અમદાવાદ
ગુજરાતના કયા નેતાએ કહ્યુ કે ભાજપ હવે કોંગ્રેસયુકત બની છે
ગુજરાતના કયા નેતાએ કહ્યુ કે ભાજપ હવે કોંગ્રેસયુકત બની છે
ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ સંગઠન ઉપર ધ્યાન આપી રહી છે, 182 વિધાનસભા સીટો ઉપર અમે બુથ મેનેજમેન્ટ કરી રહ્યા છીએ,, પ્રભારીઓને જવાબદારી સોપાઇ છે જેથી આ વખતે કોંગ્રેસ 125 સીટો જીતશે,,તેમ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હિમ્મત સિહ પટેલે દાવો કર્યો છે,, તેઓએ જણાવ્યુ હતુ કે જે ચૂંટણીઓ અમે હાર્યા તેમાં અમારી બુથ મેેનેજમેન્ટમાં ક્ષતિ હતી જે અમે વખતે દુર કરી છે, જેનો લાભ આગામી ચૂટણીમાં અમને થશે,, ભુતકાળમા પણ કોંગ્રેસ તુટી છે, પણ કોગ્રેસ એક વિચાર ધારા છે, કોઇના આવવા જવાથી પક્ષનો કોઇ ફર પડતો નથી, તેમ પણ હિમ્મત સિહ પટેલે ઉમેર્યુ હતું
તિરંગા યાત્રા કોને ફળશે,ભાજપનો બાપુનગરમાં કાર્યક્રમ એક નિશાન અનેક !
હિમ્મત સિહ પટેલે વધુમાં કહ્યુ હતું કે જે ભારતિય જનતા પાર્ટી દેશમાંથી કોંગ્રેસને મુક્ત કરવા નિકળી હતી, તે ભારતિય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત બની ગઇ છે, તેમની પાસે લીડર શિપની ખોટ જોવા મળી રહી છે,,એટલા માટે તેમને કોંગ્રેસના નેતાઓની જરુર પડે, એટલે મહારાષ્ટ્ર હોય કે ગોવા તમામ સ્થળે તેઓ અમારા નેતાઓને તોડી રહ્યા છે,