ગાંધીનગર
ગુજરાત કોંગ્રેસ ના ક્યાં નેતા ભાજપ માટે વિભીષણ બન્યા
ગુજરાત વિધાનસભામાં વિપક્ષ ના નેતા રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે.સૂત્રોની વાત માનીએ તો તેમનો પુત્ર રાજુ રાઠવા ભાજપનો ઉમેદવાર બનશે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે..ત્યારે નોંધનીય છે કે વર્ષ 1972માં મોહન રાઠવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વર્ષ 1998 સુધી સતત ચૂંટાતા રહ્યા અને તેઓ કોંગ્રેસના રાજમાં પ્રધાન બન્યા વર્ષ 2017માં ગુજરાત વિધાનસભામાં વિપક્ષ ના નેતા શંકરસિંહ વાઘેલા એ કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા તેઓ વિપક્ષ ના નેતા બન્યા
તેમની રાજકીય કારકિર્દી પર એક નજર કરીએ
સંસદીય કારકિર્દી : સભ્ય, (૧) ચોથી ગુજરાત વિધાનસભા, ૧૯૭ર-૭૪, (ર) પાંચમી ગુજરાત વિધાનસભા, ૧૯૭પ-૮૦, (૩) છઠૃી ગુજરાત વિધાનસભા, ૧૯૮૦-૮પ, (૪) સાતમી ગુજરાત વિધાનસભા, ૧૯૮પ-૯૦, (પ) આઠમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૦-૯પ, (૬) નવમી ગુજરાત વિધાનસભા, ૧૯૯પ-૯૭, (૭) દસમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૮-ર૦૦ર, (૮) બારમી ગુજરાત વિધાનસભા, ર૦૦૭-૧ર, (૯) તેરમી ગુજરાત વિધાનસભા, ર૦૧ર-૧૭ ( 10)ચૌદમી ગુજરાત વિધાનસભા 2017_2022)
. મંત્રી, (૧) વન અને મત્સ્યોદ્યોગ વિભાગ, ગુજરાત સરકાર, ૧૯૭પ-૭૬, (ર) પંચાયત વિભાગ, ૧૯૯૦, (૩) પંચાયત, વન અને શ્રમ વિભાગ, ૧૯૯૦, (૪) વન, મત્સ્યોદ્યોગ, સમાજકલ્યાણ, સમાજસુરક્ષા અને આદિજાતિ વિકાસ વિભાગ, ૧૯૯૦-૯ર, (પ) વન, મત્સ્યોદ્યોગ, સમાજકલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગ, ૧૯૯ર-૯૪. (૬) વન, સમાજ સુરક્ષા અંને આદિજાતિ વિકાસ, ૧૯૯૪-૯૫. ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિ, અંદાજ સમિતિ, અનુસુચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્ય. જાહેર હિસાબ સમિતિના પ્રમુખ અને સભ્ય પણ હતા તેમજ આદિજાતિ સલાહકાર પરિષદમાં પણ સભ્ય હતા. એક્સ એમ.એલ.એ. કાઉન્સિલના સભ્ય છે બેસ્ટ સિટિઝન ઓફ ઇન્ડિયા એવોર્ડ- ૨૦૦૨માં મળેલ છે. તા. ૨૬/૦૭/૨૦૧૭ થી ૨૦/૧૨/૨૦૧૭ સુધી ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષ ના નેતા રહી ચૂકેલા મોહન રાઠવાને કોંગ્રેસે આટલું બધું આપ્યું પછી એવું તે શું બન્યું કે તેમને કોંગ્રેસ માંથી રાજીનામુ આપવું કે પછી મોટું પેકેજ મળવાની લાલચે કોંગ્રેસ વફાદાર ના રહી શક્યા તેને લઇ લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે..
ભાજપ સત્તા મેળવવા જુના જોગીઓના શરણે ! જાણો કોની ટીકીટ થઇ ફાઇનલ !