અમદાવાદ
કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી
કોંગ્રેસના કયા નેતાએ જગદીશ ઠાકોરને જયચંદોથી સાવધાન રહેવાની સલાહ આપી
ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રવક્તા અને યુવા નેતા મૌલિન શાહે ગુજરાત કોગ્રેસ અવદશાને લઇને આકરી ટીકા કરી છે, તેઓએ વધુમાં કહ્યુ છે કે ગુજરાત કોંગ્રેસમાં જયચંદોના કારણે જ
કોંગ્રેસ સત્તામા આવતી નથી,, કોંગ્રેસના અનેક જયચંદોના સત્તાધારી પાર્ટીના નેતાઓ સાથે વ્યાપારિક સંબધો હોવાના કારણે કોંગ્રેસે સત્તાથી હાથ ધોઇ નાખવા પડે છે, કોંગ્રેસ અદનો કાર્યકર્તા નિષ્ઠા, પ્રમાણિકતા પોતાના પરિવારને ભુલીને તન મન ધન થી પાર્ટી વિચારધારા માટે
સમર્પણ ભાવથી કામ કરતો હોય છે,જો કે પાર્ટીમાં રહેલા જયચંદો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ટિકીટોની વહેચણીથી લઇ પ્રચારમાં મલાઇ તારવી લેતા હોય છે,તેઓએ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરને અપીલ કરી છે,
કોંગ્રેસના યુવા નેતા મૌલિન શાહે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને ઉદ્દેશીને પત્ર લખ્યો છે,
પ્રમુખશ્રી જગદીશભાઈ, આમ રાજકારણના વ્યાપારિકરણને છાવરવું તો સીધું રાહુલ ગાંધીનું અપમાન છે! જયચંદોથી કોંગ્રેસ ચેતી જાય!
ભાજપ દ્વારા બદલાની ભાવનાથી વિપક્ષ કોંગ્રેસને દબાવવાની રાજનીતિ વિરુદ્ધ જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ અને લાખો કાર્યકર્તાઓ સંઘર્ષ કરતા હોય, પોલીસ દમનનો શિકાર બનતા હોય ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાનું ભાજપના નેતા અને મળતીયાઓ સાથેની વ્યાપારિક ભાગીદારીનો ઘટસ્ફોટ થાય છે ત્યારે જનતામાં નકારાત્મક સંદેશ જાય છે. જેના લીધે કાર્યકર્તાઓના સંઘર્ષ પર પાણી ફરી જાય છે અને એમના મોરલને ધક્કો વાગતો હોય છે.
રાહુલ ગાંધી અત્યારે સુબ્રહ્મણીયન સ્વામી દ્વારા ચગાવેલા નેશનલ હેરાલ્ડ કેસ બાબતે સોમવારથી રોજના 10-12 કલાક #ED ઓફિસમાં હાજર થઈ રહ્યા છે. તેવી જ રીતે તેઓને વારંવાર અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં વર્ષ 2019માં દાખલ થયેલા એક કેસ બાબતે હાજરી આપવા આવવું પડે છે અને આજે પણ કેસ ચાલે છે.
આ કેસ કરનાર ભાજપના નેતા જોડે વર્ષ 2021માં રિયલ એસ્ટેટ કન્સ્ટ્રકશનના વેપારમાં કોઈ કોંગ્રેસ નેતા ભાગીદારી કરે તો એ કેટલું યોગ્ય છે?
ઉપરોક્ત બાબતે મીડિયાના અલગ અલગ માધ્યમો પર ઘટસ્ફોટ થયા પછી પણ કોંગ્રેસના રાષ્ટ્રીય કે રાજ્યના નેતૃત્વ દ્વારા કોઈ પગલા ના લેવાય અને નેતાને છાવરે એ કેટલું યોગ્ય છે?
■ ગયા રવિવારે (12 જૂન) કોંગ્રેસ પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પવન ખેડા ભાજપ દ્વારા ઇડી, સીબીઆઈ જેવી સંસ્થાઓના દુરૂપયોગ બાબતે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક સિનિયર પત્રકારે કોંગ્રેસના નેતા રોહનભાઈ ગુપ્તા અને ભાજપના નેતા અજયભાઈ પટેલ ના પરિવારો વચ્ચે ધંધાકીય ભાગીદારી પર સવાલ કરાતા પ્રેસવાર્તામાં હાજર કોંગ્રેસ નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારે પ્રમુખશ્રીએ આને ભાજપની ચાલ છે એવી વાત કરીને પત્રકારના સવાલ પર પડદો પાડવા પ્રયાસ કર્યો હતો.
શ્રી જગદીશભાઈ આ રીતે ભાગીદારી ને છવારવું તો રાહુલજી નું અપમાન કહેવાય કે નહીં?
નેતૃત્વ ક્યાં સુધી આવી બાબતને ગંભીરતાથી નહિ લે?
આજ રીતે જો રિયલ એસ્ટેટની LLP કંપનીમાં ડાયરેક્ટરશીપને નાના મોટા વેપાર ધંધા તરીકે ખપાવીને કોંગ્રેસ નેતાની ભાગીદારીને નેતૃત્વ છુપાવતું/છાવરતું રહેશે તો ભવિષ્યમાં આવી ભાગીદારી કરતા જયચંદોનો આખો એક સેલ કે વિભાગ જ ઉભો થઈ જશે!
આજે જ કોંગ્રેસના એક ભૂતપૂર્વ નેતા નટવરસિંહના કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધના નીવેદનો જોતા લાગે છે આવા તો અલગ અલગ પ્રકારના કેટલાય જયચંદો હશે!
આવુંને આવું ચાલશે તો સત્તામાં આવવાની વાત તો દૂર પણ સક્રિય વિપક્ષની ભૂમિકા ભજવવાથી જનતા કોંગ્રેસને દૂર રાખશે.
છેલ્લા 25 વર્ષમાં જનતા ભાજપથી ત્રાસી ગયેલી છે તે છતાં કોંગ્રેસને સત્તાનો મેન્ડેટ મળતો નથી કેમ? શું આવા બધા જ કારણો જવાબદાર છે?
જનતા આજે પણ ભાજપને નિષ્ફળ ગણે છે, જનતા એની બી ટિમ ‘આપ’ને પણ ઓળખી રહી છે, જનતા કોંગ્રેસ પાસે આશા રાખીને બેઠી છે કે જે રીતે ભાજપ સામે છેલ્લા અઠવાડિયાથી કોંગ્રેસ લડી રહી છે એજ રીતે જનતાના પ્રશ્નો ને લઈને લડે.
જો કે કોંગ્રેસ દરેક મુદ્દે લડતી જ આવી છે અને આગળ વધારે મજબૂતીથી લડાઈ લડશે જ!
વિચારધારા સાથે સમાધાન કર્યા સિવાય માત્ર જનતા માટે લડવાના સમીકરણો ગોઠવે નહિ કે ચૂંટણી પૂરતા સામાજિક સમીકરણો ગોઠવવામાં કે સામાજિક આગેવાનોને પોખવા જવામાં નેતાઓ વ્યસ્ત રહે!
આજે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓની સાથે સાથે વિચારધારા સાથે જોડાયેલા સમર્થકો અને ટેકેદારોની મોટી ફોજ પક્ષને પડદા પાછળ ટેકો આપી રહી છે અને આપશે. જો એમના મોરલ ને ઠેસ પહોંચશે તો ત્યાં પણ નુકશાન થી જશે!આભાર. ~@મૌલિનશાહ૯ (કોંગ્રેસ સમર્થક અને મતદાર)
■ ખાસ નોંધ:
આ પોસ્ટ હું ગયા રવિવારે મૂકી શકતો હતો પરંતુ બીજે દિવસે કોંગ્રેસ દ્વારા ઇડી વિરુદ્ધના દેખાવનો કાર્યક્રમ હોવાથી કાર્યકર્તાઓના મોરલ પર વિપરીત અસર ન પડે એટલે મેં ટાળ્યું હતું.
પરંતુ જે રીતે ભાજપ સત્તાના મદમાં રાહુલ ગાંધીને બદલાની ભાવનાથી હેરાન કરી રહી છે અને લાખો કાર્યકર્તાઓ પર પોલીસ દમન ગુજાર્યું તે જોતા એમ લાગે છે કે આજે કોંગ્રેસ નબળી પડવાની સ્થિતિ ઉભી થઈ છે એના કારણોમાં એક ‘જયચંદવૃત્તિ’ અને બીજું કારણ ભાજપ સાથેના વ્યાપારિક મીઠા સંબંધો હોઈ શકે છે. એને ઉજાગર કરવું જ રહ્યું!
આ પક્ષના હિતમાં મુકાયેલી પોસ્ટ છે. કોઈ વ્યક્તિગત ટસલ કે વિરોધ માટે નથી મુકાઈ અને જે લોકો એ આનો પણ વિરોધ કરવો હોય તો વિવેકબુદ્ધિથી વિચારીને કરે કેમકે આ મુદ્દે પ્રકાશિત અહેવાલો, વિડીયો અને પુરાવાઓ તમારી દલીલોને નબળી પાડશે! આભાર. ~@મૌલિનશાહ૯, અમદાવાદ (19:52 pm)
આ સાથે 12 જૂન ની પત્રકાર પરિષદ નો એક અંશ ગુજરાત કોંગ્રેસના ફેસબુક પર થી લઈને અપલોડ કરેલ છે.
#જયચંદો_ની_ભાગીદારી #રાજકારણ_નું_વ્યાપારિકરણ #GujaratCongress #Congress #BJP
હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે