અમદાવાદ જૈન સમાજ દ્વારા 23 ડિસેમ્બર 2022 શુક્રવારના રોજ સવારે 9 વાગે જૈનો નું પવિત્ર તીર્થધામ સમેત શિખરજી ને બચાવા એક મૌન રેલી નું આયોજન કરાયું છે.
સમેત શિખ એ ઝારખંડ માં આવેલું છે અને ત્યાં જૈનો ના 24 તીર્થંકર માંથી 20 તીર્થંકર ત્યાં થી મોક્ષ પામ્યા છે એટલે જૈનો માટે સૌથી પવિત્ર તીર્થધામ ગણાય છે ત્યારે ઝારખંડ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્રની સરકાર દ્વારા સમેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરાયું છે.
ત્યારે સમગ્ર દેશમાં જૈન ધર્મના લોકોને ભીતિ છે કે સમેત શિખરમાં દારૂ અને માસ મટન નું વેચાણ થશે ત્યારે સમેત શિખરની પવિત્રતા જળવાઈ રહે તે માટે ભારત સરકાર અને ઝારખંડ સરકાર દ્વારા પર્યટન સ્થળ જાહેર કરવાનો નિર્ણય પાછો ખેંચે
કેન્દ્ર સરકાર અને રાજય સરકારના આ નિર્ણય થી જૈન સમાજ ની લાગણીને ભારે દુઃખ પહોચ્યું છે ત્યારે રાજય અને કેન્દ્ર સરકાર તેમનો નિર્ણય પરત ખેંચે તે માટે સમગ્ર ભારતમાં જૈનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે અમદાવાદ જૈન સમાજ પણ 23 તારીખ 2022 શુક્રવાર ના રોજ ઉસ્માનપુરા થી મૌન રેલી નું આયોજન કલેકટર ઓફિસ સુધી કરશે અને કલેકટને આવેદન પત્ર આપીને જૈન સમાજની લાગણીથી સરકારને અવગત કરાશે