અમદાવાદ

ભાજપના કયા નેતાએ કહ્યુ પ્રભારીઓ ચિન્તા છોડો કામ કરો  મળી શકે છે ટિકીટ !

Published

on

ભાજપના કયા નેતાએ કહ્યુ પ્રભારીઓ ચિન્તા છોડો કામ કરો  મળી શકે છે ટિકીટ

 

 

ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો  જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે, ત્યારે આ સંકલ્પ પરિપુર્ણ થાય તે માટે ગુજરાત ભાજપે  વિધાનસભા બેઠક દીઠ

Advertisement

પ્રભારીઓને નિમણુંકો કરી દીધી છે,  જો કે કેટલીક જગ્યાએ આંતરિક વિરોધ થતા  પ્રભારીઓને બદલવાની પણ ફરજ પડી છે,  આમ તો ભાજપમાં કાર્યકર્તાનુ પદ સર્વેોચ્ચ પદ છે,  જો કે રાજનીતિમાં કોઇ પણ વ્યક્તિ

પદ કે સત્તાની લાલસા વગર જોડાતો નથી એ પણ એક વાસ્તવિકતા છે, મહત્વપુર્ણ વાત એ છે કે પ્રદેશ ભાજપ દ્વારા વિધાનસભાના પ્રભારી તરીકે નિમણુંક કરાતા કેટલાક કાર્યકર્તાઓના  સ્વપ્ન રોડાઇ ચુક્યા છે, તેઓ ચિન્તામાં હતા

કે આગામી વિધાનસભાની ચૂટણીમાં ટિકીટ મળશે કે કેમ ત્યારે સુત્રોની વાત મનીએ તો ઉત્તર ઝોનના પ્રભારીઓની યોજાયેલ બેઠકમાં સીનિયર ભાજપના નેતાઓએ  પ્રભારીઓને હૈયા ધારણા આપી હતી કે ચિન્તા ના કરશો

પાર્ટી માટે સમર્પિત ભાવથી  કામ કરનાર કાર્યકર્તાને ટીકીટ મળી શકે છે,  પ્રભારી તરીકે જવાબદારી મળી હોય એવુ કોઇ માનવાને કારણ નથી કે ટિકીટ નહી મળે,, મહેનત કરશો તો ટીકીટ મળશે,

ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !

Advertisement

મહેસાણા જિલ્લાના  પ્રભારી તરીકે  અમદાવાદ શહેર ભાજપના પુર્વ પ્રમુખ જગદીશ પટેલ જવાબદારી નિભાવતા હતા, તેઓ ખેરાલુ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તૈયારીઓ કરતા હતા, ત્યારે ભારતિય જનતા પાર્ટીએ

તેમને અમદાવાદ શહેરમાં અમરાઇવાડી વિધાનસભા બેઠક માટે ઉમેદવાર તરીકે પસંદગી કરી તેમના રાજકીય વિરોધીઓને પણ ચકરાવે ચઢાવી દીધા હતા,

અમદાવાદમાં શહેર ભાજપના પુર્વ મહામંત્રી કમલેશ પટેલને નિકોલ વિધાનસભા બેઠકની જ્યારે ગુજરાત બાબા સાહેબ આંબેડકર અંત્યોદય વિકાસના પુર્વ ચેરમેન પ્રવિણ પંડ્યાને ખાડીયા જમાલપુરની જવાબદારી સોપી હતી,

જો કે સુત્રોની વાત માનીએ તો આંતરિક વિરોધ થતા બન્ને વિધાનસભા બેઠકમાં પ્રભારીઓને બદલવાની ફરજ પડી હતી,  તેમના સ્થાને અમદાવાદ સ્કૂલ બોર્ડના પુર્વ ચેરમેન પંકજ ચૌહાણને જવાબદારી સોપવામા આવી હતી,

પાલનપુર વિધાનસભા બેઠક માટે રાજુલ દેસાઇ,મહેસાણા વિધાનસભા બેઠક માટે સ્નેહલ પટેલ, બહુચરાજી વિધાનસભા બેઠક  માટે ભારત સિહ ભાટેસરિયા સહિત સાત જેટલા પ્રભારીઓને વિધાનસભા ક્ષેત્ર બદલવાની ફરજ પડી છે,હજુ પણ કેટલાક પ્રભારીઓ  જવાબદારીમાંથી મુક્ત થવા માટે સિનિયર નેતાઓ સામે કરગરી રહ્યા છે, જો કે મેળ પડતો નથી,  કારણ તેમને પોતાની વિધાનસભામાં પેજ મેનેજમેન્ટ કરવું છે,  બીજી વિધાનસભામાં બીજાના

Advertisement

અણવર બનીને કામ કરવામાં રસ નથી,  જો કે ભાજપ હજુ  તેમને પ્રભારી તરિક ચાલુ રાખવામાં મક્કમતા ધરાવે છે,  તેમની રાજકીય કુશળતા આવડતને ચકાસવા માંગે છે,  પાર્ટીને કેટલા ઉપયોગી થઇ શકે તેમ છે, જેથી પાર્ટી

તેમને પ્રદેશ કે રાષ્ટ્રિય કક્ષાએ વધુ સારો ઉપયોગ કરી શકે,,

 

અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ભાજપની કેવી રીતે વધારશે મુશ્કેલીઓ

ગુજરાતના કયા ગામડામાં મુસલમાન ફેરિયાથી વસ્તુ ન લેવાનો થયો ફરમાન !

ગુજરાત કોંગ્રેસને નેતાઓ કેમ છોડીને જઇ રહ્યા છે આ નેતાએ કર્યો ખુલાસો

Advertisement

કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version