માણસામાં ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારનો પડશે મેળ !
દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયું ફાઇનલ !
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ડિસેમ્બર માસ માં યોજાનાર છે ત્યારે ગુજરાત માં બીજેપી અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી સક્રિય થઇ ગઈ છે ગુજરાત માં બીજેપી રાજય ની તમામ 182 બેઠકો પર ભાજપ નો ભગવો લહેરાય તે માટે રણનીતિ તૈયાર કરી છે ત્યારે છેલ્લા 27 વર્ષ થી સત્તા થી વંચિત કોંગ્રેસ પણ તેની પરંપરાગત મતબેન્ક નો પુનઃ વિશ્વાસ જીતવા માટે ગામે ગામે જઈ મતદારો ને જન સંપર્ક કરી રહી છે…ત્યારે આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની પણ રાજય ની તમામ બેઠકો પર પરિવર્તન યાત્રા યોજી ને લોકો ને પોતાની સાથે જોડવા માટે કોશિશ કરી રહી છે ત્યારે આજે આપણે વાત કરીશું માણસા વિધાનસભા બેઠક ની

માણસા વિધાનસભા બેઠક ના ઐતિહાસિક તથ્યો પર કરીએ એક નજર
વર્ષ 1962 માં કોંગ્રેસ ના બાબુભાઇ પટેલે સ્વતંત્ર પક્ષ ના ગણેશ પટેલને હરાવ્યા
વર્ષ 1967 માં સ્વતંત્ર પક્ષ ના સી જી પટેલે કોંગ્રેસ ના એમ પી પટેલ ને હરાવ્યા
વર્ષ 1972 માં એન સી ઓ ના મોતીભાઈ ચૌધરી એ કોંગ્રેસ ના ચુનીભાઈ પટેલ ને હરાવ્યા
વર્ષ 1975 માં એન સી ઓ ના મોતીભાઈ ચૌધરી એ કિમલોપ ના ભોળાભાઈ પટેલ ને હરાવ્યા
વર્ષ 1980 ના કોંગ્રેસ ના ઈશ્વરસિંહ ચાવડાએ ભાજપ ના મંગલદાસ પટેલ ને હરાવ્યા
વર્ષ 1985 માં કોંગ્રેસ ના હરિપ્રસાદ શુકલા એ ભાજપના મંગલદાસ પટેલ ને હરાવ્યા
વર્ષ 1990 માં ઈશ્વરસિંહ ચાવડા એ જનતાદળ ના કાંતિભાઈ પટેલ ને હરાવ્યા
વર્ષ 1995 માં ભાજપ ના વિપુલ ચૌધરી એ કોંગ્રેસ ના ઈશ્વરસિંહ ચાવડાને હરાવ્યા
વર્ષ 1998 માં ભાજપ ના મંગળદાસ પટેલે રાજપા ના હરિભાઈ ચૌધરી ને હરાવ્યા
વર્ષ 2002 માં ભાજપ ના મંગળદાસ પટેલે કોંગ્રેસ ના હરિભાઈ ચૌધરી ને હરાવ્યા
વર્ષ 2007 માં ભાજપ ના મંગળદાસ પટેલે કોંગ્રેસ ના બાબુજી ઠાકોર ને હરાવ્યા
વર્ષ 2011 માં ભાજપ ના ધારાસભ્ય મંગળદાસ પટેલ નું લાંબી માંદગી બાદ નિધન થતા માણસા વિધાનસભા બેઠક ખાલી પડી
માણસા બેઠક ખાલી પડતા યોજાયેલ પેટા ચૂંટણી યોજાતા બીજેપી એ સામાજિક આગેવાન ડી ડી પટેલ ને મેદાન માં ઉતાર્યા જયારે કોંગ્રેસે પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી ના વિશ્વાસુ બાબુજી ઠાકોર ને મેદાન માં ઉતાર્યા
ત્યારે 17 વર્ષ બાદ ભાજપના ગઢને બાબુ જીએ તોડ્યુ.. અને કોંગ્રેસના ગઢ તરીકે માણસા અકબંધ છે, ઉલ્લેખનિય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનુ આ મુળ વતન છે,
વર્ષ 2012 માં કોંગ્રેસ ના અમિત ચૌધરી એ ભાજપ ના ડી ડી પટેલ ને હરાવ્યા
વર્ષ 2017 માં રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ ના અહેમદ પટેલ ને મત આપવા ને બદલે અમિત ચૌધરીએ ધારાસભ્ય પદે થી રાજીનામુ આપ્યું
વર્ષ 2017 માં ભાજપ ના ઉમેદવાર તરીકે અમિત ચૌધરી ચૂંટણી લડ્યા તેઓ કોંગ્રેસ ના સુરેશ પટેલ સામે ચૂંટણી લડ્યા જોકે અમિત ચૌધરી 522 મતો એ હારી ગયા આમ કોંગ્રેસ ના સુરેશ પટેલે માણસા બેઠક પર ચૂંટણી જીતી કોંગ્રેસે બેઠક જાળવી રાખી
માણસા બેઠક ઉપર કોંગ્રેસ વર્ષ 1962,વર્ષ 1980, 1985, 1990,વર્ષ 2011,વર્ષ 2012, અને વર્ષ 2017માં એમ સાત વખત વિજય થયું,જ્યારે ભાજપ વર્ષ 1995,1998,2002,વર્ષ 2007માં એમ ચાર વખત ચૂંટણી જીત્યું જ્યારે સ્વતંત્ર પક્ષ એક વખત જ્યારે
નેશનલ કોગ્રેસ ઓર્ગેનાઇઝન બે વખત ચૂંટણી જીત્યુ હતું, જાતિની દૃષ્ટિએ જોવા જઇએ તો પાટીદાર, ચૌધરી, ઠાકોર, અને બ્રહ્મસમાજના ઉમેદવારો આ બેઠક ઉપરથી વિજેતા થતા રહ્યા છે,
જાતિગત સમિકરણની વાત કરીએ તો
આ બેઠક ઉપર અંદાજિત પાટીદાર 60 હજાર, ઠાકોર 65 હજાર, ક્ષત્રિયો 15 હજાર, ચૌધરી 25 હજાર અન્ય 16 હજાર , એસસી 13 હજાર મતદારો છે,
ભાજપ ના સંભવિત દાવેદારો
અમિત ચૌધરી પૂર્વ ધારાસભ્ય
ડી ડી પટેલ પૂર્વ ચેરમેન ગુજરાત પોલીસ આવાસ નિગમ
પ્રવીણ પટેલ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમદાવાદ મહાનગર પાલિકા
બિપિન પટેલ પૂર્વ ચેરમેન વોટર સપ્લાય કમિટી અમદાવાદ
જે એસ પટેલ બિલ્ડર
અનિલ પટેલ ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ
ગોવિંદ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ માણસા
મગનલાલ પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ
યોગેશ પટેલ કિસાન મોરચો ઉપ પ્રમુખ ભાજપ
દિનેશ વ્યાસ સામાજિક આગેવાન ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ ના પૂર્વ અંગત સચિવ
ભરત ચૌધરી તાલુકા પંચાયત સભ્ય માણસા
જયેશ મંગળદાસ પટેલ પૂર્વ અધ્યક્ષ ગુજરાત વિધાનસભા મંગળદાસ પટેલ ના પુત્ર
જયેશ ચૌધરી સિનિયર આગેવાન
ગાભાજી ઠાકોર તાલુકા પંચાયત સભ્ય વેડા
નવીન વ્યાસ સિનિયર આગેવાન
રામભાઈ પટેલ નેતા બીજેપી
મનોજ પટેલ પૂર્વ પ્રમુખ યુવા મોરચો બીજેપી
વર્ષ 1998 માં રાજપા અને વર્ષ 2002 માં કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા ચૌધરી સમાજ ના ભામાશા ગણાતા હરીભાઈ ચૌધરી ભાજપ ના મંગળદાસ પટેલ સામે ચૂંટણી જીતી શક્યા ન હતા જોકે મંગળદાસ પટેલ ની ગેરહાજરી માં તેમના પુત્ર અમિત ચૌધરી ને માણસા વિધાનસભા બેઠક પર થી વર્ષ 2012 માં ધારાસભ્ય બનાવવા માં સફળ થયા હતા જોકે વર્ષ 2017 માં કોંગ્રેસ છોડી ને ભાજપ માંથી ચૂંટણી લડનાર અમિત ચૌધરી જનતા ના દરબાર માં ચૂંટણી હારી ગયા હતા
જયારે ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ રહી ચૂકેલા મંગળદાસ પટેલ ના નિધન બાદ તેમના પુત્ર જયેશ મંગળદાસ પટેલ પણ ધારાસભ્ય બનવા માટે આતુર હતા જોકે બીજેપી એ તેમને ટિકિટ આપી ન હતી આ વખતે પણ તેઓ માણસા વિધાનસભા બેઠક માટે મજબૂત દાવેદાર માનવા માં આવે છે
આમ જોવા જોઈએ તો માણસા માં એક પિતા પુત્ર ને ધારાસભ્ય બનાવવા માં સફળ થાય છે ત્યારે બીજી બાજુ પિતાના નિધન બાદ પુત્ર ધારાસભ્ય પદ માટે ઝંખી રહ્યો છે પણ ભાજપ માં મેળ પડતો નથી કેટલીક જગ્યા એ ભાજપ વારસદારો ને ટિકિટ આપે છે પણ માણસા માં આપતો નથી
આમ તો ભાજપમાં ઘણા બધા દાવેદારો છે,, જો કે ગાંધીનગર જિલ્લાની જ્ઞાતિકીય સમિકરણો જોતા ભાજપ માણસા બેઠક પરથી અમિત ચૌધરીને મૈદાનમાં ઉતારશે,,જ્યારે પાટીદારોમાં પાવલી રુપીયાની આંતરિક લડાઇથી પાટીદાર ઉમેદવારને
ટિકીટ મળવી મુશ્કેલ છે,,જ્યારે કોંગ્રેસમાં સુરેશ પટેલની ટીકીટ ફાઇનલ માનવામાં આવે છે,,