દિનેશ શર્મા ક્યાંના-ન ઘરના ન ઘાટના !
અમદાવાદ મહાનગર પાલિકાના કોગ્રેસના પુર્વ નેતા દિનેશ શર્માને કોગ્રેસ છોડે એક મહિના જેટલો સમય થયો છે,, એક મહિના જ તેમને ભાજપમાં પારકા હોવાનુ અહેસાસ થઇ રહ્યો છે
સુત્રોની વાત સાચી માનીએ તો અસારવા વિધાનસભા સિવાય કોઇ અન્ય વિધાનસભામાં રાજકીય રીતે સક્રીય ન રહેવા કહી દેવાયુ છે, ત્યારે એકાદ વખત નહી તેમને એક થી વધુ વખત
ભાજપમાં અપમાનના ઘુટડા સહન કરવાનો વારો આવ્યો છે,, અને તેઓ હવે પશ્ચાઇ રહ્યા હોવાનુ પણ તેમના નજીકના સુત્રો કહી રહ્યા છે,,
હિન્દીભાષી શર્મા કોના વિશ્વાસુ ?
તમને યાદ હશે કોગ્રેસના નેતા દિનેશ શર્મા વાજતે ગાજતે રેલી સાથે કમલમ પહોચીને ચંદ્રકાંત પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો, તેઓએ દાવો કર્યો હતો કે
હવે કોગ્રેસને ખતમ કરી જ જંપશે,, દિનેશ શર્મા હિન્દી ભાષીઓમાં ખુબ લોકપ્રિય નેતા છે, હિન્દી ભાષિયોમાં તેમને પડ્યા બોલ ઝિલાય છે,,
એટલુ જ નહી તેઓ ગરીબોના બેલી માનવામાં આવે છે, યુવાઓ અને મહિલાઓમાં તેમની સારી પકડ છે,,અને એટલા માટે જ હિન્દીભાષી દિનેશ શર્માને કોગ્રેસે તેમની ઇચ્છા મુજબ
ક્યારેક કુબેનર નગર તો ક્યારેક નરોડા રોડ, ક્યારેક ઇન્ડિયા કોલોની તો ક્યારેક ચાંદખેડાથી ટિકીટ આપી, જ્યાંથી ક્યારેક તેઓ જીત્યા તો ક્યારેક હારનો સ્વાદ પણચાખ્યો,, પણ કોગ્રેસ તેમને સાચવતી રહી
કોગ્રેસે તેમને એએમસીમાં વિપક્ષના નેતા પણ બનાવ્યા હતા,
વર્ષ 2017માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં બાપુનગર વિધાનસભા બેઠકની ટિકીટ માંગી હતી
જો કે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતના અંગત વિશ્વાસુ એવા રાજસ્થાની ગુર્જર પટેલ હિમ્મત સિહ ટિકીટ લેવામાં સફળ રહ્યા,,
ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !
દિનેશ શર્માને કોગ્રેસે કેમ ન સાચવ્યા ?
દિનેશ શર્મા પુર્વ કેન્દ્રિય મંત્રી ભરત સિહ સોલંકીના વિશ્વાસુ ગણાતા હતા, જોકે બાપુનગર વિધાનસભાની ટિકિટ ન મળતા તેઓ કોગ્રેસની નેતાગિરીથી નારાજ હતા
તેમના સમર્થકોએ હિમ્મત સિહ પટેલને હરાવવાનો કારસો રચ્યો હતો જોકે તેઓ સફળ ન થયા તેમ હિમ્મત સિહના નજીકના સુત્રો કહે છે,
વર્ષ 2021માં યોજાયેલ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂટણીમાં દિનેશ શર્માની સરસપુર રખિયાલ વોર્ડમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા હતી, જો કે બાપુનગરના ધારાસભ્ય હિમ્મત સિહ પટેલે
સરસપુર સખિયાલ વોર્ડમાં થી દિનેશ શર્માને ચૂટણી લડાવવા સામે વિરોધ કર્યો હતો, જેને કારણે દિનેશ શર્માને ચાંદખેડા વોર્ડમાંથી ઇલેક્શન લડવા જવું પડ્યુ અને તેમને કારમી હારનો સામનો
કરવો પડ્યો હતો,
પૈસો મારો પરમેશ્વરને હુ પૈસાનો દાસ ગીત ગાતા ઔડાના અધિકારીઓ !
બાપુનગરમાં નો એન્ટ્રી !
પ્રદેશ ભાજપ તરફથી થોડા દિવસ પહેલા શહેરના વિવિધ ભીતો ઉપર કમળ દોરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ એરપોર્ટ રોડ ઉપર ભીત ચિત્રના
કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે હરખ પદુડા થઇને દિનેશ શર્મા કાર્યક્રમમાં હાજરી આપવા પહોચ્યા હતા, જો કે ભાજપના કાયકર્તાઓએ તેમને ભાવ ન હોતો આપ્યો,,જેથી તેઓ ત્યાંથી
ચાલતી પકડી હતી, બીજી વખત તેઓએ અમદાવાદમાં શહેર ભાજપ પ્રમુખને બાપુનગર વિધાનસભાના હિન્દી ભાષી સમાજની વસ્તી વધુ છે અને ત્યાં તેમનો પ્રભાવ હોવાથી ભાજપને ફાયદો થાય તેમ છે જેથી
તમામ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે અપેક્ષિત રાખવા રજુઆત કરી હતી,,
ત્યારે શહેર ભાજપ પ્રમુખ, અમિત શાહે તેમને માત્ર અસારવા વિધાનસભામાં જ અપેક્ષિત ગણવાની વાત કરતા તેઓ ઢીલા થઇ ગયા હતા,
બાપુનગરમાં ઓબી વર્સીસ સીબીની લડાઇ તેજ !
મહત્વની વાત એ છે કે દિનેશ શર્માની ઇચ્છા બાપુનગર વિધાનસભાામાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂટણી લડવાની છે, ત્યારે બાપુનગર ભાજપમાં પણ અનેક ઉમેદવારો છે,, જેઓ તાલ ઠોકી રહ્યા છે,,જેમાં
મુળ યુપીના જગરુપ સિહ રાજપુત તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે, મુળ ગુજરાતી એવા ભાસ્કર ભાઇ ભટ્ટ જેઓ મ્યુ, ભાજપના નેતા અને સિનિયર નેતા છે,, રાજસ્થાની એવા પ્રકાશ ગુર્જર, અને ઉત્તર ભારતિય એવા દિનેશ ભાઇ કુશવાહ
મેદાનમાં છે, તો આપના નેતા ઇશુદાન ગઢવી ઉપર છેડતીનો આરોપ લગાવનાર બોપલના નિવાસી એવા ડો, શ્રધ્ધા રાજપુતનો પણ ડોળો બાપુનગર વિધાનસભા ઉપર છે, ત્યારે ભાજપમાં ઓરિજનલ બીજેપી( ઓબી) અને કોગ્રેસ
યુક્ત બીજપી( સીબી)ની લડાઇ તેજ બની છે,આવી સ્થિતિમાં દિનેશ શર્મા માટે બાપુનગરમાંથી ચૂટણી લડવી મુશ્કેલ છે
ત્યારે મુળ ભાજપ અને સ્થાનિક નેતાઓને જ ટિકીટ મળે તેવી લાગણી ભાજપના કાર્યકર્તાઓમાં છે,,જ્યારે કોગ્રેસમાંથી આવેલા નેતાઓ એવુ માને છે કે જીતી શકે તેવા નેતાઓને જ ટિકીટ મળવી જોઇએ હવે ત્યારે જોવાનુ રહ્યુ કે
ઓબી વર્સી સીબીની લડાઇમા્ં કોણ સફળ થશે,
ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !