કોંગ્રેસના કયા નેતાએ કહ્યુ રોહન ગુપ્તાને ભાજપ સાથે સાઠ ગાંઠના કારણે ચેરમેન પદેથી હટાવાયા !
ગુજરાતના કોંંગ્રેસના નેતા રોહન રાજકુમાર ગુપ્તાને સોશિયલ મિડીયા ચેરમેન તરીકે હટાવી દેવાયા છે,,ત્યારે ગુજરાતથી લઇને દિલ્હીમાં તેના પડઘા પડ્યા છે,ગુજરાતના કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા મૌલિન શાહે
ફેસબુક ઉપર તેઓએ પોતાના વિચારો વ્યક્ત કરતા લખ્યુ છે
રાષ્ટ્રીય લેવલે સોશિયલ મીડિયા પર થતા નબળા અને દિશાહીન પ્રચાર પાછળ પૂર્વ ચેરમેન રોહન ગુપ્તાના ભાજપ સાથેના અમુક પ્રકારના મેળાપીપણા જવાબદાર ગણાતા/મનાતા હતા.
જેના પૂરતા પુરાવા અને મીડિયા અહેવાલો રાષ્ટ્રીય નેતૃત્વને મળ્યાએ પછી પૂર્વ ચેરમેનને બદલવાનું નક્કી ગણાતું હતું.
ઉમદા વ્યક્તિ કે જે ભાજપ નેતાઓને ટીવી ન્યુઝ ચેનલ પર હંફાવી દેતા હોય એવા પ્રવક્તા અને પૂર્વ મીડિયાકર્મી શ્રીમતી સુપ્રિયા શ્રીનેતની પસંદગી સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના નેશનલ ચેરપર્સન તરીકે કરીને આજે જાહેરાત થઈ. અભિનંદન.
સોશિયલ મીડિયાના પૂર્વ ચેરમેન રોહન ગુપ્તા પહેલા પણ ટીવી મીડિયામાં પ્રવક્તા તરીકે આવતા જ હતા અને હજુ તેઓ પ્રવક્તા પદે આવ્યા છે. એમની ભૂમિકા પક્ષ માટે ઉપયોગી નીવડે તેવી આશા રાખીએ. ઓલ ધ બેસ્ટ. ~@મૌલિનશાહ૯
#AICC #SocialMedia Supriya Shrinate #SupriyaShrinate #RohanGupta
કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ આપ્યુ રાજીનામું -આર એસ એસે ઓપરેશન કર્યાની ચર્ચા !
આમ હાલ જે રીતે મૌલિન શાહ જેવા બોલકા નેતા ખુલીને કોંગ્રેસની વાસ્તવિકતા બહાર લાવી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના નેતાઓની ભાજપ સાથેની મિલિ ભગત ભાગીદારી કોંગ્રેસ માટે નુકશાન કારણ અભિશાપ સાબિત થઇ રહી છે ત્યારે કોંગ્રેસ સાથે દગાખોરી કરનારા નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કરાય તો કોંગ્રેસનું નવસર્જન થઇ શકે છે અને તે ગાંધીનગરમાં સત્તામાં આવી શકે છે,
હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !