અમદાવાદ
અમદાવાદના કયા ધારાસભ્યને મહિલાઓએ ભાંડ્યુ !
અમદાવાદના કયા ધારાસભ્યને મહિલાઓએ ભાંડ્યુ !
રધુ શર્માની થઇ શકે છે વિદાય-તેમના સ્થાને મુકુલ વાસનિક બની શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી
અમદાવાદમાં નરોડામાં આવેલો એક બ્રિજ હાલ વિવાદનો કેન્દ્ર બન્યો છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેનું નામ સિધી સમાજના સંતના નામે કરવાનુ ઠરાવ કરી દીધુ છે,,
ત્યારે હવે સ્થાનિક અનુસુચિત જાતીના લોકો હવે આને સંત રોહિદાસના નામે કરવાની માંગ લઇને ધારાસભ્ય બલરામ થવાણીનો ઘેરાવ કર્યો,,એટલુ જ નહી પણ
મહિલાઓએ તેમને અપશબ્દો પણ કહ્યા,,પરિણામે ધારાસભ્યને ત્યાંથી છુ મંતર થઇ ગયા,
અમદાવાદમાં નરોડા વિસ્તારમાં નવો બ્રિજ બન્યો છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ બ્રિજના નામનો ઠરાવ કરીને સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ ઓવરબ્રિજ કરી દેવાયુ છે, ત્યારે છેલ્લા એક મહિનાથી હવે સ્થાનિક એસ સી સમાજના (શિડ્યુલ કાસ્ટ, અનુસુચિત જાતી) લોકો આ બ્રિજને સંત રોહિદાસ મહારાજ નામ રખાય તેના માટે આંદોલન કરી રહ્યા છે, આના માટે આદોલન પણ ચાલતુ હતુ, ત્યારે મંગળવારના દિવસે કેટલીક એસ સી મહિલાઓ નરોડામાં ધારાસભ્ય
બલરાવ થાવાણીનો ઘેરાવ કરવા પહોચી,,જ્યાં બલરામ થવાણીએ કહ્યુ કે આ અંગે મેયર સાહેબને મળો,,પણ આ મહિલાઓએ ઉગ્ર વિરોધ શરુ કર્યો હતો, પરિણામે પોલીસને આ મામલે આગળ આવુ પડ્યુ, જેમાં એક મહિલાએ તો
ગુસ્સામાં બલરામ થાવાણીને અશોભનિય શબ્દોથી પણ નવાજ્યા હતા,, મામલો વણસતો જોઇને બલરામ થાવાણી ત્યાંથી ચાલતી પકડી હતી,, અથવા એમ કહીએ કે તેઓ ત્યાંથી ભાગી ગયા હતા,,,