ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે !
ભાજપના કયા નેતાએ ભરત બોઘરા પર પાટીદારોમાં ભાગલા પડાવવાનો લગાવ્યો આરોપ !
પાટીદાર સમાજ દ્વારા રાજકોટ જિલ્લા આટકોટ ખાતે હોસ્પિટલનો ઉદ્ઘઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે,જે કે આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકાને લઇને પાટીદાર સમાજમાં વિવાદ ચરમસીમાએ પહોચ્યો છે
કારણ કે આ પત્રિકામાં ખોડલ ધામના પ્રણેતા નરેશ પટેલને આમંત્રણ ન અપાતા પાટીદારોમાં રોષની લાગણી ફેલાઇ છે, ત્યારે આના માટ ભાજપના નેતા ભરત બોઘરા જવાબદાર હોવાનો
ભાજપના નેતાઓ જ ખુલ્લે આમ આરોપ લગાવી રહ્યા છે,
સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના અગ્રણી અને ભાજપના વરિષ્ઠ નેતા નરસિહ પટેલે આરોપ લગાવ્યો છે કે આટકોટમાં જે હોસ્પિટલ બની રહી છે તો તે કોઇની વ્યક્તિગત જાગીર નથી, સમગ્ર સૌરાષ્ટ્રના પાટીદારોના સહયોગથી બની છે
તેવા ભરત બોઘરા પોતાના વ્યક્તિગત રાજનિતી ચમકાવવા માટે પાટીદાર સમાજનો ખભા તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તેમને જશદણની વિધાનસભા બેઠક લડીને ગાંધીનગર પહોચવું છે, એમનુ ચૂટણી લડવુ હોય તો લડે, પણ પાટીદાર
સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ ન કરે,તેઓએ આમંત્રણ પત્રિકામાં પાટીદાર સિવાયના અનેક અગ્રણીઓના નામ લખીને તેમને આમંત્રણ આપ્યુ છે, તો ખોડલ ધામના પ્રણેતા તમામ સમાજને સાથે લઇને ચાલનારા એવા નરેશ
પટેલની બાદ બાકી કોના ઇશારે કરાઇ છે, તેને તેમનો જવાબ આપવો જોઇએ,,
નરસિહ પટેલે આટકોટના હોસ્પિટલ ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો પાટીદારોને કર્યો આહ્વાન
નરસિહ પટેલે તો ત્યાં સુધી આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલના બાકીના ટ્રસ્ટીઓની ઇચ્છા હતી કે નરેશ પટેલને આમંત્રણ આપીને તેમનો નામ લખાય, પણ ભરત બોઘરાએ તેમનુ નામ ન લખવા હઠાગ્રહ કર્યો હતો, પરિણામે નરેશ પટેલના
નામની બાદબાકી કરાઇ,,ભરત બોઘરા ખુદ ખોડલ ધામ સાથે જોડાયેલા છે, નરેશ પટેલને તેઓ ભગવાનની જેમ માને છે,, નરેશ પટેલ તેમના આદર્શ છે, એટલુ જ નહી પણ તેઓ વિધાનસભાની ચૂટણી લડ્યા,,તેમા પણ નરેશ પટેલે
તેમને મદદ કરી હતી, અને તેઓ ધારાસભ્ય બન્યા હતા, તો પછી તેઓ કોના ઇશારે નરેશ પટેલની બાદ બાકી કરી છે, નરેશ પટેલ તો તમામ સમાજને સાથે લઇને ચાલે છે, આમંત્રણ પત્રિકામાં 500 લોકોનુ નામ લખી શકાય તો
નરેશ પટેલનુ નામ કેમ નથી લખાયું, શુ જગ્યા ઓછી પડતી હતી, નરેશ પટેલે કહ્યુ હતુ કે પંચાયતથી લઇને પાર્લામેન્ટ સુધી પટેલ સમાજ હોવો જોઇએ, શુ એમનો ગુનો છે, ભાવનગર રાજકોટ ગોંડલ તમામ જગ્યાના પાટીદારોમાં નારાજગી છે
કાર્યક્રમનો બહિષ્કાર કરવાની પણ પાટીદાર સમાજ આપતા શિખ્યો છે,લેતા શિખ્યો નથી, કોના કહેવાથી નરેશ પટેલની બાદબાકી કરી છે, સમાજના ભાગલા કરવાની કોશિષ કરશો તો સમાજના 50 લાખ યુવાનો રસ્તા પર આવશે
અને વિરોધ કરશે, તમે રાજકીય કિન્નાખોરી છોડી દો, દસ દસ વખત ભરત બોઘરા ખોડલ ધામ આવી ચુક્યા છે, કોને મુખ્યમંત્રી બનવુ છે, આવા વ્યક્તિઓથી ચેતવુ જોઇએ છે, ભરત ભાઇ તમને કોઇ છોડશે નહી, નરેશ પટેલ આવે તો
શુ તમારો રાજકીય સુર્ય આથમી જશે, ભરત ભાઇ તમે કોના ઇશારાથી કામ કરી રહ્યા છે, તમારે ખુલાસો કરવો પડશે કે કોના કહેવાથી નરેશ પટેલનુ નામ નથી લખ્યુ,, મા ખોડલ તમને ઠેકાણે પાડી દેશે,