અમદાવાદ
ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું !
ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું!
શુ કિરીટ પટેલ ભાજપમાં જોડાશે !
રાજ્ય સરકારે કેમ નિયમો નેવે મુકી તેમના અંગત ને આપી નિમણુંક !
ફાઇલ ફોટો
અમદાવાદ
રાજ્યની ભાજપ સરકારે કોગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના નાના ભાઇની ઉત્તર ગુજરાત યુનિ,માં સિન્ડીકેટ સભ્ય તરીકે
નિમણુંક કરતા ઉત્તર ગુજરાતની રાજનિતમાં ભુકંપ સર્જોયો છે, દિલિપ પટેલે ને 3 વરસ માટે કારોબારી સભ્ય તરીકે રોટેશન મુજબ નંબર આવતો હતો પણ ત્યારે યુનિ, નિમણુંક આપી ન હતી જેથી તેઓ હાઇકોર્ટમાં ગયા હતા
ત્યારે હાઇકોર્ટે આપેલ ચુકાદાને યુનિવર્સિટીએ પડકારવુ જોઇએ પણ તેઓએ પકડકારવાનું ટાળ્યુ હતુ,પાટણ વિધાનસભાના
ભાજપના દાવેદારો પણ આ નિમણુંકને લઇને ચોંકી ઉઠ્યા છે, ભાજપ સમર્થિત પ્રોફેસરના બદલે કોગ્રેસના ધારાસભ્ય ભાઇની નિમણુંક કેમ કરાઇ તેને લઇને યુનિ,થી લઇને ઉત્તર ગુજરાતના
નેતાઓ માથા મચ્ચી કરી રહ્યા છે, ત્યારે શુ એવી ભાજપની મજબુરી છે કે પોતાના બદલે પારકાને ગળે લગાડવાની જરુર પડી છે,, ત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે
ભાજપને વિધાનસભામાં બાનમાં લેતા કિરીટ પટેલને ભાજપના ખુંટે બાંધવાની તૈયારી ચાલી રહી છે,,
નિમણુક પત્ર
કિરીટ પટેલને ભાજપમાં જોડવાનો પ્લાન !
ઉત્તર ગુજરાત યુનિં.માં ગુજરાત યુનિ.ના પુર્વ કુલપતિ આદેશ પાલ અંગ્રેજી વિભાગના વડા તરીકે ફરજ બજાવતા હતા, રાજકિય દ્વેશ ભાવના રાખી તેમને ફરજિયાત રિટાયર્મેન્ટનો રાજ્ય સરકારે આદેશ કર્યો હતો,
જેની સામે ગુજરાત હાઇકોર્ટે મનાઇ હુકમ આપેલ છે, આદેશ પાલની ફરજિયાત નિવૃતિના કારણે ખાલી પડેલ સિન્ડીકેટમાં નિશિથ ભટ્ટની નિમણુંક કરાઇ હતી, જો કે થોડાક મહીનાઓ જ કોગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે
રાજ્ય સરકારમાં રજુઆતો કરીને નિશિથ ભટ્ટને હટાવડાવ્યા હતા, અને પોતાના ભાઇ દિલિપ પટેલને નિમણુક કરવા માટે રજુઆતો કરી હતી,
રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણીને તેમણે કરેલી રજુઆત રંગ લાવી,,અને વાધાણીએ નિમણુક આપી દીધી છે, આ નિમણુક થતાની સાથે જ ઉત્તર ગુજરાતની રાજનિતિમાં
કિરીટ પટેલની કોગ્રેસની વફાદારી સામે તર્ક વિતર્કો થવા લાગ્યા છે, જે પ્રકારે સ્વ, આશા પટેલે કોગ્રેસનો પંજો છોડી ભાજપનું કમળ હાથમાં લીધુ હતુ, એ જ પ્રકારે એમના સાથી કિરીટ પટેલ પણ
ગુજરાત વિધાનસભાની ચૂટણી પહેલા કમલમના ખિલ્લે બંધાઇ જાય તો નવાઇ નહી તેવી ચર્ચાઓ ચાલી રહી છે,,
પૈસો મારો પરમેશ્વરને હુ પૈસાનો દાસ ગીત ગાતા ઔડાના અધિકારીઓ !
હાઇકોર્ટ કરતા જીતુ વાધાણી મોટા !
બીજી બાજુ કિરીટ પટેલના ખાસ અંગત મનાતા હેતલ પટેલની ઉત્તર ગુજરાત યુનિં,માં પુન નિયુક્તિ કરવાના રાજ્ય સરકારના આદેશે પણ અનેક સવાલો ઉભા કર્યા છે,
ઉત્તર ગુજરાત યુનિ.માં હેતલ પટેલ પ્રોફેસર તરીકે જોડાયા હતા, તેમના પ્રોબેસનના પિરીયડ દરમિયાન તેમનુ પરફોર્મંસ બરાબર ન હોવાથી તેમને ટર્મિનેશન કરવાનો નિર્યણ કરાયો હતો
જો કે બાદમાં વધુ છ મહિના આપવાનો નિર્યણ કરાયો હતો, તેમ છતા તેમનો પરફોર્મંશ ન સુધરતા તેમને 7 માર્ચ 2020ના રોજ કાઢી મુકાયા હતા,
ઉત્તર ગુજરાત યુનિ,ના આદેશની સામે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા, જેમાં જસ્ટીસ બિરેન વૈષ્ણવની કોર્ટે હેતલ પટેલની વિરુધ્ધમાં ઓર્ડર ઇશ્યુ કર્યો હતો
સિંગલ બેંચના ઓર્ડરની સામે તેઓ ડબલ બેંચમાં ગયા હતા, હાલ ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલુ છે,
ત્યારે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના આદેશની રાહ જોયા વગર શિક્ષણ પ્રધાન જીતુવાધાણીની સુચના મુજબ શિક્ષણ વિભાગે હેતલ પટેલને પરત લેવાનો ઉત્તર ગુજરાત યુનિ,ને આદેશ કર્યો છે
ત્યારે અનેક લોકોના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે ગુજરાત હાઇ કોર્ટ કરતા જીતુવાધાણી મોટા થઇ ગયા છે,
નિમણુક પત્ર
નિમણુક પત્ર
ફાઇલ ફોટો
ઉત્તર ગુજરાતની રાજનિતિમાં ધુસપુસ શરુ !
કિરીટ પટેલની ફેવરમાં લીધેલા રાજ્ય સરકારના બે નિર્યણથી ઉત્તર ગુજરાતની રાજનિતિમાં ચહલ પહલ શરુ થઇ છે,
ચર્ચાઓ એ છે કે આગામી 2022ની ચુટણી કિરીટ પટેલ ભાજપ તરફી લડશે, અને એના માટેનો આ સોદો કરાયો છે કારણ કે
ઉત્તર ગુજરાત યુનિ.માં કોગ્રેસનુ પ્રભુત્વ રહ્યુ છે,કોગ્રેસના કિરીટ પટેલ વિદ્યાર્થી રાજનિતિ કરીને ધારાસભ્ય થયા છે,તેઓ પહેલા પુર્વ પંચાયત પ્રધાન રણછોડ રબારીના ખુબ અંગત વિશ્વાસુ સાથી હતા
પાટીદાર અનામત આદોલન દરમિયાન કિરીટ પટેલ ઉત્તર ગુજરાતમાં મોટા નેતા તરીકે ઉભરી આવ્યા,,તેઓએ પોતાના સાથી એવા રણછોડ ભાઇને 2017માં હરાવીને વિધાનસભા પહોચ્યા હતા
ફાઇલ ફોટો
કિરીટ પટેલના આવવાથી કોના પેટમાં રેળાશે તેલ !
ગુજરાત વિધાનસભાની ચૂટણી વર્ષના અંતે યોજાનાર છે ત્યારે
બીજેપી 182 સીટો જીતવાના મિશન સાથે કોગ્રેસના શક્તિશાળી ગણાતા ધારાસભ્યોને કમળ પેકેજની ઓફર આપી રહી છે
સુત્રોની માનીએ તો ઉત્તર ગુજરાતના પાટીદાર ધારાસભ્યને ભાજપે કેસરીયા કરવા માટે રણનિતિ બનાવી લીધી છે,ત્યારે એ સિવાય પણ અનેક ધારાસભ્યો ભાજપના રડાર ઉપર છે
ત્યારે હાલ જે રીતે કિરીટ પટેલ સામે ભાજપે ટુકડો ફેકીને તેમને ભાજપનો પટ્ટો પહેરવાનો નિર્યણ કરાયો હોવાની ચર્ચા ચાલી રહી છે, જોકે આ નિર્ણયને લીધે
ભાજપના ઉત્તર ગુજરાતના નેતાઓને પેટમાં તેલ રેડાયુ છે,કારણકે કિરીટ પટેલ જો ભાજપમાંથી લડે તો તેમની ચૂટણી લડવાનો સ્વપ્ન રોળાઇ જાય તેમ છે,
અત્યારે પાટણમાં મોહન લાલ પટેલ, અને પુર્વ પ્રદેશ મહામંત્રી કાંતિલાલ પટેલ, અને પુર્વ પંચાયત પ્રધાન રણછોડ ભાઇ રબારી વિધાન સભા ઇલેક્શન માટે મહેનત કરી રહ્યા છે, ત્યારે હવે કિરીટ પટેલની ભાજપમાં આવવાની
ચર્ચાથી તેઓ માથે હાથ દઇને બેઠા છે,
ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !
ઉત્તર ગુજરાતમાં લેઉઆ પાટીદારોની રાજનિતિનો ઉદય !
સુત્રોની માનીએ તો શિક્ષણ પ્રધાન જીતુ વાધાણી લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે,જયારે કિરીટ પટેલ પણ લેઉઆ પાટીદાર સમાજમાં થી આવે છે, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો
મોટા ભાગે ભાજપમાં કડવા પાટીદારોનો વર્ચસ્વ રહ્યુ છે, નિતિન પટેલ, શારદા બેન પટેલ, અનિલ પટેલ, રજની પટેલ, રમણ પટેલ, કે સી પટેલ, જેવા નેતાઓનુ વર્ચસ્વ રહ્યુ છે
પરિણામે ઉત્તર ગુજરાતમાં લેઉઆ પાટીદારોને જોઇએ તેટલુ મહત્વ મળતુ નથી, ત્યારે લેઉઆ પાટીદારોને ભાજપ એક કરવાની કવાયત કરી રહી છે,, જેથી ખોડલ ધામના નરેશ પટેલને અસરને ખાળી શકાય,
Pingback: દિનેશ શર્મા ક્યાંના-ન ઘરના ન ઘાટના ! – Panchat TV
Pingback: એસટીમાં ડીઝલ ઉચા ભાવે ખરીદીમાં કોણ છે વચેટીયો !-આપ – Panchat TV
Pingback: ગુજરાત કોગ્રેસના 20 ધારાસભ્યો ભાજપના ટાર્ગેટ પર ! – Panchat TV