Uncategorized
જે સી બીના ત્રાસથી કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું !
જે સી બીના ત્રાસથી કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું !
ગુજરાતના ખલી કહેવાતા રવિ પ્રજાપતિ તેમના પરિવાર સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા: ઈસુદાન ગઢવી
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલ બાદ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સુર્યસિહ ડાભીએ કોંગ્રેસને બાય બાય કહી દીધુ છે, હાર્દીકની જેમ સુર્ય સિહ ડાભીએ ગુજરાત કોંગ્રેસના
મોભીઓ દ્વારા પ્રદેશના મહામંત્રી હોવા છતાં કામની ફાળવણી ન થતા વ્યથિત મને કોંગ્રેસને અલવિદા કરી દીધુ છે, જેના માટે તેમણે ગુજરાત કોંગ્રેસના જેસીબીને જવાબદાર ગણાવ્યા છે,,
પાટીદાર અનામત આદોલન સમિતિનો મુખ્ય ચહેરો બનેલા ગુજરાતના પાટીદાર સમાજના હૃદય સમ્રાટ હાર્દીક પટેલ જેવા કદ્દાવાર નેતાને કોંગ્રેસમાં લઇ જવામાં રાહુલ ગાંધી સફળ થયા હતા
જો કે ગુજરાત કોંગ્રેસની વામણી નેતાગિરી તેમને સાચવી ન શકી . હાર્દીક પટેલ જેવા જુઝારુ નેતાને ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર લાવવી હતી, પણ ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક બની બેઠેલા નેતાઓ
તેને કામ ન આપતા બેરોજગાર બનેલા હાર્દીક પટેલે કોંગ્રેસને અલવિદા કરીને ભાજપનો ભગવો ધારણ કરીને પેજ સમિતીની જવાબદારી હોંશે હોંશે ઉપાડી લીધી છે,, હવે તેઓ ભાજપને મજુબત બનાવવા પાયાનુ કામ ઉપાડી લીધુ છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના વર્ષો સુધી પ્રમુખ રહેલા સુર્ય સિહ ડાભી કે જેમણે પોતાની યુવાની કોંગ્રેસ પાર્ટી માટે ખપાવી દીધી, એટલા માટે
તેમને ગુજરાત કોંગ્રેસના પ્રદેશના નેતા બનાવી દીધા,, પ્રદેશ મહામંત્રી તો બન્યા, પણ તેઓ બેરોજગાર થઇ ગયા, એટલે કે તેમને પ્રદેશ નેતાગિરી તરફથી કોઇ કામ મળતું નથી,,, 27 વર્ષથી ગુજરાતમાં
કોંગ્રેસ સત્તાથી વંચિત હોવા છતાં કોંગ્રેસની વિચારધારાને વળગી રહ્યા, કોંગ્રેસને સતત સત્તા માટે મથતા સુર્યસિહ ડાભીને પ્રદેશમાં તેમને નામનો હોદ્દો આપી દેવાયો,
ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં કઇ રીતે થઇ રહ્યો છે મોટો કૌભાંડ
આખરે હારી થાકીને તેઓએ વ્યથિત મને કોંગ્રેસનો હાથ છોડવાનો નિર્ણય કર્યો,, અને સોશિયલ મિડીયાના માધ્યમથી તેઓએ પોતાનુ રાજીનામું પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યુ
તેઓએ આરોપ લગાવ્યો છે કે ગુજરાત કોંગ્રેસમાં જેસીબીનુ રાજ ચાલે છે, જેસીબી મન ફાવે તેમ પાર્ટી ચલાવે છે, તેઓ પાર્ટીનુ નુકશાન કરી રહ્યા છે, કોંગ્રેસમાં વ્હાલ દવલાની નીતિ અપનાવવામાં આવે છે, કોંગ્રેસમાં મેરીટના આધારે નહી મારા તારાના આધારે જવાબદારીઓ આપવામા આવી રહી છે, ત્યારે ના છુટકે કોંગ્રેસમાંથી રાજીનામુ આપવુ પડ્યુ છે
રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ દ્રોપદી મુર્મૂની જાહેરાત કરતા જ અનાર પટેલની ચૂંટણી લડવાનો રસ્તો સાફ !
જેસીબી કોણ છે
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડા, અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને કોંગ્રેસમાં જેસીબી તરીકે ઓળખવામા આવે છે,
એટલે કે સુર્ય સિહ ડાભીએ આ ત્રણ નેતાઓ સામે ટેલિફોનિક વાત ચીતમાં બાળાપો વ્યક્ત કર્યો છે,આગામી સમયમાં વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહેલા સુર્ય સિહ ડાભી હવે
ભાજપ કે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે, તેઓ ગાંધીનગર ઉત્તરમાં સી જે ચાવડાની સામે ચૂંટણી લડી શકે છે,