હાર્દીક અત્યારે ક્યાં !
ગુજરાતમાં પ્રોફેસર મહિલા નથી સુરક્ષિત ! વડા પ્રધાનને કરાઇ લેખિત ફરિયાદ
હાર્દીક પટલે ટ્ટીટર ઉપર પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકેનું સ્ટેટસ હટાવી દીધુ છે, જો કે ફેસબુક હજુ પણ કાર્યકારી
અધ્યક્ષ તરીકેનુ સ્ટેટસ યથાવત છે, પરિણામે હાર્દીકના સમર્થકોમાં કન્ફ્યુઝન જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે, ચર્ચા છેકે
અત્યારે હાર્દીક ક્યાં છે,,
છેલ્લાર ઘણા સમયથી હાર્દીક પટેલે પ્રદેશ કોગ્રેસના નેતાઓ સામે નારાજગી ખુલીને વ્યક્ત કરી છે,, સાથે ભાજપની નિતિઓના વખાણ કરવાના
કારણે તે ભાજપમાં જાય છે તેવી ચર્ચાઓ જોર પકડ્યુ છે, એવામાં થોડા દિવસ પહેલા હાર્દીકે પોતાનુ વોટ્સએપ સ્ટેટસનો ફોટો બદલીને ભગવો ખેસ
ઘારણ કરતો ફોટો મુક્યો હતો, ત્યારે તેણે કહ્યુ પણ હતુ કે હુ મારા જેટલો કટ્ટર હિન્દુ કોઇ હોઇ ન શકે,,
ત્યારે હવે તેણે ટ્ટીટર ઉપરથી હવે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકેનું હોદ્દો હટાવીને બધાને ચોંકાવી દીધા છે,,પણ ફેસબુક ઉપર તેનો કોગ્રેસના
કાર્યકારી હોદ્દો યથાવત છે, પરિણામે હવે તેના સમર્થકોમાં ચર્ચા છે કે હવે હાર્દીક ક્યાં છે, તે ક્યારે ભાજપમાં જશે, શુ તે જાણી જોઇને
અખતરા કરે છે, અથવા કોંગ્રેસને દબાવવાનો પ્રયત્ન કરે છે, અને કોંગ્રેસને ડરાવી ધમકાવીને તે શું હાંસલ કરવા માંગે છે, જેને લઇને
કોંગ્રેસને વફાદાર કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે પાર્ટી હાઇ કમાન્ડની શુ મજબુરી છે કે હાર્દીકની દાદાગિરી સહન કરવી પડે છે,
ચર્ચા ત્યાં સુધી છે કે અતુલ પટેલ અને વંદના પટેલ જેવા પાટીદાર નેતાઓને માત્ર એક ઓડિયો ક્લીપના કારણે સસ્પેન્ડ કરી દેવામા આવે છે તો
હાર્દીક પટેલ પાસે કોઇ ખુલાસો કેમ માંગવા આવતો નથી,