ગાંધીનગર

ભાજપના ક્યાં ધારાસભ્યને કરાઈ શકે છે રિપીટ ?

Published

on

ભાજપના ક્યાં ધારાસભ્ય ને કરાઈ શકે છે રિપીટ ?

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું એલાન 2 નવેમ્બર ના રોજ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ભાજપે ઉમેદવારો ની પસંદગી પ્રકિયા તેજ બનાવી દીધી છે..જેના ભાગ રૂપે સમગ્ર ગુજરાતમાં વિધાનસભા બેઠક પ્રમાણે 182 ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો મોકલીને કાર્યકરો અને નેતાઓની સેન્સ લેવામાં આવી છે ત્યારે જે તે જિલ્લાની સંકલન સમિતિ દ્વારા દાવેદવારોનાં નામો ને લઇ ચર્ચા થશે ત્યારબાદ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જ્ઞાતિ જાતિ જીતી શકે ઉમેદવારો ની પેનલ તૈયાર કરીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલી અપાશે જેના પાર કેન્દ્રીય નેતૃત્વ દવારા ઉમેદવારોની યાદી પર આખરી મહોર મારવામાં આવશે.સૂત્રોની વાત માનીએ તો ઘાટલોડિયા ,નિકોલ ,અમરાઈવાડી અને વટવા સહીત બેઠકો ના ધારાસભ્યો ને રિપીટ કરવામાં આવશે,

અમદાવાદની વાત કરી એ તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર થી પ્રતિનિધિત્વ કરે છે તેઓ માટે ઘાટલોડિયા વિધાનસભા બેઠક માટે ફરી વાર ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે.તેમના માટે ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના તમામ હોદ્દેદારો એ એકી અવાજે તેમની રિપીટ કરવા માટે એક લીટી નો ઠરાવ કર્યો છે..તેમની સામે કોઈ કાર્યકર્તાએ ટિકિટ માંગી નથી.આમ તો ઘાટલોડિયા વિધાનસભા બેઠક માટે ગુજકોમાસોલ ના વાઇસ ચેરમેન બિપિન પટેલ ગોતા પણ રેસમાં હતા જોકે તેઓ એ ઉમેદવારી કરવાનું ટાળી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

ઉદ્યોગ રાજય પ્રધાન નિકોલ વિધાનસભા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરે છે.તેઓને વર્ષ 2012 અને વર્ષ 2017 એમ બે વખત નિકોલ વિધાનસભા બેઠક પર થી ચૂંટણી લડીને જીત્યા છે ત્યારે આ વખતે બીજેપી દ્વારા જગદીશ પંચાલને ફરી એક વખત રિપીટ કરવામાં આવશે જોકે અન્ય દાવેદારોની વાત કરીએ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મધુબેન પટેલ ,ડો.વસંત પટેલ અને નરસિંહ પટેલ દ્વારા પણ નિકોલ વિધાનસભા બેઠક માટે ટિકિટ માંગી છે જોકે ઉદ્યોગ રાજય પ્રધાન જગદીશ પંચાલ ની રાજકીય રીતે સ્થિતિ મજબૂત બની છે.તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પ્રીતિ પાત્ર હોવાથી તેમને ટિકિટ મળવાની પ્રબળ શક્યતાઓ છે.ત્યારે નોંધનીયકે આ વખતે નિકોલ વિધાનસભા બેઠક માટે ઉદ્યોગ રાજય પ્રધાન જગદીશ પંચાલને રિપીટ કરવા બાબતે નિકોલ વિધાનસભા ના મોટાભાગના કાર્યકરો એ રિપીટ કરવા માટે નિરીક્ષકો સમક્ષ રજુઆત કરી છે…જોકે પાટીદાર સમાજ ના લોકો માને છે કે આ બેઠક પર પાટીદાર સમાજની વસ્તી વધુ હોવાથી પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ અપાય જોકે નિકોલ વિધાનસભા બેઠક પર ઉમેદવાર માં ફેરફાર થવાને લઈ કોઈ અવકાશ દેખાતો નથી.

વટવા વિધાનસભા વિધાનસભા બેઠકની વાત કરી એ તો આ બેઠક પરથી પૂર્વ ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા વર્ષ 2012 અને વર્ષ 2017 એમ બે વખત આ બેઠક પરથી ચૂંટણી જીતી ચુક્યા છે..તેઓ અગાઉ વર્ષ 2002 અને વર્ષ 2007 એમ બે વખત અસારવા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી ચુક્યા છે.તેઓ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ટ્રબલ શૂટર તરીકે ઓળખાતા હતા..રૂપાણી સરકાર ના કાર્યકાળ દરમ્યાન ચાલતા આંદોલનો ને ડામવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી જોકે મુખ્યપ્રધાન પદે થી વિજય રૂપાણીની વિદાઈ બાદ ઘાટલોડિયા ના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની તાજપોશી થયા બાદ તેમની સરકારમાં તેમને મંત્રી મંડળ માં સ્થાન મળ્યું ન હતું જેની ખોટ ભુપેન્દ્ર પટેલની સરકારમાં જોવા મળી હતી..ત્યારે આ વખતે ફરીવાર વટવા વિધાનસભા બેઠક પરથી તેમને રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે
જોકે અન્ય દાવેદારોની વાત કરીએ તો

પૂર્વ કોર્પોરેટર પારુલબેન પટેલ, અનિલ પટેલ ,અરવિંદ પટેલ દદ્દુ , એનઆરઆઈ ઉદ્યોગપતિ ,રવિ ઠાકોર કિસાન મોરચો ,પ્રકાશ બંસીલાલ પ્રજાપતિ પૂર્વ કોર્પોરેટર ના પુત્ર , હંસાબેન પટેલ પૂર્વ કોર્પોરેટર સહીત ના દાવેદારો મનાય છે.સૂત્રોની વાત સાચી માનીએ તો અરવિંદ પટેલ નામના ઉદ્યોગપતિને પાર્ટીના જ મોટા નેતાએ ટિકિટ માંગવા માટે સૂચના આપી હોવાનું કહેવાય છે આમ તો પ્રદીપસિંહ જાડેજાની સામે વટવા વિધાનસભા બેઠક ઉપરથી ટિકિટ માંગવાની કોઈ હિંમત કરતું નથી વર્ષ 2017 માં વટવા વિધાનસભા ના કાર્યકરો એ એક લીટીનો પ્રદીપસિંહ જાડેજાના નામનો ઠરાવ કર્યો હતો અને તેઓ રિપીટ થયા હતાજોકે પ્રદીપસિંહ જાડેજા સત્તામાં નથી ત્યારે વટવામાં સમીકરણો બદલાયેલા જોવા મળ્યા છે અને તેમની સામે પણ પૂર્વ કોર્પોરેટરોએ બાયોડેટા આપતા વટવા વિધાનસભા બેઠકની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે

અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય જગદીશ પટેલને ફરીવાર રિપીટ કરવામાં આવશે,,વર્ષ 2019 માં યોજાયેલ લોકસભાની ચૂંટણી દરમ્યાન અમરાઈવાડી ના ધારાસભ્ય હસમુખ પટેલ લોકસભાની ચૂંટણી જીતતા પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપના નેતાઓના કાવાદાવાઓ ની વચ્ચે તેઓ પેટા ચૂંટણી જીત્યા હતા.ત્યારે હવે વર્ષ 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ તેમની સામે આંતરિક રાજકારણ ગરમાયુ છે.તેમની સામે ઉત્તર ગુજરાતના પાટીદાર નેતાઓ એ ખાનગીમાં પત્ર યુદ્ધ અને રજૂઆતો નો દોર શરૂ કરી દીધો છે. જોકે આ તમામ આંતરિક વિરોધ ની વચ્ચે અમદાવાદ શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ જગદીશ પટેલને અમરાઈવાડી વિધાનસભા બેઠક પર થી ફરી લડાવવામાં આવશે તેવું ભાજપના સૂત્રો કહી રહ્યા છે..તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના વિશ્વાસુ માનવામાં આવે છે.

જોકે બીજી પણ ભાજપની અંદર ચર્ચા શરૂ થઇ છે કે તેમને અમરાઈવાડી વિધાનસભા બેઠક ને બદલે વટવા વિધાનસભા બેઠક પર થી લડાવવામાં આવશે જોકે વટવા વિધાનસભા બેઠક માટે તેઓએ દાવેદારી કરી નથી.
આમ અમદાવાદ શહેરની 16 બેઠકો પૈકી ઘાટલોડિયા ,નિકોલ ,વટવા અને અમરાઈવાડી વિધાનસભા બેઠકના ધારાસભ્યો ને રિપીટ કરવામાં આવશે જયારે બાકી ના ધારાસભ્યો માટે રિપીટ થવા માટે મહેનત કરવી પડશે..

અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને ભાજપ ફરી આપશે ટિકિટ ?

Advertisement

ભાજપમાં નારીશક્તિ ઉમેદવારી માટે ઉમટ્યું !

મોરબી ઘટના મામલે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર

અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની ઉમેદવારી ને લઇ કાર્યકરોએ કર્યો વિરોધ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version