અમદાવાદ
ભાજપના કયા ધારાસભ્યે કલેક્ટરને આપ્યુ અલ્ટીમેટમ- કામ કરો નહી તો હુ સીએમ પાસે જઇશ
ભાજપના કયા ધારાસભ્યે કલેક્ટરને આપ્યુ અલ્ટીમેટમ- કામ કરો નહી તો હુ સીએમ પાસે જઇશ
ભારતિય સંસ્કૃતિમાં નદીને પુજનિય ગણવામાં આવે છે, ત્યારે અમદાવાદની સાબરમતી નદી અત્યારે પ્રદુષિત બનીને ગંદા નાળામાં ફેરવાઇ ગઇ છે,આ જ સાબરમતી નદીને શુધ્ધ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતમાં હતા અથાક પ્રયાસો કરતા હતા,
જો કે આજે પરિસ્થિતિ બદલાઇ છે, તેમના કાર્યકાળ દરમિયાન સાબરમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરાયો છે, જો કે તેમના ડ્રીમ પ્રોજેક્ટને અટકાવવા નરોડા જીઆઇડીસીના બેજવાબદાર ઉદ્યોગપતિઓએ રોડા નાખવાનો પ્રસાય કર્યો છે, જાણે આ ઉદ્યોગપતિઓ કોઇના ઇશારે અમદાવાદના વિકાસના વિરોધી હોય તેવી રીતે કેમિકલ યુક્ત છોડીને નદીને પ્રદુષિત કરી પર્યાવરણને બર્બાદ કરી રહ્યા છે, અને આ ઉદ્યોગપતિઓની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અને જીપીસીબીના ભ્રષ્ટ અધિકારીઓ પણ એટલાજ જવાબદાર છે, જેના માટે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ કલેક્ટર સામે બળાપો વ્યક્ત કર્યો હતો, મહત્વપુર્ણ વાત એ છેકે એએમસીના ભ્રષ્ટ્રાચારી અધિકારીઓએ સાબરમતી નદીમાં પ્રદુષણ અટકાવવાના બદલે જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે,
ત્રણ ટર્મના કોર્પોરેટર અને નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી અમદાવાદ જિલ્લા કલેક્ટર સદીપ સાંગલે દ્વારા બોલાવવામાં આવેલ સંકલન સમિતીની બેઠકમાં સાબરમતી નદીમાં વધતા પ્રદુષણને લઇને અત્યંત વ્યથીત થયા હતા, તેઓએ ભારે હૃદયથી જણાવ્યુ હતુ કે નદીઓ આપણી લોક માતા છે, સંસ્કૃતિનો પ્રતિક છે,જ્યારે ચતુર્માસ દરમિયાન વિવિધ સંપ્રદાયના લોકો નદીઓ કિનારે જઇને વિવિધ પ્રકારના પુજન અર્ચન હોમ હવન અને સ્નાન કરતા હોય છે, ત્યારે માં ગંગા સમાન સાબરમતી નદીમાં પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભાવ પુર્વક સાબરમતી નદીમાં સ્થાન કરતા હોય છે,ત્યારે છેલ્લા ચાર વર્ષ દરમિયાન નરોડા જીઆઇડીસીના કેટલાક ઉદ્યોગપતિઓના પાપે સાબરમતી નદી ભીષણ પ્રદુષિત થઇ છે, જેને પરિણામે લોકો માટે ધાર્મિક અનુષ્ઠાન મુશ્કેલ બન્યુ છે તેઓએ 15 અમદાવાદ કલેક્ટરને 15 દિવસનુ અલ્ટીમેટમ આપી કહ્યુ છે કે અમદાવાદ માટે કલંક બનેલ સાબરમતી નદીનો પ્રદુષણ દુર કરો,, એના માટે જે કોઇ અધિકારીઓ કર્મચારીઓ જવાબદાર હોય તેમની સામે પગલા લો, મને શહેરીજનો માટે સાફ સુથરી નદી જોઇએ છે, એના માટે તમારે જ પગલા ભરવા હોય તે પગલા ભરો,, પણ નદીને પ્રદુષણમાંથી મુક્ત કરાવો,, જે ઉદ્યોગો દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવતુ હોય તેવા ઉદ્યોગો સામે કડકાઇથી પગલા લો,, જો આપ કામ નહી કરી શકતા હોય તો હુ સીએમ પાસે જઇ મારા વિસ્તારની જનતાનો પ્રશ્નનો ઉકેલ લાવીશ
અશોક ગેહલોતની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !
ચૂંટણીમાં પાટીદારો મતદારોને રિઝવવા કોંગ્રેસના કયા નેતાઓ કરશે કામ !