ભાજપના કયા નેતાઓને ચૂંટણી લડાવાથી પડાઇ ના !
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાત ભાજપે ત્રણ ટર્મ કે તેથી વધુ ટર્મ અને 60 વરસથી ઉપરના ઉમેદવારોને ટિકીટ નહી આપવાનો નિર્ણય કર્યો હતો,ત્યારે હવે ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ગુજરાત વિધાનસભાને વિપક્ષથી મુક્ત કરવાના નેમ સાથે રાજ્યની તમામ 182 બેઠકો જીતવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી રહ્યા હોવાનુ સુત્રો કહી રહ્યા છે, ત્યારે સુત્રો વધુમા કહે છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારાને વ્યક્તિગત રીતે સંપર્ક કરીને તેમને ચૂંટણી લડવાની સ્વપ્ના જોવાના બદલે સંગઠનના કામમાં લાગી જવા માટે સૂચના આપી દેવાઇ છે,
ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતિય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઇ છે, વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતમાં હતા ત્યાં સુધી ગાંધી નગર મહાનગર પાલિકા અને જીલ્લા પંચાયતમાં ભાજપ સત્તા પ્રાપ્ત કરી શક્યુ ન હતું, ત્યારે પાટીલના સમયમાં ભાજપની ભવ્ય જીત થઇ છે, ત્યારે પુર્વ મુખ્ય પ્રધાન માધવ સિહ સોલંકીના વર્ષ 1985માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 149 બેઠકોનો રેકોર્ડ પણ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તોડવા માંગતા હતા, જોકે તેઓ ગુજરાતમાં રહ્યા ત્યા સુધી તેમનો રેકોર્ડ તોડી શક્યા ન હતા, વર્ષ 2017માં પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાધાણી અને પુર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણીના કાર્યકાળ દરમિયાન ગુજરાત ભાજપે 150 બેઠકો પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જો કે વર્ષ 1995 બાદ ભાજપ પ્રથમ વખત 100નો આકડો પણ પાર કરી શકી ન હતી, અને 99 બેઠકોમાં સમાઇ ગઇ હતી, ત્યારે હવે ગુજરાત ભાજપના પ્રમુખ 182 બેઠકો જીતવાની નેમ સાથે આગળ વધી રહ્યા છે, જેના ભાગ રુપે ઉમેદવારની પસંદગીને લઇને ખાનગી રાહે તૈયારીઓ શરુ થઇ ગઇ છે, આ વખતે વિધાનસભા સીટો ઉપર 5થી લઇને 25 ઉમેદવારો દાવેદારી નોધાવી શકે છે, ભાજપને પણ આ વાતનો અંદાજ આવી ગયો છે, અને એટલે જે કેટલાક હારેલા અને સિનિયર આગેવાનોને બોલાવીને પ્રદેશના નેતાઓએ હવે ઇલેક્શન લડવાના બદલે સંગઠનમાં કામ કરી ચૂંટણી જીતાડવા માટે મહેનત કરવાનુ કહેવાં આવી રહ્યા છે જેથી પાછળથી યોગ્ય ઉમેદવારો પસંદ કરી શકાય,
તે સિવાય જે લોકો પક્ષના કહ્યા વગર જ મત ક્ષેત્રમાં પ્રચાર અભિયાન કે સંપર્ક અભિયાન શરુ કર્યો છે, તેમને પણ ભાજપે રુક જાવની સૂચના આપી છે, તેના માટે ખાસ રીતે આવા હરખ પદુડા (એચ.પી.)નેતાઓને ફોન કરીને ગાંધીનગર કમલમ બોલાવીને તેમને આગતા સ્વાગતા કરાય છે,, અને તેમને પ્રેમથી સમજાવવામાં આવી રહ્યા છે હવે બહુ થયું નવા લોકોને તક આપો, તમે હવે પાર્ટી માટે નવા ફાલને મજબુત કરવા મહેનત કરો,, પાર્ટી તમને ભવિષ્યમાં તમારી સાઇઝ પ્રમાણે સ્થાન આપશે,
સુત્રોની માનીએ તો જે રીતે પાર્ટી સિનિયર નેતાઓને ઇલેક્શન લડવાની ના પાડી રહી છે,,તેમને આ બબાત ગમી નથી, જથી તેઓ પોતાની નારાજગી અંગત લોકોમાં વ્યક્ત કરી છે, જેમાંથી કેટલાકે તો આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક સાધ્યો છે,
અને જો ટિકીટ માટે કન્ફર્મેશન આપતા હોય તો તેઓ જોડાવા પણ તૈયાર છે, ગુજરાતના આપના નેતાઓ પણ દિલ્હી કેજરીવાલની લીલી ઝંડીની રાહ જોઇ રહ્યા છે,, તે સિવાય આગામી 2 તારીખે કેજરીવાલી આવી રહ્યા છે,ત્યારે પણ આ નેતાઓ પોતાના દુતોના માધ્યમથી કેજરીવાલને સંદેશો પહોચાડી શકે છે,