેથી તેમનો કઇ પણ પ્રકારનો ચંચુપાત સ્થાનિક રાજનિતીમાં ન રહે,,કેટલાક સુત્રો કહે છે આ માત્ર એક દિવસનો પ્રવાસ હતો, જયારે કેટલાક કહે છે કે આવા નેતાઓને ગુજરાત બહાર મોકલવા માટેની રણનીતિ છે,