અમદાવાદ
ચૂંટણીમાં પાટીદારો મતદારોને રિઝવવા કોંગ્રેસના કયા નેતાઓ કરશે કામ !
ચૂંટણીમાં પાટીદારો મતદારોને રિઝવવા કોંગ્રેસના કયા નેતાઓ કરશે કામ
ગુજરાતમાં કોંગ્રેસ 32 વરસથી સત્તાથી દુર છે,,ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર ફરી આવવા માટે મથી રહી છે, ગુજરાતમાં કોંગ્રેસના એક વર્ગને નેતાઓને 32 વર્ષે ભાન થયુ છે કે પાટીદારો વગર ગાંધીનગરમાં સત્તા શકય નથી, એટલા માટે જ ગુજરાતના કોંગ્રેસના પાટીદાર નેતાઓએ બોટાદમાં બેઠક કરી,, જેમાં 20 જિલ્લાના પાટીદાર આગેવાનોએ ઉપસ્થિત પાટીદાર સમાજને કઇ રીતે કોંગ્રેસ સાથે જોડી શકાય તેને લઇને ચિન્તન કર્યુ,
ગુજરાત કોંગ્રેસના પાટીદાર આગેવાનએ કોંગ્રેસામં પ્રાણ પુરવાનો નિર્યણ કર્યો છે, જેમાં કોંગ્રેસ સમિતિના 5 મહામંત્રીઓ, 2 ઉપ પ્રમુખો 40થી વધુ સહિત 100 આગેવાનો હાજર રહ્યા, જેમાં મનહર પટેલ – બોટાદ, ડો જીતુ પટેલ- અમદાવાદ , મનુ પટેલ – સુરેન્દ્રનગર, ગીતાબેન પટેલ – અમદાવાદ, નિલેશ કુભાણી- સુરત, રમેશભાઇ દુધવાળા – દલસુખ પટેલ – અમદાવાદ, નિકુંજ બલર – અમદાવાદ , જયપ્રકાશ પટેલ , કીરીટ પટેલ પુવઁ મંત્રી – વિસનગર , કાંતિ ભાઇ બાવરવા – મોરબી સહિતના પાટીદાર આગેવાનોએ હાજરી આપી,,જેમાં નક્કી થયુ છે કે પ્રદેશ અને રાજય કક્ષાએ પાટીદાર કોંગ્રેસની સંકલન સમિતિઓ નિમવામા આવશે પાટીદાર પ્રભાવિત વિભાનસભા કે જીલ્લામા પાટીદાર સભાઓનુ આયોજન થશે,
વર્ષ 1984માં સમગ્ર દેશમાં ભાજપને માત્ર લોકસભામાં માત્ર બે બેઠકો મળી હતી, જેમાં બેઠકો પૈકી ગુજરાતમાં મહેસાણા લોકસભા બેઠક પરથી એ કે પટેલ ચૂંટણી જીત્યા હતા, ત્યારે વર્ષ 1985માં કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવ સિહ સોલંકી ખામ થિયરી સાથે
149 બેઠકો સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા, ત્યારે કોંગ્રેસના વાવાઝોડાને ખતમ કરવા માટે ભાજપે હિન્દુત્વની થિયરી સાથે ગુજરાતમાં આગળ વધવાનુ પ્રણ લીધુ, સોમનાથથી અયોધ્યા ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ લાલ કૃષ્ણ આડવાણીના નેતૃત્વમાં રથયાત્રા કાઢવામા આવી, અને તેને જબરજસ્ત પ્રતિસાદ પ્રાપ્ત થયો, અને ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી 63 બેઠકો સાથે બીજા નંબરનો પક્ષ બન્યો, અને ચિમન ભાઇ પટેલની સરકારમાં સત્તા સુખ મળ્યું જો કે બાબરો ઢાચો ધ્વસ્ત થતા જનતા દળ અને ભાજપ ગઠબંધન તુટ્યુ, વર્ષ 1995માં ભય ભુખ અને ભ્રષ્ટાચારની નેમ સાથે ગુજરાતમાં ભાજપ ચૂંટણી લડ્યું, હિન્દુત્વના રંગે રંગાયેલી ગુજરાતની પ્રજાએ ભાજપને 121 બેઠકો સાથે જીત અપાવી, અને કેશુ ભાઇ પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા,, ભાજપે પાટીદારોના ચહેરા તરીકે કેશુ ભાઇ પટેલ, ક્ષત્રિયોના ચહેરા તરીકે શંકર સિહ વાધેલાને મૈદાનમાં ઉતાર્યા હતા, આ બન્નેની જોડીએ ભાજપને સત્તા અપાવવામાં મહત્વનુ યોગદાન અપાવ્યું,
ઉલ્લેખનિય છેકે ગુજરાતમાં 2015માં પાટીદાર અનામત આંદોલનના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદારોએ કોંગ્રેસને સત્તા અપાવી હતી, એટલુ જ નહી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારમાં પાટીદારોએ 77 બેઠકો પર જીત અપાવવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો, જો કે કોંગ્રેસમાં ઓબીસી એસસી એસટી અને માઇનોરિટીનો પ્રભાવ હોવાથી પાટીદાર નેતાઓને સ્થાન જમાવવુ મુશ્કેલ લાગતુ હતું, પરિણામે નરહરી અમિન, આશા પટેલ, બ્રિજેશ મેરજા, હાર્દીક પટેલ, અને જે વી કાકડીયા જેવા પાટીદાર નેતાઓએ કોંગ્રેસને અલવીદા કરી ભાજપનું કમળ પકડી લીધુ,, અને કોંગ્રેસ જોતી રહી ગઇ,,
કોંગ્રેસની ખામ થિયરી થી ત્રસ્ત પાટીદોરોને કેશુભાઇમાં મશીહા દેખાયા અને પાટીદારોએ કેશુભાઇમાં વિશ્વાસ મુક્યો, જે આજ દિન સુધી બરકરાર રહ્યો,, ગુજરાતમાં પાટીદારો ભાજપ તન મન અને ધનથી મદદ કરતા રહ્યા છે, જેના પરિણામ સ્વરુપ ગુજરાતમાં ભાજપ 27 વરસથી સત્તામાં છે, આ વાત ગુજરાત કોંગ્રેસના પાટીદારોને રહી રહીને સમજાઇ છે, ત્યારે હવે ગુજરાતમાં કોગ્રેસ સત્તા પર આવે તે માટે કોંગ્રેસના પાટીદારો સામાજીક સંગઠનોના માધ્યમથી કોંગ્રેસ પર વિશ્વાસ મુકે તે માટે પ્રયાસ કરી રહ્યા છે, અત્યારે હાલસિધ્ધાર્થ પટેલ, કિરીટ પટેલ, લલીત વસોયા, લલીત કગથરા, મનહર પટેલ, ગીતા પટેલ જેવા નેતાઓ ગામે ગામ જઇ પાટીદાર સમાજને ભાજપથી દુર રહેવા અને કોંગ્રેસ પર ભરોસો મુકવા લોકોને સમજાવશે,
ત્યારે સવાલ એ છે કે હવે જ્યારે અનેક પાટીદાર નેતાઓ કોંગ્રેસને અલવિદા કરીને જતા રહ્યા છે તેવામાં કોંગ્રેસના પાટીદાર નેતાઓની સમાજ અને યુવા પાટીદાર નેતાઓ ઉપર કેટલી અસર થશે તે એક જોવા જેવી બાબત રહેશે,
રાજ્યના અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોની કોગ્રેસના ધારાસભ્યો લેશે મુલાકાત
અમદાવાદમાં ગાયોના મોતને લઇને રાજકારણ ગરમાયું- આપ અને એએમસી સામ સામે
અશોક ગેહલોતની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !