અમદાવાદ
કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ
કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર પોસ્ટનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ
પ્રદેશ એનએસયુઆઇના પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકીની નિમણુક કરાઇ છે, તેઓ 2જી જુલાઇના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ચાર્જ સંભાળશે, એ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા સુખરામ રાઠવા, એન.એસ.યુ.આઈનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન, કોઓર્ડીનેશન કમિટીના સભ્ય ડૉ.ઇન્દ્રવીજયસિંહ ગોહિલ હાજર રહેનાર છે,
ત્યારે ગુજરાત યુનિવર્સિટીના પુર્વ સેનેટ સભ્ય,અને યુવાનોના પ્રશ્ન માટે હમેશા ઝઝુમતા રહેતા પાર્થ દેસાઇએ એનએસયુઆઇમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે,,તેમની સાથે 500 જેટલા કાર્યકર્તાઓ પણ એનએસયુઆઇને
અલવિદા કહી દેશે, તેઓએ તેમના પત્ર દ્વારા ગુજરાત કોંગ્રેસમાં પ્રવૃતતી આંતરિક જુથબંધીને લઇને ટિકા કરી છે, તેમણે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્મા પર હોદ્દાઓનો વેપાર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે,
તેઓએ લખ્યુ છે,
હું પાર્થ દેસાઈ અને અમદાવાદના 500થી વધુ કાર્યકર્તા, હોદ્દેદારો NSUI માંથી રાજીનામુ આપીશું
ગુજરાત NSUIમાં વર્ષો થી કામ કરનાર વિદ્યાર્થીઓ માટે લડનારા અને અનેક પોલીસ કેસ અને લાઠીચાર્જ સહન કરનાર કાર્યકર્તાઓની સતત અવગણના થય રહી છે અને કોંગ્રેસની જુથબંધી નો ભોગ NSUI માં સાચા કાર્યકર્તાઓ બને છે .
પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી પાર્ટીના જુઠબંધી થાળે પાડવા NSUI ના પદોનો દુરઉપયોગ કરી રહ્યા છે.
પ્રભારી રઘુ શર્મા દ્વારા NSUI ના પદોનો વેપાર કરવામાં આવ્યો છે અને આગળ પણ આવું જ દેખાઈ રહ્યું છે જેથી NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા બાંહેધરી આપવામાં નહીં આવે તો કાલે જ અમદાવાદ ની કોલેજ અને યુનિવર્સિટી ના 500 જેટલા હોદ્દેદારો રાજીનામુ આપશે અને રઘુ શર્મા દ્વારા આમ જ દખલગિરી કરી તો આવનાર દિવસો માં ગુજરાત ના તમામ જિલ્લા માં હોદ્દેદારો રાજીનામુ આપશે….
પાર્થ દેસાઈ
પૂર્વ સેનેટ મેમ્બર NSUI
મહામંત્રી ગુજર NSUI
કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા
મહત્વપુર્ણ વાત એ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હાર્દીક પટેલ, અશ્વીન કોટવાલ,કેવલ જોષીયારા કૈલાશ ગઢવી, જયરાજ સિહ પરમાર, અને શ્વેતા બ્રહ્મભટ્ટ જેવા કદ્દાવર નેતાઓ
કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા છે,,જેની કોંગ્રેસને મોટી ખોટ પડી છે, હજુ એ ખોટની ભરપાઇ થાય તે પહેલા જ ગુજરાત સરકારની શિક્ષણ નીતિ સામે લડતા રહેતા અને આદોલન કરતા આક્રમક યુવા નેતાઓમાં પણ ગુજરાત
એનએસયુઆઇના સંગઠનને લઇને નારાજગી જોવા મળી છે, કોંગ્રેસ માટે તો એક સાંધેને તેર તુટે તેવી સ્થિતિ સંર્જાઇ છે,