અમદાવાદ

શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ ક્યાંથી આપશે ટિકીટ !

Published

on

શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ ક્યાંથી આપશે ટિકીટ !

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે, તેઓ પણ હાર્દીક પટેલની સાથે ભરતી મેળામાં કમલમમાં કેસરીયો કરશે,મહત્વપુર્ણ વાત એ છેકે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં ટીકીટના દાવેદાર માનવામાં આવે છે
પણ તમને ટિકીટ ક્યા આપવી તે ભાજપ નક્કી કરશે,

ગુજરાત ભાજપ માટે 1995થી ગઢ બન્યો છે, 27 વરસથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે, ત્યારે વર્ષ 2022ના અંતે યોજાનાર વિધાનસભાની ચૂટણીમાં ગુજરાતમાં ભાજપ તમામ બેઠકો પર જીતે તે માટે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ
રાત દિવસ જોયા વગર તન તોડ અથાક પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી પણ ગુજરાતમાં કોંગ્રેસ નબળી પડે તે માટે તેઓ વિશેષ ધ્યાન આપી રહ્યા છે, તેઓ ખુદ ગુજરાત અને દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સાથે
મુલાકાત પણ કરતા હોય છે, અને તેમને રાષ્ટ્રસેવા કરવા માટે પ્રેરણા આપતા હોય છે, અત્યાર સુધી જોવા જઇએ તો કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય મણિલાલ વાધેલા, અશ્વિન કોટવાલ, કુવરજી બાવળિયા, રાધવજી પટેલ, જવાહર ચાવડા, અને શ્વેતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ જેવાઓ ચુસ્ત કોંગ્રેસના નેતાઓને મળ્યા,, અને તેઓએ રાષ્ટ્રની સેવા અને વિકાસ કાર્યોમાં જોડાવવા માટે ઇજન આપ્યું અને તે પૈકી તાત્કાલિક જોડાય, તો તેનો ફળ પણ તેમને મળ્યો કેટલાક ધારાસભ્ય બનીને પ્રધાન બની ગયા,,

ગુજરાતમાંથી છ યુવાઓ આઈએએસ માટે થયા સિલેક્ટ

શ્વેતા બ્રહ્મભટ્ટે રાજીનામાં આપતા પહેલા કોંગ્રેસના નેતાઓને શુ આપી સલાહ

Advertisement

18 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્રમોદી ગુજરાત પ્રવાસે હતા એ દરમિયાન જાહેર કાર્યક્રમોમાંથી ખાસ સમય કાઢી તેઓ રાજભવન ખાતે કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ અને તેના પિતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિટીના પુર્વ ચેરમેન
નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મુલાકાત કરી હતી,,ત્યારે શ્વેતાને દેશ સેવા માટે ઘેલુ લાગ્યુ હતું,,અને તેઓએ વ્યથિત મનથી કોંગ્રેસને અલવિદા કરી દીધી હતી, અને હવે તેઓ 2જી જુને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર ભાઇ પટેલ, પ્રદેશ અઘ્યક્ષ ચંદ્રકાંત પાટીલની
ઉપસ્થિતીમાં કમલમ ખાતે ભાજપના રંગે રંગાશે,

દિવ્યા બ્રહ્મભટ્ટ એમડી પેથોલોજીમાં ઉત્તિર્ણ થયા

શ્વેતા બ્રહ્મભટ્ટ વર્ષ 2017માં મણિનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂટણી હારી ચુક્યા છે, જો કે તેઓ ભાજપમાંથી ટિકીટ મળશે તો ઇલેક્શન લડવા તૈયાર છે, મહત્વની વાત એ છે કે અમદાવાદ શહેરમાં ભાજપ વર્ષોથી
બ્રહ્મભટ્ટ સમાજને એક કે બે ટિકીટ આપતી રહી છે, બારોટ સમાજ ભાજપ સાથે રહે તે માટે મહાનગર પાલિકાની ચૂટણીમાં પણ ચાર ટિકીટો ફાળવી હતી, જે પૈકી ત્રણ કોર્પોરેટર જીત્યા હતા,

હાર્દીક પટેલને સાચવવા માટે ભાજપે શરુ કર્યુ ઓપરેશન વિરમગામ !

વર્ષ 1990માં ભાજપે યુવા નેતા ભરત બારોટ ને ટિકીટ આપી હતી, તેઓએ કોંગ્રેસના સુરેન્દ્ર રાજપુતને હરાવ્યા હતા, ત્યાર બાદ તેઓ વર્ષ 1995,1998,2002,2007 એમ પાચ ટર્મ સતત દરિયાપુર વિધાનસભાથી ચૂટણી જીતતા રહ્યા હતા,
જોકે વર્ષ 2012માં નવુ સિમાંકન થતા દરિયાપુર શાહપુર સીટ બની હતી, તેઓ વર્ષ 2012 અને 2017માં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ચૂંટણી હારી ગયા હતા, ભાજપે તેમને રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ જવાબદારી સોપી હતી,
ત્યારે હવે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે શ્વેતા બ્રહમભટ્ટ દરિયાપુર, બાપુનગર, અને મણિનગરથી જેવી વિધાનસભા બેઠકો માટે દાવેદાર માનવામાં આવે છે, તેઓના પિતા ગિરધરનગર વોર્ડમાંથી કોર્પોરેટર રહી ચુક્યા છે,ત્યારે
હવે ભાજપને નક્કી કરવાનુ છે કે તેમને ચૂટણી લડાવશે કે પછી સંગઠનમાં સ્થાન આપશે,

Advertisement

આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version