અમદાવાદ
ગુજરાતના કયા ભાજપી ધારાસભ્યની છે જેહાદી મુસ્લિમો સાથે સાંઠ ગાંઠ ! ધાર્મિક સંતોને કરાઇ ફરિયાદ, પત્ર થયો વાયરલ
ગુજરાતના કયા ભાજપી ધારાસભ્ય સાથે છે જેહાદી મુસ્લિમોની સાંઠ ગાંઠ ! ધાર્મિક સંતોને કરાઇ ફરિયાદ, પત્ર થયો વાયરલ
ગુજરાતમાં ઇલેક્શનની તૈયારી પક્ષો પોતાના સ્તરે તો કરી રહ્યા છે,, પણ દાવેદારો પણ વ્યક્તિગત રીતે પણ રાજકીય દાવ પેચમાં વ્યસ્ત બન્યા છે, એક યા બીજી રીતે રાજકીય હરિફોને કઇ રીતે ખતમ કરવા તેને લઇને
આયોજનો કરી રહ્યા છે, ત્યારે એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય રાકેશ શાહ વિરુધ્ધ પણ સોશિયલ મિડીયામાં એક પત્ર વાયરલ થયો છે,જેમાં તેમના ઉપર જેહાદી મુસ્લિમો સાથે સાંઠ ગાંઠ રાખીને
હિન્દુ વિસ્તારોને નુકશાન પહોચાડવાનો આરોપ લગાવ્યા છે, સાથે તેઓ મુસ્લિમો સાથે પાર્ટનર રાખીને ધંધો કરી રહ્યા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે, મહત્વની વાત એ છે કે આ પત્ર ધાર્મિક સંતો,
અને ભાજપ હાઇકમાન્ડ સુધી પણ પહોચાડી દેવામાં આવ્યો છે.ત્યારે આ મુદ્દે ધારાસભ્યે સ્પષ્ટ પણે તમામ આરોપોથી ઇન્કાર કર્યો છે,
થોડા દિવસ પહેલા રાજ્યના તમામ બેઠકો ઉપર ભાજપે વિસ્તારકો મોકલ્યા હતા,ત્યારે એલિસ બ્રિજ વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય સંગીતા બેન પાટીલ પહોચ્યા હતા,તે સમય દરમિયાન આઠ પેજનો એક પત્ર ધારાસભ્ય
રાકેશ શાહ વિરુધ્ધ સંગીતા પાટીલ સહિત મોટા ભાગના ભાજપના નેતાઓને આપવામા આવ્યા હતા, આ પત્રમાં ગંભીર પ્રકારના આક્ષેપો રાકેશ શાહ સામે કરાયો હતો
પત્રમાં જે પણ આરોપો લગાવાયા હતા તેના સારની વાત કરીએ તો અલિસબ્રિજ વિસ્તારનો ઇસ્લામિકરણ થઇ રહ્યો છે,અનેક સ્કીમો એવી છે જેમાં મુસ્લિમ પરિવારો વસી ગયા છે, સાથે અશાંત ધારાનો ખુલ્લે આમ ભંગ થઇ રહ્યો છે
જે આગામી સમયમાં હિન્દુઓ માટે ખતરા રુપ છે આવી પરિસ્થિતિ ચાલી રહી તો આગામી પાચ થી દસ વરસમાં ખાડીયા જમાલપુર દરિયાપુર જેવી સ્થિતિ એલિસ બ્રિજમાં પણ થઇ શકે છે,તેવી દહેશત વ્યક્ત કરાઇ છે,
તે સિવાય તેમની ઉપર જેહાદી મુુસ્લિમ બિલ્ડરો સાથે ધંધાકીય ભાગીદારી હોવાનુ પણ ઉલ્લેખ કરાયો છે, આ પત્ર જૈન સાધુઓ,,સંતો, સ્થાનિક ભાજપના આગેવાનો, સંધ પરિવારના પદાધિકારીઓ, સાથે ભાજપ મોવડી મંડળને પણ
પહોચાડવામા આવ્યો છે,
અગ્નીપથ યોજનામાં મુુસ્લિમ યુવકોને જોડાવવાની કોણ કરી રહ્યુ છે અપીલ !
ધારાસભ્ય રાકેશ શાહે આરોપોથી કર્યો ઇન્કાર
જ્યારે આ મુદ્દે ધારાસભ્ય રાકેશ શાહે જણાવ્યુ છે કે એલિસ બ્રિજ વિધાનસભાામં કોઇ ઇસ્લામિકરણ થયુ નથી, માત્ર વિકાસના કામો થયા છે, જેવા કે સાબરમતી રિવરફંન્ટ બન્યો છે, સીજી રોડ, લો ગાર્ડન પરિમલ ગાર્ડન, આ બધી જગ્યાઓ ઉપર મુસ્લિમોની અવર જવર વધી છેજેના કારણે એલિસ બ્રિજમાં મુસ્લિમોની સંખ્યા વધી હોવાનુ દેખાય છે, પણ 2012 વિધાનસભા અને 2017માં માત્ર 360 મુસ્લિમોના મતો ઉમેરાયા છે, હિન્દુઓના 31 હજાર મતો ઉમેરાયા છે, નવી કોઇ જગ્યાએ સ્કીમો બની નથીમાત્ર એલિસ બ્રિજમાં અવર જવર વધી, જુહાપુરા તરફ જવાના રોડ હોવાના કારણે મુસ્લિમો વધુ દેખાય, હાલમા પણ મોટા ભાગે ફ્લેટો રિડેવલપ થઇ રહ્યા છે, તેમાં પણ હિન્દુઓની સંખ્યા વધી રહી છે, માત્ર કોઇ પણ પ્રકારનુ બહાનુ ન મળવાના કારણેઆરટીઆઇ અને આરટીઆઇ એક્ટીવિસ્ટો એલિસ બ્રિજનુ નામ બગાડે છે, દેખિતી રીતે ઇસ્લામી કરણનો એક ટકો પણ થયો નથી, અને અશાંધ ધારાનો ચુસ્ત પણે અમલ કાયદાકીય મર્યાદામાં અહી થઇ રહ્યો છે, કહેવાતા આરટીઆઇ એક્ટીવિસ્ટોએ
પોતાના મકાનો મુસ્લિમોને વેચ્યા છે, જય-પાલ ભુતકાળમાં પોતાનુ મકાન બ્રહ્મક્ષત્રિય સોયાયટીમાં મુસ્લિમોને વેચ્યુ છે, આવી બીક બેસાડીને હિન્દુઓના મકાનો મુસ્લિમોને મકાન વેચવા માટે આ લોકો દલાલો છે, પણ કાયદાની મર્યાદામાં મુ્સ્લિમો ખરીદી
શકતા નથી, વર્ષા ફ્લેટ 1949માં બની છે,,ત્યારે અશાંત ધારા લાગુ ન હતો 2010માં અશાંત ધારાના એક કેસમાં કોર્ટે સરકારને દંડ પણ કર્યો હતો , તેઓએ ત્યાં સુધી દાવો કર્યો હતો કે જો કોઇ મારી ભાગીદારી મુસ્લિમો સાથે પુરવાર કરે તો હુ મારી ભાગી દારી આપી દઉ, ઉપરના વધારાના પૈસા પણ આપવા તૈયાર છુ, જે નામો પત્રમાં આપાયા છે તેમને હુ ઓળખતો પણ નથી, માત્ર ઇલેક્શન નજીક આવી રહ્યુ છે ત્યારે કેટલાક અસંતુષ્ઠ અને રાજકીય હરિફો દ્વારા ટિકીટ મેળવવાની લ્હાયમાં
મને બદનામ કરવામાં આવી રહ્યો છે,
દીકરી ના આત્મહત્યા કેસ માં બીજેપી ના નેતા સહીત ટ્રસ્ટીઓ ની તપાસ કરો ઈસુદાન ગઢવી
ભાજપના કયા નેતાએ કહ્યુ હથિયાર લાવો,તારુ ઘર શોધીને તને જાનથી મારી નાખીશ !