ગાંધીનગર
કલોલના લાંચિયા અધિકારી ઉપર કયા પ્રધાનના ચાર હાથ !
કલોલના લાંચિયા અધિકારી ઉપર કયા પ્રધાનના ચાર હાથ !
કલોલના મામલતદાર મયંક પટેલને એસીબીએ લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા છે, પણ સુત્રોની માનીએ તો
મયંક પટેલને અઢી વરસ પહેલા જ ગુજરાત ભાજપના સિનિયર નેતાની ભલામણથી કલોલ ટ્રાન્સફર કરાયા હતા,
તે સિવાય મયંક પટેલ સ્થાનિક બિલ્ડરોના લાડકા પણ હોવાનુ માનવામાં આવે છે,
કલોલ મામલતદાર ડો. મયંક મહેન્દ્રભાઈ પટેલ 2.60 લાખની લાંચ લેતા ઝડપાયો છે. ત્યારે તેની સાથે ઈ-ધરા શાખાનો આઉટસોર્સથી કામ કરતાં ઓપરેટર નિખિલ કિશોરભાઈ પાટીલ પણ ઝડપાયો છે
નિખિલ છેલ્લા 10 વર્ષથી આ પ્રકારે ઓપરેટર તરીકે ફરજ બજાવતો હોવાની જાણકારી મળી છે. બીજી તરફ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે આધારકાર્ડ નોંધણી કૌભાંડમાં પણ બે કોમ્યુટર ઓપરેટર સામે ગુનો નોંધાયેલો છે.
બંને કેસમાં આઉટસોર્સ કે એજન્સી મારફતે કામ કરતાં ઓપરેટરોની ભૂમિકા સામે આવી છે. ત્યારે જિલ્લાની સરકારી કચેરીઓમાં આ પ્રકારે વર્ષોથી આઉટસોર્સથી કામ કરતાં ઓપરેટર્સની
આંતરીક બદલીઓ તથા તેઓની સામે આંતરિક તપાસ જરૂરી બની ગઈ છે. ખાસ કરીને રેવન્યૂની અને નોંધણીની કામગીરી સાથે જોડાયેલા અનેક ઓપરેટર્સ આ પ્રકારે એક યા બીજી રીતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય છે.
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
સુત્રોની માનીએ તો મયંક પટેલને ઉત્તર ગુજરાતના ભાજપના પ્રધાનના ભલામણથી અહી કલોલમાં બદલી કરાઇ હતી, આ અધિકારી આ નેતાના કહ્યાગરા હતા,
અને કહેવાય છે કે ઉત્તર ગુજરાતના નેતા જ્યાં સુધી પ્રધાન હતા ત્યાં સુધી મયંક પટેલને કોઇએ હાથ પણ અડાડવાની હિમ્મત પણ કરી ન હતી,
જેવુ ગુજરાતમાં પ્રધાન મંડળમાં ફેરફાર થયા અને નેતાજી ની છુટ્ટી થઇ,,ત્યારે હવે તેમની સાથે ઘરોબો ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓની વોચ રાખવામાં આવી
રહી છે,,અને તેમને ઠેકાણે પાડવા માટે ખાસ ઓપરેશનો શરુ કરી દેવાયા છે,,ત્યારે નેતાજીની નજીક ગણાતા ભ્રષ્ટ અધિકારીઓની ફરિયાદ રાજ્ય સરકારમાં સ્થાનિક આગેવાનો દ્વારા
કરાઇ હતી, જેની સાથે ભ્રષ્ટાચાર મુક્ત શાષન માટે કટી બધ્ધ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી કઇ પણ પ્રકારના ભ્રટાચારને ચલાવવા માંગતા નથી,
સ્થાનિક આગેવાનોના ફરિયાદ બાદ કોઇની પણ શેહ શરમ રાખ્યા વગર એસીબીને આગળ વધવાની સુચના આપી હતી, જેના ભાગ રુપે એસીબીની ટીમે વોચ રાખીને પકડી લીધા,