ગાંધીનગર
કયા પ્રધાને કહ્યું કોણ કેટલી ટકાવારી લે છે મને બધી ખબર છે
કયા પ્રધાને કહ્યું કોણ કેટલી ટકાવારી લે છે મને બધી ખબર છે
ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના કેબીનેટ પ્રધાન પુર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ લઇ લીધા બાદ તેમણે રાજ્ય કક્ષાનો હવાલો સહકાર પ્રધાન જગદીશ પંચાલને સોપ્યો હતો, તેઓ ચાર્જ સંભાળતાની સાથે જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ શરુ કર્યો છે, જેના ભાગ રુપે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી, , જિલ્લાના તમામ માર્ગોની સ્થિતિનો તાગ મેળવ્યો તેમજ જે રોડ રસ્તાઓની મરામત કરવાની જરૂરિયાત છે, ત્યાં તાત્કાલિક ધોરણે ઝડપથી કામગીરી કરવા તાકીદ કરી હતી,
સુત્રોની વાત માનીએ તો માર્ગ અને મકાન પ્રધાન જગદીશ પંચાલે માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો ઉઘડો લઇ નાખ્યો હતો, સુત્રો તો ત્યાં સુધી કહે છે કે મંત્રી સાહેબે આર એન્ડ બીના અધિકારીઓને કહ્યુ હતુ કે કોણ કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરો પાસેથી લે છે, તે બધી ખબર છે, મને કે મારી પાર્ટીના કોઇ નેતાઓ કે ધારાસભ્યોને ટકાવારીમાં કોઇ રસ નથી, ક્વોલીટી સાથે કોઇ કોમ્પ્રમાઇઝ નહી ચાલે, ક્વોલીટી વાળુ કામ જોઇશે, જો તેમ નહી થાય તો જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરાશે, જો ટકાવારી લેતા હોય બંધ કર દેજો તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે નબળી ગુણવત્તા ધરાવતા રસ્તાઓ બાધનાર કંપની અને તેના બોર્ડ ઓફ ડીરેક્ટર સહીત તમામ લોકોને બ્લેક લિસ્ટ કરવા જોઇએ , જેથી રાજ્યમાં કોઇ પણ જગ્યાએ બીજી કોઇ કંપનીના નામે પણ તે વ્યક્તિઓ વ્યવસાય ન કરી શકે ,,પરિણામે સમગ્ર જિલ્લાના ભ્રષ્ટ અને કટકી ખાઉ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં પ્રધાનની કાર્યપધ્ધતીથી ફફળાટ પેસી ગયો છે,
આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ભાવનગર લોકસભાના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા ધારાસભ્ય અને, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે થલતેજ સ્માર્ટ શાળા નું કર્યું લોકાર્પણ