અમદાવાદ
ગુજરાતના કયા નેતાને સોનિયા ગાંધીએ કર્યા કટ ટુ સાઇઝ !
કોંગ્રેસે રોહન ગુપ્તાને કેમ કર્યા કટ ટુ સાઇઝ ! ચર્ચાઓનો દોર શરુ
કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ સોનિયા ગાંધીએ સુપ્રિયા શ્રિનેતેની સોશિયલ મિડીયા અને ડીઝીટલ પ્લેટ ફોર્મ વિભાગ અધ્યક્ષા તરીકે જવાબદારી સોપી છે,અત્યાર સુધી ગુજરાતના રોહન ગુપ્તા કોંગ્રેસનું રાષ્ટ્રિય સોશિયલ મિડીયાના
ચેરમેન હતા, હવે તેમને કોંગ્રેસે પ્રવક્તા તરીકે જવાબદારી સોપી છે, ત્યારે આને લઇને ચર્ચાઓ દોર ગુજરાતથી લઇને દિલ્હી સુધી શરુ થઇ ગયો છે,
ગુજરાતમાં રાજકુમાર ગુપ્તા કોંગ્રેસની સરકારમાં સસંદીય સચીવ રહી ચુક્યા છે, તેઓ દરિયાપુરથી પણ ઇલેક્શન લડીને જીતી ચુક્યા છે, તેઓ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે, આવા દિગ્ગજ કોંગ્રેસના નેતાના પુત્ર રોહન ગુપ્તાને કોંગ્રેસે વર્ષ 2015માં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂૂટણીમાં દુધેશ્વર વોર્ડમાં ટીકીટ આપી હતી જો કે તેઓ ચૂંટણી જીતી શક્યા ન હતા, જોકે કોંગ્રેસે હાર્યા હોવા છતાં યુવા નેતા
રોહન ગુપ્તાને ગુજરાતમાં સોશિયલ મિડીયાની જવાબદારી સોપી હતી, તેમાં તેઓ સફળ થયા હતા, અને રાહુલ ગાંધીએ તેમને દિલ્હી બોલાવ્યા, અને તેમને સોશિયલ મીડીયા સેલના ચેરમેન બનાવ્યા, જેના કારણે
રોહન ગુપ્તાએ કોંગ્રેસની આઇટી સેલને જાગૃત કરી દીધુ,, કોંગ્રેસના આઇટી સેલના કાર્યકર્તાઓમાં નવો જોમ અને જુસ્સો ભર્યો, અને સોશિયલ મિડીયા ઉપર કોંગ્રેસને ધમ ધમતી કરી,, જો કે તેનાથી કોંગ્રેસને
2019ના લોકસભા ઇલેક્શનમાં કોઇ ખાસ સફળતા ન મળી, તો પાચ રાજ્યોની ચૂટણીમા પણ કોંગ્રેસ માટે કોઇ સારી છાપ ઉભી કરવામાં નિષ્ફળ રહ્યા,
સુત્રોની વાત માનીએ તો તાજેતરમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ભાજપના દિગ્ગજ નેતા સાથે તેમની ભાગીદારી હોવાના સોશિયલ મિડીયામાં મેસેજો ફરતા થયા હતા, આ બાબતની ફરિયાદ
કેન્દ્રિય નેતૃત્વ સમક્ષ પણ થઇ હતી,જેની ગંભીરતાથી નોધ લઇ તેમને કટ કુ સાઇઝ કરવાનો કેન્દ્રિય નેતૃત્વે નિર્ણય લીધો હોવાનુ માનવામાં આવે છે,
કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ આપ્યુ રાજીનામું -આર એસ એસે ઓપરેશન કર્યાની ચર્ચા !
હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !
કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી