ગાંધીનગર
ક્યાં પૂર્વ પ્રધાને પુત્ર પ્રેમ ના કારણે હડધૂત થવું પડ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ઉમેદવારો પસંદ કરવાની પ્રકિયા ચાલી રહી છે ત્યારે સૂત્રોની વાત સાચી માનીએ તો ગુજરાતના પૂર્વ પ્રધાનને પુત્ર પ્રેમ જાગ્યો હતો.તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હી માં યોજાયેલ બેઠકમાં હાજર હતા એ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ભાજપના નેતાઓને તાકીદ કરી હતી કે સગા સંબંધી માટે ટિકિટ મંગાવી નહીં જોકે શેઠની શિખામણ ઝાંપા સુધી કહેવત છે.જેને યથાર્થ કરતા હોય તેમ ભાજપના નેતા ધુતરાષ્ટ્ર્ની જેમ પોતાના પુત્રને ટિકિટ અપાવવા માટે કમલમમાં પહોંચી ગયા હતા.જ્યાં તેઓએ રીતસરની પ્રદેશ ના નેતાઓ સમક્ષ ટિકિટ માટે કાકલુદી કરતા હતા.તેમણે ત્યાં સુધી કહી દીધું હતું કે તેમના પુત્ર ને વિધાનસભાની ટિકિટ આપો એ જીતી જશે તેની ખાતરી આપું છું જોકે પ્રદેશ ના નેતાઓએ સ્પષ્ટપણે કહી દીધું હતું કે તમારા પુત્ર ને ટિકિટ નહીં આપી શકાય કારણ કે પીએમ સાહેબ નિયમ બનાવ્યો છે કે કોઈ ના પરિવાર માં ટિકિટ નહીં આપી શકાય..ત્યારે તેઓ એ તો ત્યાં સુધી કહી દીધું કે તેઓ તેમના હાલના પદ પર થી રાજીનામુ આપી દેવા તૈયાર છે તો સામે જવાબ ઉગ્ર ભાષા માં મળ્યો અત્યારે કોઈ પેટા ચૂંટણી ની જરૂર નથી આમ વીલા મોંઢે ગુજરાત ભાજપના સિનિયર નેતા કમલમથી પરત ફર્યા જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે.
ભાજપ અનેક સિનિયર નેતાઓને કરશે રિપીટ,ઓલ્ડ ઇઝ ગોલ્ડની અપનાવી નીતિ !
ભાજપ સત્તા મેળવવા જુના જોગીઓના શરણે ! જાણો કોની ટીકીટ થઇ ફાઇનલ !