અમદાવાદ
કયા નેતાને પત્ની પડી ભારે !
પત્નીના પાટીદાર પાવર સામે શુ ભરત સોલંકીનુ થશે રાજકીય સુર્યાસ્ત !
પુ્ર્વ કેન્દ્રિય મંત્રી ભરત સિહ સોલંકીની પત્ની રેશ્મા પટેલ સોલંકીએ આજે બોરસદના વહેરા ગામ સ્થિત વૈભવી બંગલાનુ કબ્જો લઇ લીધો છે
તેઓએ આના માટે આણંદ એસ પી પાસે પ્રોટેક્સનની માંગ કરી છે,, ઉલ્લેખનિય છે કે છેલ્લા એક વરસથી તેઓ અમેરિકા હતા
તેમની માનીએ તો તેમને ભરત સિહ સોલંકી તરફ સતત ધમકી મળતી હોવાથી તેઓ અમેરિકા જતા રહ્યા હતા,
પણ પોતાનો પત્ની તરીકેનો હક લેવા માટે આણંદ પહોચ્યા છે,,
કયા નેતાની પત્નીએ કહ્યુ આ ઘરમાંથી નિકળશે મારી લાશ !
રેશ્મા પટેલ અને કોગ્રેસી નેતા ભરત સિહ સોલંકીના દમ્પત્ય જીવનમાં છેલ્લા ઘણા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે,,
પરિણામે રેશ્મા પટેલે ભરત સિહ સોલંકી ઉપર અનેક મહિલાઓ સાથે શારિરીક સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યા છે
ત્યારે ભરત સિહ સોલંકીએ રેશ્મા પટેલ વિરુધ્ધ જાહેર નોટિસ આપીને તેમની સાથે કોઇ પણ પ્રકારના આર્થિક વ્યવહાર
ન કરવાની ચેતવણી આપી હતી,પણ રેશ્મા પટેલ બોરસદ આવીને જે રીતે ઘર ઉપર કબ્જો જમાવ્યા પછી કહ્યુછે કે હુ પતિની સાથે રહીશ,અને આ ઘરમાઁથી મારી લાશ નિકળશે
ભરત સિહ સોલંકીનુ દામ્પત્ય જીવન બગાડી શકે છે રાજનિતિક બાજી
તમને થશે કે પેટલાદ વિધાનસભા અને ભરત સિહ સોલંકીના દમ્પત્ય જીતવને શુ સંબંધ હોઇ શકે,,
તો તમને બતાવી દઇએ કે ભરત સિહ સોલંકી આ વખતે પેટલાદ વિધાનસભા બેઠક પરથી ચૂટણી લડવા માટે
તૈયારી કરતા હોવાનુ સુત્રો કહી રહ્યા છે,,હવે જો ભરત સિહ પેટલાદથી લડશે તો છ ટર્મ કોગ્રેસના ધારાસભ્ય રહેલા નિરંજન પટેલનુ શુ થશે,,
તો તમને આપીએ બ્રેકિંગ ન્યૂઝ,,નિંરંજન પટેલ લડી શકે છે ભાજપ તરફથી,,તમને આંચકો લાગેશ કે છ ટર્મના પીઢ કોગ્રેસી નેતા ભાજપની કંઠી કેવી રીતે બાંધી શકે છે,
તો આ વખતે પેટલાદમાં સેન્ટિમેન્ટ કામ કરી રહ્યા છે,,સેન્ટીમેન્ટ રેશ્મા પટેલ સાથે ભરત સિહે કરેલા અન્યાયની,,
રેશ્મા પટેલ પાટીદાસ સમાજમાંથી આવે છે, પાટીદારોના એક વર્ગમાં રેશ્મા પટેલ અને ભરત સિહ સોલંકીના વિવાદને લઇને ખુબ નારાજગી છેત્યારે આ વખતે જ્યારે કોગ્રેસમાંથી સ્વયમ ભરત સિહ પેટલાદ સીટ ઉપરથી ઇલેક્શન લડશે તેવી ચર્ચાએ જોર પકડ્તા પાટીદાર સમાજના આગેવાનોએ
નિરંજન પટેલને કોગ્રેસ છોડી ભાજપના ખુંટે બંધાવાની સલાહ આપી છે,
ત્યારે સુત્રોની માનીએ તો નિરંજન પટેલે પણ આ વખતે કેસરીયો કરવાનુ મન બનાવ્યુ છે,,
હવે સમજીએ પેટલાદ બેઠકની તાસીર
વર્ષ 1990માં જનતા દળના ઉમેદવાર તરીકે નિરંજન પટેલ ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા
ભાજપના ટેકાથી ગુજરાતામાં જનતા દળના ચિમન ભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા
બાબરી ઢાંચો ધ્વસ્ત થતા ભાજપે જનતાદળને આપેલો ટેકો પાછો ખેચ્યો
મુખ્યમંત્રી ચિમન ભાઇ પટેલે સત્તા જાળવી રાખવા કોગ્રેસનો ટેકો લિધો અને સત્તા જાળવી રાખી
તેમણે જનતા દળનુ કોગ્રેસમાં વિલય કર્યુ,
નિરંજન પટેલ વર્ષ 1995, 1998માં કોગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા,,
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ રાજ્યામાં હિન્દુત્વની લહેર ચાલી,ત્યારે યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં
કોગ્રેસના નિરંજન પટેલ ભાજપના સીડી પટેલ સામે હારી ગયા હતા,,
વર્ષ 2002ને બાદ કરતા 2007, 2012 અને 2017માં નિરંજન પટેલ ચૂંટણી જીત્યા,,
આમ નિરંજન પટેલ અને કોગ્રેસનો પેટલાદ અજેય ગઢ રહ્યો છે,, પણ સ્થિતિ બદલાઇ છે
પેટલાદ વિધાનસભા સીટ માટે ભાજપને નિરંજન પટેલમાં જીતની કિરણ દેખાય છે,,
કારણ કે ભાજપ 1962થી લઇને 2017 સુધીમાં હિન્દુત્વની લહેરના કારણે
માત્ર વર્ષ 2002માં ભાજપના સીડી પટેલ ચૂંટણી જીત્યા હતા એટલુ જ નહી ભાજપે
મધ્ય ગુજરાતને મજબુત કરવા માટે તેમને તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્રમોદી
મંત્રી બનાવ્યા હતા, જોકે તેમ છતા 2007માં યોજાયેલી ચૂટણીમાં તેઓ હારી ગયા હતા
2012માં ભાજપના દિપક પટેલ અને વર્ષ 2017માં સીડી પટેલ નિરંજન પટેલ સામે હારી ગયા હતા, એટલા માટે
ભાજપે ભરત સિહ સોલંકીના વિવાદ વચ્ચે નિરંજન પટેલને પોતાની સાથે જોડવાની રણનિતિ તૈયાર કરી છે,
સ્થાનિક આગેવાનો પણ નિરંજન પટેલ સાથે ઘરોબો રાખવા સૂચના અપાઇ છે,
નિરંજન પટેલને જો કોગ્રેસ ટિકીટ નહી આપેતો તેમને ભાજપમાં જોડવાની રણનિતિ બનાવાઇ છે,,
જ્યારે ભરત સિહ કોઇ પણ રીતે ગુજરાતની રાજનિતિમાં સક્રીય રહેવા માંગે છે, પણ તમને બતાવી દઇએ કે
લોકસભાની વર્ષ 2014 અને વર્ષ 2019માં આણંદ બેઠક પર ચૂંટણી જીતવામાં
નિષ્ફળ ગયા હતા પણ હવે ભરત સિહ સોલંકીની નજર પેટલાદ વિધાનસભા બેઠક ઉપર ઠરી છે,
જ્યાંથી તેઓ વિધાનસભામાં ઠરી ઠામ થવા માંગે છે,,
પણ તેમના પત્ની રેશ્મા પટેલને કારણે પેટલાદના પાટીદાર સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે,
કારણ કે ભરત સિહ પિતા પણ ખામ થિયરીના જનક હતા, તેઓ પાટીદારોના વિરોધી હોવાની તેમની છાપ હતી,
ત્યારે પાટીદારોનુ ગઢ મનાતી પેટલાદ વિધાનસભામાંથી ભરત સિહ સોંલંકીનુ ચૂટણી લડવુ એ લોઢાના ચણા ચાવવા સમાન
સાબિત થઇ શકે છે,
Pingback: ગુજરાતમાં ચૂંટણી આવે છે ! – Panchat TV
Pingback: ચૂંટણી જીતવા માટે ભાજપે લોંચ કર્યો સસ્તો પ્લાન ! – Panchat TV
Pingback: Bharatsinh Solanki Duryodhan then Amit Chavda Dushasan Vandana Patel