કાઉન્સિલર હોવ કે કેબિનેટ પ્રધાન સંગઠન માટે કામ કરો નહી તો ઘરે બેસો-ભાજપે કેમ આપ્યા આવા સંકેતો
ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી 27 વરસથી શાષન ઉપર છે, ત્યારે ગુજરાત ભાજપ માટે 27 વરસથી જાળવી રાખેલો ગઢ સાચવી રાખવાનો મોટો પડકાર છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ અને આપ ભાજપના ગઢને તોડી પાડવા માટે એડિ ચોટીનો જોર લગાવી રહ્યા છે,ત્યારે ભાજપ પોતાના કિલ્લાને બચાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી રહી છે,ભાજપના નેતાઓના મત મુજબ તેમની પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે પાર્ટી ભલે મોટી હોય પણ સદસ્યતા અભિયાનને લઇને સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતાથી મોટા નેતાઓ નારાજ થયા છે, અને પ્રધાન કક્ષાના નેતાઓને જાહેરમાં પાછળી પાટલી બેસાડવાની ચિમકી આપી રહ્યા છે,
સમગ્ર ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટીનો વ્યાપ વધે તે માટે સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં વિધાનસભા બેઠક પ્રમાણે શક્તિ કેન્દ્રોના પ્રમુખોથી લઇ વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ ધારાસભ્યો, કાઉન્સિલર, સહિતના હોદ્દેદારો અપેક્ષિત હોય છે,જેમાં ગુજરાતના પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનની કામગીરીની સમિક્ષા થતી હોય છે, ત્યારે આવા બેઠકોનો દોર ચાલુ છે, સુત્રોની માનીએ તો પુર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિહ જાડેજાના મત વિસ્તારમાં 40 હજારથી પણ વધુ નવા સદસ્યો નોધાયા છે જ્યારે તેની સામે એલિસ બ્રિજમા આઠ હજાર સદસ્યો નોધાયા છે, ત્યારે આવી બેઠકોમાં આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે,
ભાજપના આંતરિક સુત્રો કહે છે કે પુર્વ વિસ્તારમાં મળેલી વિધાનસભાની બેઠકમાં અમદાવાદ મહાનગર પાલિકાની એક કમિટીના ચેરમેનને કહી દેવામાં આવ્યુ હતું કે સંગઠનનું કામ બરાબર કરો, નહીતર તમને આગળના બદલે છેલ્લી પાટલીએ બેસાડતા પણ પાર્ટીને આવડે છે, કોઇ ભ્રમમાં ના રહે, પાર્ટીના આધાર ઉપર તમે ચૂંટણી જીત્યા છો વ્યક્તિગત તાકાત પર નહી, જે પાર્ટી તમને સત્તામાં બેસાડે છે, તે ઘરે પણ બેસાડી શકે છે, જ્યારે અન્ય બેઠકમાં રાજ્ય સરકારના એક પ્રધાનને પણ કહી દેવામાં આવ્યુ કે
તમારા વિસ્તારમાં સંગઠનનુ કામ બરાબર કરો,,સીએમ ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ પણ ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં સંગઠનનું કામ કરે છે, તમને કામ કરવામાં ક્યાં ચૂંક આવે છે,
જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં યોજાયેલી વિધાનસભાની બેઠક મળે તે પહેલા શહેરના એક ધારાસભ્યે પ્રદેશના નેતાને મળીને કહ્યુ કે અમદાવાદના સંગઠનના એક મોટા નેતાને તેમની જગ્યાએ ટીકીટ આપશો તો હુ તેમના માટે કામ કરીશ, જ્યારે આ બેઠક મળે પહેલા શહેર સંગઠનના એ નેતાએ પ્રદેશના નેતાને કહ્યુ કે એ ધારાસભ્યને ટિકીટ મળે તો મને વાંધો નથી હુ એમના માટે કામ કરીશ અગાઉ પણ મે તેમના માટે કામ કર્યુ છે, અને કરતો રહીશ,,
ત્યારે પ્રદેશના નેતાએ જાહેરમાં કહ્યુ કે તમે આ બન્ને નેતાઓની આંતરિક બાબતોમાં ના પડશો, સંગઠનમાં સારુ કામ કરનાર કોઇને પણ પાર્ટી ટિકીટ આપી શકે છે,
સાથે સાથે પ્રદેશના આ નેતાઓ કહ્યુ કે સોશિયલ મિડીયામાં કોઇ પણ પ્રકારની પોસ્ટ જોયા અને જાણ્યા વગર મુકવાનુ ટાળો,,પાર્ટીને લગતી આપને કોઇ ફરિયાદ હોય તો તમે વોર્ડ પ્રમુખ,થી લઇને પ્રદેશ પ્રમુખથી લઇને વડા પ્રધાન સુધી ફરિયાદ કરી શકો છો,,
આમ હાલ ભાજપ ગુજરાત વિધાનસભા સીટો જીતવા માટે કોઇ પણ રીતે સદસ્યતા અભિયાનને સફળ બનાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો થઇ રહ્યા છે, અને નબળા નેતાઓને અત્યારથી જ કામ કરવા માટે કાન આમળવામાં આવી રહ્યા છે,
ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર કોણે લગાવ્યો બળાત્કારનો આરોપ