અમદાવાદ
નરેશ પટેલ ક્યાં અટવાયા-એક પાર્ટીની ઓફર ગમતી નથી,બીજા ઉપર તેમને વિશ્વાસ નથી !
નરેશ પટેલ ક્યાં અટવાયા-એક પાર્ટીની ઓફર ગમતી નથી,બીજા ઉપર તેમને વિશ્વાસ નથી !
ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !
નરેશ પટેલે હજુ પણ રાજનિતિમાં કયા પક્ષા સાથે જોડાશે તેને લઇને તેઓએ નિર્યણ જાહેર કર્યો નથી, અથવા એમ કહીએ કે તેઓ નિર્યણ કરી શક્યા નથી
જેથી હવે તેમનુ ચાર્મ હવે મિડીયામાં પણ ઘટતું જાય છે, ત્યારે સૌરાષ્ટ્રમાં ચર્ચા છે કે જે પાર્ટીએ તેમને જે ઓફર આપી છે,, તે તેમને ઓછી લાગે છે
જ્યારે બીજી પાર્ટી તેમને ઇચ્છિત ઓફર આપવા તૈયાર છે, પણ નરેશ પટેલ સ્વયંને એ પાર્ટીના નેતાઓ ઉપર વિશ્વાસ નથી,
ખોડલધામના પ્રમુખ અને સૌરાષ્ટ્રના મોટા પાટીદાર નેતા તરીકે નામાના ધરાવતા નરેશ પટેલ હાલ રાજકીય નિર્યણ લેવામાં ક્યાંક અટવાયા છે તેમ લાગી રહ્યુ છે, છેલ્લા બે મહિનાથી તેઓ રાજકારણમાં
કોની સાથે સાથે જશે તેને લઇને ગુજરાતની રાજનિતીમાં ચર્ચાઓ હવે ઠડી થઇ રહી છે, કારણ કે નરેશ પટેલે રાજનિતિમાં આવવાનો નિર્યણ તો કર્યો છે, પણ તે કઇ પાર્ટીમાં જશે તેને લઇને
તેઓએ કોઇ નિર્યણ કર્યો નથી, આમ તો શરુઆત થી જ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ તેમના માટે લાલ જાજમ બિછાવીને બેઠા છે, પણ છેલ્લા બે મહિનાથી નરેશ પટેલ કોઇ નિર્યણ લઇ શકવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા છે,
માનવામાં આવે છે કે કોંગ્રેસ અત્યારે તેમને સૌથી મોટી ઓફર આપી ચુકી છે,કદાજ કોંગ્રેસ સત્તામાં આવે તો તેમને સીએમ બનાવવાની વાત પણ કહેવાઇ છે, તેમને કોઇ મોટા નેતા તરફથી કોઇ એસ્યોરંસ મળ્યુ નથી, માનવામાં આવે છે કે જો
નરેશ પટેલ તરફથી લીલી ઝંડી મળે તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સ્વયં ગુજરાત આવીને કોંગ્રેસમાં તેમનું સ્વાગત કરશે, પણ જે રીત કોંગ્રેસમાં હાલ ઓબીસી વર્સીસ પાટીદાર ચાલી રહ્યુ છે, તેને લઇને નરેશ પટેલ આશંકિત છે, જેથી તેઓ
પણ અત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડ પાસે વાયદા પ્રમાણે પ્રોમિસ લેવા માંગે છે ,ત્યારે જે રીતે હાર્દીક પટેલે કોંગ્રેસ છોડી છે તેને લઇને પણ તેઓ હવે ફુકી ફકીને પગલા ભરવા માંગે છે
સુત્રો ત્યાં સુધી કહે છેકે નરેશ પટેલને ભાજપમાં જોડાવા અંગે પણ ખાસ ઓફર આપી છે, પણ આ ઓફર નરેશ પટેલને ઓછુ લાગે છે, તેઓએ પણ ભાજપ સામે પોતાના મનની વાત મુકી છે,,જેના માટે તેઓએ ભાજપ હાઇ કમાન્ડની સાથે યુપીના
રાજ્યપાલ આનંદી બેન પટેલને મુલાકાત કરીને પોતાની માંગ મુકી છે, પણ નરેશ પટેલ જે વાયદો માંગી રહ્યા છે,,તે પુર્ણ કરી શકવુ ભાજપ માટે હાલ પુરતુ અસંભવ છે,
તે સિવાય આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને જોડવા માંગે છે,, પણ આપ સાથે જોડાવવુ એટલે સંધર્ષ કરવા માટે લાંબી લડાઇની તૈયારી કરવાની રહેશે,,
આમ બુધવારે પણ નરેશ પટેલ મિડીયાને મળ્યા,, પણ તેઓ કઇ પાર્ટીમાં જોડાશે તે અંગે કોઇ નિર્ણય લઇ શક્યા નથી,પરિણામે તેમને વિચારવા માટે અને કોઇ એક આખરી નિર્યણ ઉપર પહોચવા માટે હજુ સમય જોઇએ છે,