રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય:
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો તા. ૧૫/૦૪/૨૦૨૩થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે.
ત્યારે નોંધનીય છે કે રાજય સરકાર દ્વારા અગાઉ રાજ્યમાં તા. ૦૪/૦૨/૨૦૨૩ના રોજ જાહેર કરેલ જોકે સમગ્ર રાજયમાં બિલ્ડરો દ્વારા વ્યાપક પ્રમાણમાં વિરોધ અને નારાજગી વ્યક્ત કરવામાં આવતા પ્રજાના વ્યાપક હિતમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જંત્રી દરના વધારા નો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ ૧૫/૦૪/૨૦૨૩ના રોજથી અમલી કરવાનો નિર્ણય લીધો છે