ગાંધીનગર
ક્યાં પ્રધાનના ભાઈને ચૂંટણી સમયે ક્રીમ પોસ્ટિંગ
રાજ્ય સરકાર દ્વારા 23 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર તરીકે એમ. થેન્નારેસને મૂકવામાં આવ્યા છે.તેઓ અગાઉ અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જ્યારે અમદાવાદ કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.જયારે અમદાવાદ મહાનગર પાલિકા ના ડેપ્યુટી કમિશનર રમેશ મેરજાને ભાવનગર કલેકટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે..
રાહુલ ગુપ્તાને જીઆઇડીસીના વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ત્યારે ડી.એસ ગઢવીને આણંદના કલેક્ટર ,ધર્મેન્દ્રસિંહ જાડેજાને ડાંગ આહવાના કરલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત જી.ટી પંડ્યાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બી.આર દવેની તાપી વ્યારાના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે બી.કે પંડ્યાની મહિસાગર-લુણાવાડાના કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. પ્રવીણા ડિ.કે. ગાંધીનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે.
મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજય સરકારના પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજા ના ભાઈ રમેશ મેરેજને ભાવનગર કલેકટર તરીકેનું મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે..કોંગ્રેસ છોડી ને ભાજપ માં જોડાયેલા બ્રિજેશ મેરજા ના કારણે તેમને પણ ભાજપના આશીર્વાદ પ્રાપ્ત થયા છે..સીધું કે આડકતરી રીતે મેરજા ફેમિલી ને ભાજપ ફળ્યું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ છોડીને ભાજપની ખૂંટે બંધાયેલા બ્રિજેશ મેરજા ની ટિકિટ મોરબી વિધાનસભા બેઠક માટે કન્ફ્રર્મ માનવા માં આવે છે.એ માટે તેઓ એ આ બેઠક પુનઃ જીતવા માટે તૈયારીઓ શરૂ દીધી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.જોકે તેમના માટે સૌથી આડખીલી રૂપ બની શકે તેમ હોય તો પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે.
સૂત્રોની વાત માનીએ તો કાંતિ અમૃતિયા પણ મોરબી વિધાનસભા બેઠક માટે તૈયારીઓ કરી રહ્યા છે.તેઓ પણ આ બેઠક માટે દાવો મજબૂત કરી રહ્યા છે.પાટીદાર અનામત આંદોલન દરમ્યાન યોજાયેલા ગુજરાત વિધાનસભાની વર્ષ 2017માં મોરબી બેઠક પરથી કોંગ્રેસ ના ઉમેદવાર બ્રિજેશ મેરજા ની સામે ચૂંટણી હારી ગયા હતા જોકે બાદ માં બ્રિજેશ મેરજા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના આશીર્વાદ સાથે ભાજપ માં જોડાઈ ગયા હતા.જેને લીધે મોરબી વિધાનસભા બેઠક માટે નું સમીકરણ બદલાઈ ગયું છે..ત્યારે મોરબી માં ચાલતી આંતરિક જૂથબંધી ભાજપને આગામી ચૂંટણીમાં નડશે તેવું કાર્યકર્તાઓ છૂપો ભય વ્યક્ત કરી રહ્યા છે.