આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું
ડીજીપી આશિષ ભાટીયાને ડીસેમ્બર સુધી એક્સટેંશન આપીને ગુજરાત સરકારે સાબિત કરી દીધુ ભાટીયા ઉપર તેમને અન્ય આઇપીએસ અધિકારીઓ કરતા વધુ વિશ્વાસ છે
રાજ્યના વિધાનસભા ઇલેક્શનની જવાબદારી આશિષ ભાટીયા ઉપર રહેવાની છે, પણ આના કારણે રાજ્યના એક આઇપીએસનુ સપનુ રોળાઇ ગયુ છેં,, કારણ કે આ આઇપીએસ
ડીજીપી માટે દાવેદાર માનવામાં આવતા હતા, સુત્રો કહે છે કહે છે કે હવે તેમને હોમગાર્ડ કે અન્ય કોઇ વિભાગમાં ડીજીપી બનાવવાની સંભાવના છે,આમ અચાનકથી સમિકરણો
ફેરવતા હવે અનેક આઇપીએસ અધિકારઓની ઉંધ હરામ થઇ ગઇ છે,,ત્યારે સુત્રો કહે છે કે આ આઇપીએસને એક ખાસ વહીવટદાર નડી ગયો હોવાની ચર્ચા સમગ્ર પોલીસ બેડામાં છે
પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !
ડીજીપી આશિષ ભાટીયા 31મેના દિવસે રિટાયર્ડ થઇ રહ્યા હતા,, ત્યારે તેમના અનુગામી કોણ રહેશે તેને લઇને ચર્ચાઓ હતી, સુત્રોની માનીએ તો કેટલાક આઇપીએસ અધિકારીઓ વચ્ચે
ડીજીપીના પોસ્ટને લઇને ગળાકાપ હરીફાઇ પણ જામી હતી, આમ તો ભાટીયા નિવૃત થાય તો અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ડીજીપી તરીકે દાવેદાર હતા, જો કે ચર્ચા એ પણ હતી કે
હાલ ભારત સરકારમાં ડેપ્યુટેશન પર રહેલા અતુક કરવાલ પણ સરકારની ગુડબુકમાં હતા, છતાં રાજ્ય સરકારે આ તમામ ચર્ચાઓનો છેદ ઉડાડી દીધો છે,
હવે સંજય શ્રીવાસ્તવને પણ સિનિયરીટી પ્રમાણે ડીજીપી તરીકે પ્રમોશન અલગ વિભાગમાં અપાઇ શકે છે,,તો તેમના સ્થાને અમદાવાદના શહેર પોલીસ કમિશ્નર તરીકે અજય તોમર, અનિલ પ્રથમ, અને શમસેરસિંગના નામોની ચર્ચા
ચાલી રહી છે, જ્યારે સુરતના પોલીસ કમિશ્નર તરીકે રાજકુમાર પાંડીયનનુ નામ અગ્રેસર છે, તો અનુપમ સિહ ગેહલોત પણ સુરત પોલીસ કમિશ્નર તરીકે દાવેદાર મનાય છે, જ્યારે વડોદરાના કમિશ્નર તરીકે વિકાસ સહાયનુ પણ નામ ચાલે છે,
ત્યારે ચર્ચા છેકે એક આઇપીએસ અધિકારી તો ડીજીપી બનાવા માટે છેક દિલ્હી દરબારમાં પણ જઇ આવ્યા હતા, છતાં તેમને સફળતા મળી નથી, જ્યારે તેમના માટે કહેવાય છે કે સ્થાનિક મુખ્ય પ્રધાનથી લઇને છેક દિલ્હી સુધીના રાજકીય
પ્રતિનિધીઓ તેમના કારનામાથી વાકેફ હતા,તેમના રાજમાં ટેન્ડર રાજ ફુલ્યો ફાલ્યો હોવાની ચર્ચા તેજ હતી, જેથી તેમને ડીજીપી બનાવવાના બદલે આશિષ ભાટીયાને ડીજીપી તરીકે ઇલેક્શન સુધી કન્ટીન્યુ રાખવુ જ મુનાસિબ માનવામાં આવ્યો,,મહત્વની વાત એ છે કે હવે પોલીસ બેડમાં ચર્ચા છેકે હવે આઈપીએસ અધિકારીને સાઇડ પોસ્ટિંગ આપવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે એ આઇપીએસ પણ હવે સાઇડ પોસ્ટીંગમાં કોઇ મહત્વ વગરનું વિભાગ ન આપી દેવાય,જેથી તેઓ જ્યોતિષ અને દેવી દેવતાઓની માનતામાં લાગી ગયા હોવાનુ પણ પોલીસ બેડામાં ચર્ચા છે,